ગુજરાતમાં સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ, જાણો ક્યાં વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટ અધિકારીઓ?

Gujarat Corruption Report : ગુજરાતમાં ભ્રષ્ટાચારને લગતી ફરિયાદોમાં સતત વધારો જોવાયો છે. સરકારી ઓફિસમાં નાણાં વગર કામ ના થાય તેવી છાપ સામાન્ય લોકોમાં ઘર કરી ગઈ છે, એમાંય ગૃહ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓએ ભ્રષ્ટાચાર મામલે અન્ય તમામ સરકારી વિભાગને પછડાટ આપી ટોચ ઉપર છે. જૂન ૨૦૨૨થી મે ૨૦૨૩ના એક વર્ષના અરસામાં ગુજરાતના વિવિધ સરકારી વિભાગોના २०२ અધિકારીઓ કે કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારને લગતી ૧૮૧ ફરિયાદો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને મળી હતી. 

ગુજરાતમાં સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ, જાણો ક્યાં વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટ અધિકારીઓ?

Gujarat Corruption Report : ગુજરાતમાં ભ્રષ્ટાચારને લગતી ફરિયાદોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોમાં એવી છાપ ઘર કરી ગઈ છે કે સરકારી ઓફિસમાં નાણાં વગર કામ થતું નથી. રાજ્યમાં ભ્રષ્ટાચારનું આ સ્તર એટલું વ્યાપક બન્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) સમક્ષ ૬૫૩ અધિકારીઓ કે કર્મચારીઓ સામે ૫૮૩ ફરિયાદો નોંધાઈ છે. આ આંકડાઓ સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની ગંભીરતા દર્શાવે છે.

Add Zee News as a Preferred Source

ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ: 41 ટકા ફરિયાદો
આ ભ્રષ્ટાચારની પકડમાં આવેલા સરકારી વિભાગોમાં ગૃહ વિભાગ અન્ય તમામ વિભાગોને પાછળ છોડીને ટોચ પર છે. આંકડાઓ મુજબ, છેલ્લા ત્રણ વર્ષ (મે ૨૦૨૫ સુધી) દરમિયાન કુલ ૬૫૩ અધિકારી-કર્મચારીઓ સામે ફરિયાદ થઈ તેમાંથી એકલા ગૃહ વિભાગના જ ૨૯૨ અધિકારી-કર્મચારીઓ છે, જે કુલ અધિકારીઓના આશરે ૪૫ ટકા જેટલા થાય છે. કુલ ૫૮૩ ફરિયાદોમાંથી ૪૧ ટકા ફરિયાદો એકલા ગૃહ વિભાગ સામે નોંધાઈ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પોલીસ તંત્ર અને અન્ય આનુષંગિક સેવાઓ સાથે જોડાયેલા ગૃહ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ભ્રષ્ટાચારના મામલે સૌથી વધુ પાવરધા સાબિત થયા છે.

લાંચ લેવામાં આ વિભાગો પાવરધા
ગુજરાતમાં લાંચ લેવામાં ગૃહ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ મુખ્યત્વે મોખરે રહ્યા છે.

ત્રણ વર્ષના આંકડાઓની વિગતો:

વર્ષ (જૂનથી મે)         અધિકારી/કર્મચારી સામે ફરિયાદ                    નોંધાયેલ ફરિયાદો

૨૦૨૨-૨૩                                 ૨૦૨                                                     ૧૮૧ 
૨૦૨૩-૨૪                                ૨૨૬                                                      ૨૦૨
૨૦૨૪-૨૫                                ૨૨૫                                                     ૨૦૦
કુલ (ત્રણ વર્ષ)                          ૬૫૩                                                     ૫૮૩

વિભાગવાર સ્થિતિ (વર્ષ ૨૦૨૨-૨૩ના ઉદાહરણ સાથે)
વર્ષ ૨૦૨૨-૨૩ના આંકડા પર નજર કરીએ તો, ગૃહ વિભાગ ના ૯૧ અધિકારીઓ સામે ૭૪ ફરિયાદ થઈ હતી. એ પછી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ માં ૨૪ અધિકારી સામે ૨૪ ફરિયાદ અને મહેસૂલ વિભાગ માં ૧૭ ફરિયાદ નોંધાઈ હતી. શિક્ષણ, શહેરી વિકાસ અને આરોગ્ય જેવા વિભાગોમાં પણ ફરિયાદો નોંધાઈ છે. આ જ ટ્રેન્ડ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫માં પણ જળવાઈ રહ્યો છે, જેમાં ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણના અધિકારીઓ-કર્મચારીઓ લાંચ લેવામાં ટોચ પર રહ્યા છે.

વર્ગ-૩ના કર્મચારીઓ સામે સૌથી વધુ ફરિયાદો

ભ્રષ્ટાચારની ફરિયાદોમાં સૌથી વધુ સંખ્યા વર્ગ-૩ના કર્મચારીઓ સામે નોંધાઈ છે. છેલ્લા વર્ષ (૨૦૨૪-૨૫)ના આંકડા મુજબ:

  • વર્ગ-૧ ના ૧૩ અધિકારીઓ સામે ૧૩ ફરિયાદ.
  • વર્ગ-૨ ના ૩૭ અધિકારીઓ સામે ૩૯ ફરિયાદ.
  • વર્ગ-૩ ના ૧૭૨ અધિકારી-કર્મચારીઓ સામે ૧૪૮ ફરિયાદ.
  • વર્ગ-૪ ના ૩ કર્મચારીઓ સામે ૩ ફરિયાદ.

આ આંકડા દર્શાવે છે કે, સૌથી વધુ સંખ્યામાં વર્ગ-૩ના કર્મચારીઓ લાંચ લેવાના મામલે સપડાયા છે, જોકે વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ પણ આ દૂષણમાંથી બાકાત નથી.

સરકારની કાર્યવાહી
રાજ્યના ગૃહ વિભાગના જણાવ્યા મુજબ, પકડાયેલા તમામ આરોપીઓ સામે સમયસર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ આરોપીઓ વિરુદ્ધ ખાતાકીય પગલાં ભરવા માટે જે તે વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે. સરકાર ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાનો દાવો કરી રહી છે, પરંતુ સતત વધી રહેલી ફરિયાદો એ વાતનો પુરાવો છે કે સરકારી તંત્રમાંથી ભ્રષ્ટાચારનું દૂષણ દૂર કરવા માટે હજી પણ વધુ કડક અને અસરકારક પગલાં લેવાની તાતી જરૂર છે, જેથી સામાન્ય માણસનો સરકારી કામોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news