અન્ય રાજ્યો જ્યારે લોકડાઉન તરફ વળ્યાં ત્યારે ગુજરાતે લોકડાઉન વગર કોરોના પર કાબુ મેળવ્યો

ગુજરાતમાં હાલની કોરોનાની પરિસ્થિતી અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંજ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, કોરોનાના બીજા વેવમાં બેડ હોય કે ઓક્સિજનની વ્યવવસ્થા સરકાર દ્વારા તમામ જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવવામાં આવી છે. ગુજરાતમાં આજે રિકવરી રેટ ખુબ જ સારો છે. 
અન્ય રાજ્યો જ્યારે લોકડાઉન તરફ વળ્યાં ત્યારે ગુજરાતે લોકડાઉન વગર કોરોના પર કાબુ મેળવ્યો

ગાંધીનગર : ગુજરાતમાં હાલની કોરોનાની પરિસ્થિતી અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંજ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, કોરોનાના બીજા વેવમાં બેડ હોય કે ઓક્સિજનની વ્યવવસ્થા સરકાર દ્વારા તમામ જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવવામાં આવી છે. ગુજરાતમાં આજે રિકવરી રેટ ખુબ જ સારો છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્ર રાજ્યમાં મારુ ગુજરાત કોરોનામુક્ત ગુજરાત બને તે માટે 18000 ગામડાઓમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા પ્રભારી મંત્રી અને પદાધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. ગુજરાતની 50 ટકા જેટલી વસ્તી શહેરોમાં વસે છે. ગુજરાતનાં 8 મહાનગર અને બિજા નગરપાલિકાઓને પણ આપણે વોર્ડ કોરોના મુક્ત બને તે માટે રવિવારથી જુદા જુદા મહાનગરોમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. 

અમદાવાદમાં મહેસુલમંત્રી કૌશિક પટેલ બીજા મંત્રી તરીકે હું પોતે હાજર રહેવાનો છું. સુરતમાં કુમાર કાનાણી અને ગણપત વસાવા, વડોદરામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને યોગેશ પટેલને જવાબદારી સોંપાઇ છે. ભાવનગરમાં સૌરભ પટેલ અને વિભાવરી દવેને જવાબદારી સોંપાઇ છે. ગાંધીનગરમાં દિલીપ ઠાકોર અને કુંવરજી બાવળીયાને જવાબદારી સોંપવામાં આવી છે. જૂનાગઢમાં જવાહર ચાવડા હાજર રહેશે. 

મંત્રીઓી જુદા જુદા મહાનગરની જવાબદારી સોંપી છે. જે મંત્રીઓને જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે ત્યાં સ્થાનિક નગરપાલિકાઓની મુલાકાત લેશે. મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ હેઠળ મુખ્યમંત્રી દ્વારા એક્શન પ્લાન બનાવાયો છે. નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. 

પહેલામાં પહેલું કામ સેનિટાઇઝરના માધ્યમથી સ્વચ્છ બને યાદી અંતર્ગત જે કામ કરશે. ધન્વતરિ રથ અને સંજીવની રથના માધ્યમથી સારવાર સધન બનાવાશે. કોવિડ આ અંગે વધારે જનજાગૃતિ આવે ત્યાંના ચૂંટાયેલા સ્થાનિક પદાધિકારીઓ મ્યુનિસિપલ કોર્પોરેટરો સાથે સંકલન કરીને આોજનબદ્ધ કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવશે. 

આગામી દિવસોમાં  વરસાદ શરૂ થવાનું છે ત્યારે પ્રિમોન્સુન એક્શન પ્લાન બનાવવામાં આવે છે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં તેનું જે અમલીકરણ કર્યું છે તેનું યોગ્ય રીતે કરવામાં આવી છે કે નહી તે પણ ચકાસણી થશે. કોરોના સિવાય પણ અન્ય કોઇ બીમારીઓ ન થાય તે માટે પગલા લેવાશે. આંતરિક વોર્ડમાં સ્પર્ધા કરવામાં આવશે. 

કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રાલયની માર્ગદર્શક સુચનાઓ અનુસાર આંશિક લોકડાઉન કરવામાં આવ્યું છે. પોઝિટિવીટી રેટ આપણે કંટ્રોલ કર્યા છે. અન્ય રાજ્યો લોકડાઉન તરફ ગયા પણ આપણે જનજાગૃતિ અને વહીવટી પ્રક્રિયાના કારણે પોઝિટિવીટી રેટ ઘટાડવામાં સફળ રહ્યા છીએ. અન્ય રાજ્યો જ્યારે લોકડાઉન તરફ વળી રહ્યા છે ત્યારે આપણે લોકડાઉન વગર જ કોરોનાને મ્હાત કરવામાં સફળતા મેળવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news