Sokhada Haridham મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે? આ નામ છે ચર્ચામાં

ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે. 

Sokhada Haridham મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે? આ નામ છે ચર્ચામાં

રવિ અગ્રવાલ, અમદાવાદ: હરિધામ સોખડા (Haridham Sokhada) ના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશ-વિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભક્તો સોખડા (Sokhada) ખાતેના મંદિર પહોંચી દર્શનનો લાભ લીધો હતો. હવે આવતી કાલે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. ત્યારે હવે સોખડા હરિધામ મંદિર (Haridham Sokhada) ના નવા ગાદીપતિ કોણ બનશે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. 

સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપ દાસ સ્વામી (Prem Swarup Das Swami) નું નામ અગ્રેસર છે. ત્યાગ વલ્લભ સ્વામી (Tyagvallabh Swami) નું નામ પણ ચર્ચામાં છે. હરિપ્રસાદ સ્વામીજી ઉત્તરાધિકારીનું નામ સૂચવીને ગયા હોવાની માહિતી છે.

ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી (Narendra Modi) એ હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે શોક સંદેશમાં સ્વામીજીને સેવા, ભક્તિ અને સમર્પણના જીવંત ઉદાહરણ ગણાવ્યા છે. સાથે જ કહ્યું કે, ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવા દ્વારા દેશ વિદેશના લાખો અનુયાયીઓના જીવનમા પરિવર્તન લાવવા સેતુ રૂપ બન્યા છે. વિચાર દર્શનનુ પ્રતિક એવુ સોખડા હરિધામ (sokhda temple) પ્રેરણા તીર્થધામ બન્યું છે. સ્વામીજીના પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળ્યો છે. તો પ્રધાનમંત્રીએ હરિપ્રસાદ સ્વામી મહારાજની આત્માને શાન્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news