કોણ છે શેરસિંહ રાણા, જેનું સુરતમાં 25 લક્ઝુરિસ કારના કાફલા સાથે ભવ્ય સ્વાગત કરાયું!
Shersingh Rana In Surat : ફૂલનદેવી હત્યાકેસના આરોપી શેર સિંહ રાણાની ફિલ્મી સ્ટાઇલમાં રેલી, સુરતમાં 25 જેટલી બ્લેક કલરની લકઝરી કારના કાફલા સાથે સ્વાગત કરાયું, પોલીસ તપાસ શરૂ
Trending Photos
)
Surat News : સુરતમાં કાયદો વ્યવસ્થાના ફરી એકવાર ધજાગરા ઉડતા જોવા મળ્યા. 25થી વધુ કાળા કલરની કારનો કાફલો કાઢવામાં આવ્યો હતો. વિવાદોમાં રહેતા શેરસિંહ રાણા માટે લાંબી રેલી કાઢવામાં આવી હતી. સુરતની મુલાકાતે આવેલા શેરસિંહ રાણાના સમર્થકોએ કાળા કલરની કારની રેલી નીકળી હતી. પરવાનગી વિના રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાઈ હતી.
કોણ છે શેરસિંહ રાણા
શેરસિંહ રાણાનું નામ ફુલન દેવીની હત્યાકાંડમાં સામેલ છે. જેના આરોપમાં તિહાર જેલમાં પણ શેરસિંહ રાણા રહી ચૂક્યો છે. શેરસિંહ રાણા રાષ્ટ્રીય જન લોક પાર્ટીના સંયોજક છે.
સુરતમાં ફરી એકવાર કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડેલા જોવા મળ્યા હતા. સુરતમાં કારની રેલી કાઢીને રીલ વાયરલ કરવાના કિસ્સા સતત બની રહ્યાં છે. ત્યાર આ વખતે પાંચ કે 10 નહી લગભગ 25 થી વધુ કાળા રંગની કારોની રેલી કાઢવામાં આવી હતી. આ કાળા કલરના કારોની રેલી કોઈ અન્ય વ્યક્તિ માટે નહીં, પરંતુ હંમેશાથી વિવાદોમાં રહેનાર શેરસિંહ રાણા માટે સુરતમાં કાઢવામાં આવી હતી.
શેરસિંહ રાણા સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતું એરપોર્ટ પર તેમના સ્વાગત માટે 25 થી વધુ કાલા કલરની કાર લઈને તેમના સમર્થકો પહોંચી ગયા હતા. વગર કોઈ પરવાનગી કારની રેલી કાઢવામાં આવી અને ત્યારબાદ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તમામ કારો કાળા રંગની હતી. તમામ લક્ઝુરિયસ કાર હતી. અને આ રીલ પોતે ગુજરાત કરણી સેના યુવા કાર્યકારી દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવી છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે દિવસ દરમિયાન પણ આ કાફલો કાઢવામાં આવ્યો હતો અને રાત્રે પણ વીડિયો બનાવવામાં આવ્યો છે. જોકે હાલ આ સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
શેર સિંહ રાણા અને ફુલન દેવી
શેર સિંહ રાણા પર 25 જુલાઈ, 2001 ના રોજ પોતાના ઘરની બહાર હથિયારો સોંપીને સંસદ સભ્ય બનેલા ફૂલન દેવીની હત્યા કરવાનો આરોપ હતો. રાણાનો દાવો છે કે તેમણે 1981 ના બેહમાઈ હત્યાકાંડનો બદલો લીધો હતો, જેમાં ફૂલન દેવીએ 22 ઠાકુરોની હત્યા કરી હતી. ફૂલન દેવીની હત્યાના બે દિવસ પછી, રાણાએ ઉત્તરાખંડના દેહરાદૂનમાં આત્મસમર્પણ કર્યું. દેહરાદૂનથી, તેમને દિલ્હી લાવવામાં આવ્યા અને દેશની સૌથી સુરક્ષિત જેલ ગણાતી તિહાર જેલમાં રાખવામાં આવ્યો. તે 17 ફેબ્રુઆરી, 2004 ના રોજ ત્યાંથી ભાગી ગયો. તે કોઈક રીતે અફઘાનિસ્તાન પહોંચ્યો, જ્યાંથી તેઓ રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણની રાખ સાથે ભારત પરત ફર્યો. 17 મે, 2006 ના રોજ કોલકાતામાં તેની ધરપકડ કરવામાં આવી.
પૃથ્વીરાજ ચૌહાણ મંદિર ક્યાં બનાવવામાં આવ્યું છે?
શેર સિંહ રાણાને 2014 માં ફૂલન દેવીની હત્યા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેણે સજા સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે તેને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા. કોર્ટે દર વર્ષે જૂન અને ડિસેમ્બરના બીજા શનિવારે ઉત્તરાખંડના રૂરકીના પોલીસ અધિક્ષક સમક્ષ હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. તેને ફૂલન દેવીના પરિવાર અને સાક્ષીઓથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી હતી.
જામીન પર મુક્ત થયા પછી, રાણાએ ગાઝિયાબાદના પિલખુઆમાં પૃથ્વીરાજ ચૌહાણનું મંદિર સ્થાપ્યું. તેનો દાવો છે કે પૃથ્વીરાજ ચૌહાણની રાખ આ મંદિરમાં રાખવામાં આવી છે. વધુમાં, શેરસિંહ રાણાએ રાષ્ટ્રીય જનલોક પાર્ટી નામની એક પાર્ટીની સ્થાપના કરી. 2012 માં, તેમણે ઉત્તર પ્રદેશના જેવરથી સુરેશ રાણા સામે ચૂંટણી લડી. જોકે, તેઓ આ રાણા-વિરુદ્ધ-રાણા સ્પર્ધા હાર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














