ગુજરાતના નવા DGP કોણ બનશે? વિકાસ સહાયને એક્સટેન્શન ન મળ્યું તો કયા માનીતા IPS ને તક મળશે?
Who Will Become Gujarat New DGP : પોલીસ બેડામાં ગુજરાતના નવા DGP પર ચર્ચાનો ધમધમાટ શરૂ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક સિવાય અન્ય બે નામ ચર્ચામાં
Trending Photos
)
Gujarat Police : રાજ્યના DGP વિકાસ સહાયને મળેલું 6 મહિનાનું એક્સટેન્શન આ માસના અંતે પૂર્ણ થવાનું છે. ત્યારે હવે ગુજરાતમાં નવા ડીજીપીની જાહેરાત થાય તેના પર સૌની નજર છે. ગૃહ વિભાગમાં ડીજીપી એટલે સૌથી ઉંચો હોદ્દો. ત્યારે હાલ વિકાસ સહાયને એક્સટેન્શન આપશે કે પછી સરકાર નવા ડીજીપી લાવે તે અંગે પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો વિકાસ સહાયને એક્સટેન્શન ન અપાય તો પછી કોણ નવા ડીજીપી બનશે.
નવા ડીજીપીની નિમણૂંક એટલે ગૃહ વિભાગનો મામલો એટલે અમિત શાહ અને નરેન્દ્ર મોદી નક્કી કરે એ જ ફાઈનલ થાય. રાજ્યને નવા ડીજીપીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિકાસ સહાયને આપવામાં આવેલું 6 મહિનાનું એક્સ્ટેશન ડિસેમ્બર માસના અંતે પૂર્ણ થશે. આવામાં વિકાસ સહાયને વધુ 3 મહિનાનું વધુ એક્સ્ટેન્શન મળે તેવી ચર્ચા શરૂ થઈ છે.
નિવૃત્તિના ગણતરીના કલાકો પહેલા વિકાસ સહાયને અપાયું હતું એક્સટેન્શન
6 મહિના પહેલા વિકાસ સહાયની વિદાય લગભગ પાક્કી હતી. કોઈને ખબર ન હતી કે, તેમને એક્સટેન્શન મળશે કે નહિ મળે. ગાંધીનગરમાં નવા ડીજીપી અંગે વાતો વહેતી થઈ હતી. છ મહિના પહેલા રાજ્યના પોલીસવડા વિકાસ સહાયની વિદાય નિશ્ચિત છે તેવું કહેવાતું હતું. પરંતુ અંતે ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં ડીજીપી વિકાસ સહાયના વિદાય સમારોહની ગાંધીનગરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગયાની ખબર આવી હતી. તેના બાદ એક્સટેન્શનની જાહેરાત કરાઈ હતી. આમ, વિકાસ સહાય 31 ડિસેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે.
અને જો વિકાસ સહાયના બદલે બીજા કોઈને ડીજીપી બનાવાય તો એ કોણ હશે તે સંભવિત નામો પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિકાસ સહાય સિવાય 3 IPSના નામ નવા DGP માટે ચર્ચામાં આગળ છે. આ કોણ કોણ છે તે જોઈએ
- IPS ડો. કે. એલ. એન. રાવ
- અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક
- IPS શમશેર સિંઘ (જોકે શમશેર સિંઘ માર્ચ 2026 વય નિવૃત્ત થઈ રહ્યાં છે) શમશેર સિંઘ હાલ બીએસએફ માં ડેપ્યુટેશન પર છે
રાજાને ગમે એ રાણી
પસંદગીની વાત આવે તો એવુ પણ છે કે, રાજાને ગમે એ રાણી. પ્રબળ દાવેદાર હોય તો પણ એ સરકારને ગમવા જોઈએ. સરકારની ગુડબુકમાં ન હોય તેવા માટે થોડું અઘરું બની જાય. અને જો ગમવાની વાત આવે તો પછી કોણ સરકારના ફેવરિટ છે. સરકાર સાથે ખુબ નિકટતા ધરાવતા નામ બ્યુરોક્રેટ્સમાં વધુ ચર્ચાતા હોય છે. તેથી કોનો ચાન્સ લાગે તે કહેવાય નહિ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














