ગુજરાતી ન્યૂઝGujaratપ્રેમિકાની મદદથી વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો, 1 કરોડની માંગી હતી ખંડણી, બે આરોપી ઝડપાયા

પ્રેમિકાની મદદથી વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો, 1 કરોડની માંગી હતી ખંડણી, બે આરોપી ઝડપાયા

અમદાવાદમાં ફળના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર બે આરોપીઓ ઝડપાયા છે. પૈસા પડાવવાની લાલચે એક યુવતીનો ઉપયોગ કરી વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. 

 પ્રેમિકાની મદદથી વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો, 1 કરોડની માંગી હતી ખંડણી, બે આરોપી ઝડપાયા

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી 1.20 લાખની લૂંટ ચલાવનાર બે આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની પ્રેમિકાની મદદથી ફ્રૂટના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગી હતી. ઝડપાયેલા બંને આરોપીઓ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. હવે ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપમાં વોન્ટેડ મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના નામ આસિફ દેસાઈ ઉર્ફે દાણીયો અને અલ્પેશ ઉર્ફે મુકેશ ડાભી છે. અપહરણ, ખંડણી અને લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.. અમદાવાદના વસ્ત્રાપુરમાં 26 ફેબ્રુઆરીના રોજ સરખેજના ફ્રુટના વેપારી વસીમભાઈ મોઘલને નોકરીના બહાને એક મહિલાએ સંપર્ક કરીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ મિત્રતા કરીને ઘરે મૂકવા જવાના બહાને વેપારીની ગાડીમાં લિફ્ટ લીધી અને અવાવરું સ્થળે ઉલટીના બહાને કાર રોકવાનું કહીને પોતાના સાગરીતો સાથે વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વેપારીને મારમારીને ગાંધીનગરના ક્રાઇમ બ્રાન્ચના નામે રૂ 1 કરોડની ખંડણી માંગી હતી. વેપારી પાસેથી 12 હજાર રોકડ, 600 દુબઇ કરન્સી, ઘડિયાળ, અને મોબાઈલ સહિત 1.20 લાખની લૂંટ ચલાવી હતી . જે મામલે 10 માર્ચના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી . આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ...

Add Zee News as a Preferred Source

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે હનીટ્રેપમાં પકડાયેલા બંને આરોપી ઓના એક મિત્ર અબુ હનીટ્રેપ અને અપહરણનો માસ્ટર માઈન્ડ છે.. જે સરખેજનો રહેવાસી છે આ આરોપીએ ફ્રુટના વેપારી પાસે ખૂબ જ પૈસા છે. જેથી વેપારીને હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં પોતાના બે મિત્રો આસીફ દાણીયા અને અલ્પેશ ડાભી, અને સમીર ઉર્ફે ડીજેને મળીને હનીટ્રેપ માટે પ્લાન ઘડ્યો હતો. 

સમીરે તેની ગર્લફ્રેન્ડ કિટ્ટુને આ પ્લાનમાં સામેલ કરી તેનું નામ કાયનાત સૈયદ રાખ્યું હતું.. આ મહિલા ને વેપારીને ફોન કરી નોકરીની માંગણી કરવાની અને મીઠી વાતો કરી તેને હનીટ્રેપમાં ફસાવવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. યુવતી એ નોકરીના બહાને વેપારીનો સંપર્ક કર્યો. તેને મિત્રતા કરીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને ત્યાર બાદ અન્ય આરોપીઓને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ બનીને આવીને વેપારીને ધમકી આપીને ખંડણી માંગીને લૂંટ કરી હતી. મહત્વનું છે કે પકડાયેલ બંને આરોપીઓમાં આસિફ વિરુદ્ધ 9 અને અલ્પેશ વિરુદ્ધ 11 ગુના નોંધાઈ ચુક્યા છે..

આ ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ, અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં માસ્ટર માઈન્ડ અબુ, સમીર ઉર્ફે ડી જે અને તેની પ્રેમિકા કિટ્ટુ વોન્ટેડ છે..જેથી પોલીસ જુદી જુદી ટીમો બનાવી ને આરોપીની શોધખોળ શરૂ કરી છે..જ્યારે પકડાયેલા આરોપી ઓને વસ્ત્રાપુર પોલીસ ને સોંપ્યો છે.. આ ગેંગ દ્વારા અન્ય કોઈ વ્યક્તિ ને હનીટ્રેપમાં ફસાવીને લૂંટ કે ખંડણી માંગી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news