સ્માર્ટ સીટી અમદાવાદ: ચોમાસુ શરૂ થતાની સાથે જ શહેરમાં પાણીજન્ય રોગો વધ્યા

અમદાવાદ શહેરમાં ચોમાસું શરૂ થતાની સાથે પાણીજન્ય રોગચાળો પણ ચિંતાજનક રીતે વકરતો જાય છે. પ્રદૂષિત પાણીની સમસ્યાના કારણે છેલ્લા જુલાઇ મહીનાની શરૂઆતમાં જ ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે. 

સ્માર્ટ સીટી અમદાવાદ: ચોમાસુ શરૂ થતાની સાથે જ શહેરમાં પાણીજન્ય રોગો વધ્યા

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોમાસું શરૂ થતાની સાથે પાણીજન્ય રોગચાળો પણ ચિંતાજનક રીતે વકરતો જાય છે. પ્રદૂષિત પાણીની સમસ્યાના કારણે છેલ્લા જુલાઇ મહીનાની શરૂઆતમાં જ ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે. 

જુલાઇ મહીનાના પ્રથમ સપ્તહામાં જ શહેરમાં ઝાડા-ઉલ્ટીના 203 કેસ, કમળાના 68 અને ટાઈફોઈડના 153 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં સાદા મેલેરિયાના 64, ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા છે. તો ડેન્ગ્યુના પણ 4 કેસ નોંધાયા છે. જમાલપુર, પાલડી, અસારવા, વિરાટનગર, દાણીલીમડા, દૂધેશ્વર, શાહપુર, જમાલપુર, ગોમતીપુર, ઈન્ડિયા કોલોની, સૈજપુર, સરસપુર-રખિયાલ, વટવા, લાંભા, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, રામોલ-હાથીજણ, ચાંદખેડા સહિતના વોર્ડના વિસ્તારોમાં એએમસી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં કલોરીનનું પ્રમાણ તદ્દન નીલ આવ્યું હતું.

એટલુ ચોક્કસ છેકે સ્વચ્છ ભારત અને સ્માર્ટ સિટીના નામે એએમસી દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ એએમસીના ઇજનેર વિભાગની નક્કર કામગીરીના અભાવે અને ઠેરઠેર ખોદાયેલા ખાડાના કારણે પાણીજન્ય રોગચાળો નાથવામાં સફળતા મળતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news