હિટ એન્ડ રનઃ મહિલા કાર ચાલકે બાઇકને મારી ટક્કર, એક યુવકનું મોત, એકને ગંભીર ઈજા

અમદાવાદમાં સતત વધી રહેલા અકસ્માતોએ પોલીસની ચિંતા વધારી છે. મંગળવારે મોડી રાત્રે પણ શહેરમાં હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક યુવકનું મોત થયું છે.

હિટ એન્ડ રનઃ મહિલા કાર ચાલકે બાઇકને મારી ટક્કર, એક યુવકનું મોત, એકને ગંભીર ઈજા

અમદાવાદઃ અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. બેફામ ડ્રાઇવિંગ કરતા લોકો બીજા માટે ખતરો ઉભો કરી રહ્યાં છે. શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદના નારણપુરાના અંજલી ક્રોસ રોડ પર એક મહિલા કાર ચાલકે બાઇક સવાર બે યુવકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્યને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત સર્જી મહિલા કાર ચાલક ફરાર થઈ ગઈ હતી.

અંજલી ક્રોસ રોડ પર અકસ્માત
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અંજલી ક્રોસ રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. એક મહિલાએ ક્રેટા કાર સાથે બાઇક સવાર બે યુવકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક યુવકનું મોત થયું જ્યારે બીજાને ઈજા પહોંચી છે. પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલી મહિલા અકસ્માત સર્જી ફરાર થઈ ગઈ હતી.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને સારવેર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ મહિલા કાર છોડી ફરાર થઈ ગઈ હતી. અકસ્માત બાદ કાર ઝાડમાં અથડાઈ હતી. બાઇકમાં સવાર બંને યુવકો ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news