વલસાડમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 20 દિવસમાં જ ઓવરબ્રિજ તૈયાર કરાયો, વિશ્વ આશ્ચર્ય ચકિત

દેશમાં પહેલીવાર ફક્ત 20 દિવસનાં સમયમાં જ કોઇ ઓવરબ્રીજ પુર્ણ કરવાની રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી છે. આ રેકોર્ડ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં સ્થપાયો છે. રોડ ઓવરબ્રિજનું 75 ટકા કામગીરી પુર્ણ થઇ ચુકી છે. આ સાથે જ 22 જુન સુધીમાં તે સંપુર્ણ તૈયાર થઇ જશે તેવી પણ આશા વ્યક્ત કરાઇ છે. આ બ્રિજની આશરે કિંમત4.5 કરોડ રૂપિયા ધારવામાં આવી છે. 
વલસાડમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 20 દિવસમાં જ ઓવરબ્રિજ તૈયાર કરાયો, વિશ્વ આશ્ચર્ય ચકિત

વલસાડ : દેશમાં પહેલીવાર ફક્ત 20 દિવસનાં સમયમાં જ કોઇ ઓવરબ્રીજ પુર્ણ કરવાની રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી છે. આ રેકોર્ડ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં સ્થપાયો છે. રોડ ઓવરબ્રિજનું 75 ટકા કામગીરી પુર્ણ થઇ ચુકી છે. આ સાથે જ 22 જુન સુધીમાં તે સંપુર્ણ તૈયાર થઇ જશે તેવી પણ આશા વ્યક્ત કરાઇ છે. આ બ્રિજની આશરે કિંમત4.5 કરોડ રૂપિયા ધારવામાં આવી છે. 

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરનાં ચીફ જનરલ મેનેજરનાં અનુસાર, એક અઠવાડીયામાં આશરે 75 ટકા બ્રિજની કામગીરી પુર્ણ કરી દેવાઇ છે. આ ઓવરબ્રીજનું નિર્માણ 2 જુનનાં રોજ શરૂ થયું હતું. અમને વિશ્વાસ છે કે, બાકીનું બાંધકામ પણ 20 દિવસમાં પુર્ણ કરી દેવામાં આવશે. સરકારે અમને માત્ર 20 દિવસ ટ્રાફિક બ્લોક કરવાની મંજુરી આપી હતી. જેથી આ કામ અમે રેકોર્ડ બ્રેક સ્પીડે પુર્ણ કર્યું છે. 

આ પ્રકારના બાંધકામને પુર્ણ કરવામાં સામાન્ય રીતે 100 દિવસ (3 મહિના કરતા વધારે સમય) લાગે છે. જો કે તેનું કામ નોન સ્ટોપ થાય તો આટલા દિવસમાં પુર્ણ થાય. જો કે આ બ્રિજ વલસાડ પૂર્વને પશ્ચિમ સાથે જોડે છે. તેવામાં આટલા દિવસો સુધી ટ્રાફીક બ્લોક કરવો શક્ય નહી હોવાથી. અમે આ રેકોર્ડ સમયમાં કામગીરી પુર્ણ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news