ધોળકામાં દલિત યુવાને નામ પાછળ સિંહ લગાવતાં તંગદિલી, યુવકના ઘરે ગોઠવાયો બંદોબસ્ત

અમદાવાદ જિલ્લાના ધોળકા ગામે મોડી રાત્રે બે જૂથ સામ સામે આવી જતા તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો.જોકે પોલીસે મોટી સંખ્યામાં બંધોબસ્ત માહોલને શાંત પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે દલિત યુવક દ્વારા ફેસબુક પર પોતાના નામ પાછળ સિંહ લગાવતા કેટલાક શખ્સો મૌલિક જાદવને ધમકી આપી મારામારી કરી હતી.

ધોળકામાં દલિત યુવાને નામ પાછળ સિંહ લગાવતાં તંગદિલી, યુવકના ઘરે ગોઠવાયો બંદોબસ્ત

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા ગામે મોડી રાત્રે બે જૂથ સામ સામે આવી જતા તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો.જોકે પોલીસે મોટી સંખ્યામાં બંધોબસ્ત માહોલને શાંત પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે દલિત યુવક દ્વારા ફેસબુક પર પોતાના નામ પાછળ સિંહ લગાવતા કેટલાક શખ્સો મૌલિક જાદવને ધમકી આપી મારામારી કરી હતી. બીજી તરફ મોટું એક ટોળું દરબાર યુવકના ઘરમાં પણ તોડફોડ કરી હોબાળો મચાવ્યો હતો. હાલ તો પોલીસે બન્ને પક્ષોને સાંભળી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દલિત યુવક દ્વારા સોશિયલ મીડિયામાં પોતાની નામ પાછળ સિંહ લખવાના વિવાદ મામલે ફરિયાદ નોંધવવા માટે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકઠા થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સિંહ લગાવવા મુદ્દે થયેલા વિવાદનો વિરોધ કરવા ધોળકાના મૌલિક જાદવ નામના યુવાને ફેસબુક પર પોતાના નામ પાછળ સિંહ લગાવ્યું બાદમાં અનેક ધમકી મળી અને કેટલાક તત્વોએ ઘરમાં જઈ હલ્લો મચાવી દીધો.

તો આ તરફ કેટલાક તત્વોએ મોડી રાત્રે એકઠા થઇ દેવતિર્થ સોસાયટીમાં ઘુસી જઇ એક મકાનમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે છેલ્લા એકાદ માસ થી ચાલી આવતી તકરાર એ મંગળવારે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. જેને પગલે ધોળકા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. એટલું જ નહીં પણ દલિત સમાજના આગેવાનો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

સમગ્ર મામલે પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. તો દલિત યુવક પર કરાયેલા હુમલાને પગલે આરોપીઓને તાત્કાલિક પકડી લઈ યોગ્ય સજા કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે હાલ પોલીસે આ સમગ્ર કેસમાં સંડોવાયેલા તમામ આરોપીને ઝડપી લેવા અલગ અલગ ટિમો બનાવી શોધખોળ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news