સુરતમાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો, ઘરે ફોન કરીને કહ્યું હું નહી આવું

શહેરના વરિયાવ ગોકુળ ફાર્મ નજીકનાં ઝાડ પર દોરડુ બાંધી સારોલીના યુવાને ગળેફાંસો કાઇને જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરનાર યુવક કેતન પટેલ ગત્ત રોજ ઓફિસથી પત્નીને ફોન કરીને કહ્યું હતું કે, હું ઘરે આવવાનો નથી, આપઘાત કરી લેવાનો છું. ગત્ત બપોરથી પરિવાર કેતનને શોધી રહ્યો હતો. સુરત શહેરના સારોલી વિસ્તારમાં કેતન કનુભાઇ પટેલ પરિવાર સાથે રહેતો હતો. ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. પરિવારમાં પિતા ખેડૂત અને સંતાનમાં એક 3 વર્ષનો દીકરો છે. 

Updated By: Jan 24, 2021, 11:19 PM IST
સુરતમાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો, ઘરે ફોન કરીને કહ્યું હું નહી આવું

સુરત : શહેરના વરિયાવ ગોકુળ ફાર્મ નજીકનાં ઝાડ પર દોરડુ બાંધી સારોલીના યુવાને ગળેફાંસો કાઇને જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરનાર યુવક કેતન પટેલ ગત્ત રોજ ઓફિસથી પત્નીને ફોન કરીને કહ્યું હતું કે, હું ઘરે આવવાનો નથી, આપઘાત કરી લેવાનો છું. ગત્ત બપોરથી પરિવાર કેતનને શોધી રહ્યો હતો. સુરત શહેરના સારોલી વિસ્તારમાં કેતન કનુભાઇ પટેલ પરિવાર સાથે રહેતો હતો. ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. પરિવારમાં પિતા ખેડૂત અને સંતાનમાં એક 3 વર્ષનો દીકરો છે. 

દેવભૂમિ દ્વારકામાં નકલી લાયસન્સ કાઢવાનું મોટું કૌભાંડ ઝડપાયું, બારોબાર ચાલતું કૌભાંડ

ગત્ત રોજ કેતન ઘરેથી નીકળ્યા બાદ ઇચ્છાપોર ઓફીસે જઇને પત્નીને ફોન પર કહ્યું કે, હું ઘરે નથી આવવાનો આપઘાત કરવા ઇચ્છું છું. જેને લઇને પરિવાર ગત્ત રોજ બપોરથી કેતનને શોધી રહ્યું હતું. આજે સવારે વરિયાવ ફાર્મના મજુરોને લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી જહાંગીરપુરા પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે જઇને ટેમ્પો પરથી કાગળ પરના સરનામે જાણ કરી હતી અને તેમનાં પરિવારને બોલાવ્યો હતો. ત્યાર બાદ પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

વડોદરામાં 3 લક્ઝુરિયસ કાર દારૂથી ખચોખચ ભરેલી મળી આવી, પોલીસ પણ ચોંકી ઉઠી

મૃતદેહ ગુમ કેતનનો હોવાથી તેની તત્કાલ ઓખળ થઇ ગયો હતો. કેતનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જો કે હાલ આપઘાત અંગેનું કારણ જાણી શકાયું નથી. હાલ પોલીસ દ્વારા કોલ ડિટેઇલ સહિતની માહિતી મેળવીને તપાસ ચાલુ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube