મહારાષ્ટ્રનાં યુવકે નશામાં ધૂત થઇને કાપી નાખ્યું પોતાનું પ્રાઇવેટ પાર્ટ

મહારાષ્ટ્રથી પહેલા વલસાડ અને ત્યાર બાદ સુરત ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

મહારાષ્ટ્રનાં યુવકે નશામાં ધૂત થઇને કાપી નાખ્યું પોતાનું પ્રાઇવેટ પાર્ટ

સુરત : મહારાષ્ટ્રનાં ચારોટી ટોલનાકા નજીક રહેતા 23 વર્ષીય યુવકે નશાની હાલતમાં પોતાનું જ ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. જેનાં કારણે તેને લોહીલુહાણ હાલતમાં નજીકની વલસાડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધારે સારવાર માટે તેને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રનાં ચારોટી ટોલનાકા નજીક રહેતો 23 વર્ષીય અને અસ્થિર મગજનો વિલાસ જેરામ વાવળે રવિવારે સાંજે ઘરે એકલો હતો. જેનાં કારણે તેણે પહેલા ચિક્કાર નશો કર્યો હતો. ત્યાર બાદ પોતાનુ જ ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. જેનાં કારણે લોહીલુહાણ થઇ ગયો હતો.

આ અંગે પાડોશીઓને જાણ થતા તેમણે તેનાં સગા અને પરિવારનાં લોકોને જાણ કરી હતી. ત્યાર બાદ તેને તાત્કાલીક સારવાર માટે નજીકની વલસાડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં વધારે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news