પ્રેમી યુગલના પ્રેમનો કરૂણ અંજામ, પશ્ચિમ બંગાળથી ભાગી ગુજરાત આવ્યા યુવકને મળ્યું મોત

પરપ્રાંતિય પ્રેમી યુગલના પ્રેમનો કરૂણ અંજામ ગુજરાતમાં આવ્યો. બિહારમાં રહેતો યુવક તેની પશ્ચિમ બંગાળમાં રહેતી પ્રેમિકાને ભગાડીને ગુજરાતમાં લઈ આવ્યો હતો. ત્યારે યુવકને એક ખાનગી કંપનીમાં નોકરી મળી જતા પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું

Updated By: Aug 5, 2021, 12:02 AM IST
પ્રેમી યુગલના પ્રેમનો કરૂણ અંજામ, પશ્ચિમ બંગાળથી ભાગી ગુજરાત આવ્યા યુવકને મળ્યું મોત

ઝી મીડિયા બ્યૂરો: પરપ્રાંતિય પ્રેમી યુગલના પ્રેમનો કરૂણ અંજામ ગુજરાતમાં આવ્યો. બિહારમાં રહેતો યુવક તેની પશ્ચિમ બંગાળમાં રહેતી પ્રેમિકાને ભગાડીને ગુજરાતમાં લઈ આવ્યો હતો. ત્યારે યુવકને એક ખાનગી કંપનીમાં નોકરી મળી જતા પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું. પરંતુ ધરમપુર ચોકડી પાસે રોડ ક્રોસ કરતા સમયે ટ્રકની અડફેટે યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે મહિલા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારમાં રહેતા મહમદ તંજિલ નામના યુવક સાથે પશ્ચિમ બંગાળમાં રહેતી પરિણીતા ભાગીને ગુજરાત આવી હતી. જો કે, આ પ્રેમી યુગલ પાંચ દિવસ પહેલા જ વાપી આવ્યું હતું. જ્યાં તેઓ છૂટક મજૂરી કરીને પોતાનું જીવન જીવી રહ્યા હતા. જો કે, મહિલાના 2 વર્ષ અગાઉ અન્ય એક યુવક સાથે લગ્ન થયા હતા.

આ પણ વાંચો:- અમદાવાદના મોટેરામાં સર્જાયો ટ્રિપલ અકસ્માત, કાર ચલાકની અડફેટે રીક્ષા ચાલકનું મોત

પરંતુ મહમદ તંજિલ અને પરિણીતા વચ્ચે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો જેના કારણે પરિણીતા સાસરે જતી નહતી. ત્યારે 10 જુલાઈના રોજ પશ્ચિમ બંગાળમાં રહેતા પોતાના પરિવારને જાણ કર્યા વગર પરિણીતા યુવક સાથે ભાગીને ગુજરાત આવી હતી. જ્યાં યુવકના એક મિત્રએ ખાનગી કંપનીની બાંધકામની સાઈટ ઉપર છૂટક મજૂરીના કામ માટે નોકરીએ રખાવ્યા હતા.

આ પણ વાંચો:- અમદાવાદીઓને મળશે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, 600 કરોડના ખર્ચે તૈયાર થશે સંકુલ

ત્યારે બે દિવસ પહેલા જ્યારે આ પ્રેમી યુગલ ધરમપુર ચોકડી પાસે રસ્તો ક્રોસ કરી રહ્યું હતું. તે દરમિયાન વાપીથી અમદાવાદ તરફ જતી ટ્રકે આ પ્રેમી યુગલને અડફેટે લેતા પ્રેમી યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેને 108 ની મદદથી સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. જો કે, આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube