આંદોલન અધવચ્ચે છોડનાર યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો

બિન સચિવાલય પરીક્ષામાંથી આગેવાન બનેલા અને શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય યુવરાજસિંહ જાડેજા શિક્ષિત બેરોજગારોના હિતમાં પોતાની લડત ચાલુ રાખશે. બે દિવસ પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા જાતિ વાતના નામે થઇ રહેલા રાજકારણથી આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો છે. 
આંદોલન અધવચ્ચે છોડનાર યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો

હિતલ પારેખ/ગાંધીનગર :બિન સચિવાલય પરીક્ષામાંથી આગેવાન બનેલા અને શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય યુવરાજસિંહ જાડેજા શિક્ષિત બેરોજગારોના હિતમાં પોતાની લડત ચાલુ રાખશે. બે દિવસ પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા જાતિ વાતના નામે થઇ રહેલા રાજકારણથી આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો છે. 

સરકારના જ કેટલાક આગેવાનો જાતિવાદનો મુદ્દો ઉછાળવા માંગે છે, જેના કારણે સમસ્યા ઉભી થઇ રહી છે. ઉત્તર ગુજરાતની લોબી રાજકારણ રમી રહી છે. વોટબેંકની રાજનીતિ ન થવી જોઈએ, પ્રશ્ન યુવાનોની રોજગારીનો છે, જાતિવાદનો નિમિત્ત બનાવ નથી માંગતો તેવું કહી યુવરાજસિંહ આંદોલનમાંથી ખસી ગયા હતા. યુવરાજસિંહ સમિતિમાંથી પણ ખસી ગયા હતા. તો બીજી તરફ, શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય દિનેશ બાંભણીયાએ યુવરાજસિંહ જાડેજાને પણ સમર્થન જાહેર કર્યું હતું. 

ઝી 24 કલાકની ખાસ વાતચીતમાં તેઓએ કહ્યું કે, અમારી માગ ભરતી પૂર્ણ કરવાની હતી, પરિણામ જાહેર કરવાની માંગ હતી. બેરોજગાર કે ગરીબની કોઈ જાતિ હોતી નથી. કેટલીક જાતિના કહેવાતા આગેવાનો રાજનીતિ રમી રહ્યા છે. યુવાનીની ભરતીના મુદ્દાને જાતિવાદનો રંગ ના આપવો જોઈએ. 1/8/18ના પરિપત્રના સમાધાનની વાત  હતી, રોજગારી માટે જાતિવાદ વચ્ચે ના લાવવું જોઈએ. કેટલાક લોકો 1/8/18ના જીઆરને લઈ રાજનીતિ કરી રહ્યા છે, જે યોગ્ય નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news