ઝી બ્યુરો, અમદાવાદ: બોટાદના બરવાળાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેમાં 35 થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. જ્યારે 80 થી વધુ લોકો સારવાર હેઠળ છે. ત્યારે કથિત લઠ્ઠાકાંડ મામલે ZEE 24 કલાકને EXCLUSIVE માહિતી આવી છે. કથિત લઠ્ઠાકાંડના દર્દીઓના બ્લડ સેમ્પલમાં ઇથાઈલ મળ્યું નથી પરંતુ મૃતકોએ મિથાઈલ કેમિકલ પીધું હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 કલાકને મળેલી EXCLUSIVE માહિતીમાં સામે આવ્યું છે કે, કથિત લઠ્ઠાકાંડમાં દર્દીઓના બ્લડ સેમ્પલમાં ઈથાઈલ મળ્યું નથી. મૃતકોએ મિથાઈલ કેમિકલ પીધું હોવાનું સામે આવ્યું છે. જો દર્દીઓએ દારૂ પીધો હોય તો તેમના બ્લડ સેમ્પલમાં ઈથાઈલ નીકળે, પરંતુ તમામ દર્દીઓના બ્લડ રિપોર્ટમાં ઈથાઈલની માત્રા ઝીરો ટકા મળી આવી છે. ત્યારે કથિત લઠ્ઠાકાંડમાં જે લોકો મૃત્યુ પામ્યા અને જે હોસ્પિટલમાં છે તેમના બ્લડ રિપોર્ટમાં મિથાઈલ કેમિકલ મળી આવ્યું છે. તેમણે મિથાઈલ કેમિકલ પીધુ હોવાનું સામે આવ્યું છે. તેનો મતલબ સાફ છે કે તમામને મિથાઈલ કેમિકલ પીવડાવવામાં આવ્યો છે. મિથાઈલ કેમિકલને પાણીમાં ઉમેરી પીવડવવામાં આવ્યો છે. બ્લડ રિપોર્ટમાં મિથાઈલની માત્રા મોટી સંખ્યામાં મળી આવી છે.


ગુજરાત હવે દારૂબંધીના નાટકમાંથી બહાર નીકળે, શંકરસિંહે ફરી ઉઠાવ્યો મુદ્દો


કથિત લઠ્ઠાકાંડ મામલે DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગઇકાલે બપોરે અમારી પાસે માહિતી આવી હતી કે, અમદાવાદના ધંધુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2-3 લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જેનાં આધારે પોલીસ અધિકારીઓને ત્યાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં વિગત મળી હતી કે, તેમણે કેમિકલ પીધો હોવાની જાણકારી મળી અને તેની અસર થઈ છે તેવી માહિતી મળી હતી. ત્યારબાદ તપાસ વધતા જાણવા મળ્યું કે, બોટાદના અનેક ગામોમાં આ રીતે લોકોએ કેમિકલ પીધુ છે. તેની અસર લોકોને થઈ રહી છે. બનાવને પર્દાફાશ કરાયો છે. 24 કલાકની અંદર ગુનો ડિટેક્ટ કરાયો છે. તમામ આરોપીએ રાઉન્ડઅપ કરીને એફઆઈઆર કરી છે. 460 લીટર મિથાઈલ આલ્કોહોલ કબજે કરાયુ છે. રિપોર્ટમાં 99 ટકા મિથાઈલ છે તે સ્પષ્ટ થયુ છે.



રોજીદમાં આજે ઘરે-ઘરે રોકકળ, પોલીસે આ શખ્સની વાત સાંભળી હોત તો કથિત લઠ્ઠાકાંડ સર્જાયો ન હોત


ક્યાંથી અને કોણે ચોરી કર્યું હતું કેમિકલ
કથિક લઠ્ઠાકાંડ મામલે DGP એ વધુમાં જમાવ્યું કે, જયેશ ઉર્ફે રાજુ અસ્લાલીની આમોઝ નામની કંપનીમાં કામ કરે છે. તે આ કંપનીમાં ગોડાઉનનો ઈન્ચાર્જ હતો. તે તેના પરિવાર સાથે અહીં જ રહે છે. આ કંપનીના ગોડાઉનમાં મિથાઈલ આલ્કોહોલના બેરલ મૂકાય છે. જયેશનો પિતરાઈ ભાઈ સંજય નગોઈનો રહેવાસી છે. બંનેએ મળીને કેમિકલ કાંડને અંજામ આપ્યો હતો. જયેશે 22 તારીખે 600 લીટર કેમિકલ ગોડાઉનમાંથી ચોરી કરીને સંજયને 40 હજારમાં વેચ્યુ હતું. તગડી ફાટક પાસે તેણે કેમિકલ સંજયને સપ્લાય કર્યુ હતું.


14 બુટલેગરોએ મળીને એવો દારૂ બનાવ્યો કે 31 જણા મોતને ભેટ્યા, 40 રૂપિયાની પોટલીમાં વેચ્યુ મોત


સંજયનો સગો ભાઈ વિનોદ પણ તેમાં સામેલ હતો. બંનેએ મળીને 600 લીટર કેમિકલ અલગ અલગ લોકોને સપ્લાય કર્યુ હતું. જેમાં પિન્ટુને 200 લીટર આપ્યુ હતું. તો 200 લીટર કેમિકલ નગોઈના બીજા શખ્સ અજિત દિલીપને આપ્યુ હતું અને 200 લીટર પોતે રાખ્યુ હતું. પીન્ટુએ આગળ 200 લીટર કેમિકલ રૈયા ગામના ભગવાન નારાયણ, વલ્લભ, જટુભા, ગજુબેન, વિપુલ વિનુને આપ્યુ હતું. આ રીતે 600 લીટર મિથાઈલ આલ્કોહોલનું ડિસ્ટ્રીબ્યુશન થયું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે, કેમિકલ ખરીદનાર વિપુલ વિનુ પણ તે પીને મૃત્યુ પામ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube