close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Zee News ગુજરાતીનો ચોંકાવનારો ખુલાસો, શિક્ષણના સોદાગરનો પર્દાફાશ

જી હા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં લેવાયીલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ હજુ આવવાનું બાકી છે પરંતુ શહેરની કેટલીક શાળાઓએ આ પરીણામ પહેલા પ્રવેશ આપી દીધો હોવાની વિગતો સામે આવી છે. આ વિગતોની પડતાલ માટે ઝી મિડીયાની ટીમ જ્યારે શહેરની અલગ અલગ શાળાઓમાં પહોંચી ત્યારે સામે આવી ચોંકાવનારી વિગતો ઝી મીડીયાના સ્ટીંગ ઓપરેશનમાં ખાનગી શાળાઓએ શિક્ષણના નામે વેપલો શરૂ કરી દીધો હોવાનું સામે આવ્યું છે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Apr 27, 2018, 07:13 PM IST
Zee News ગુજરાતીનો ચોંકાવનારો ખુલાસો, શિક્ષણના સોદાગરનો પર્દાફાશ

સંજય ટાંક/અમદાવાદ: જી હા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં લેવાયીલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ હજુ આવવાનું બાકી છે પરંતુ શહેરની કેટલીક શાળાઓએ આ પરીણામ પહેલા પ્રવેશ આપી દીધો હોવાની વિગતો સામે આવી છે. આ વિગતોની પડતાલ માટે ઝી મિડીયાની ટીમ જ્યારે શહેરની અલગ અલગ શાળાઓમાં પહોંચી ત્યારે સામે આવી ચોંકાવનારી વિગતો ઝી મીડીયાના સ્ટીંગ ઓપરેશનમાં ખાનગી શાળાઓએ શિક્ષણના નામે વેપલો શરૂ કરી દીધો હોવાનું સામે આવ્યું છે. 

વીડિયો જોવા માટે કરો ક્લિક -VIDEO: ઝી ન્યૂઝ ગુજરાતીનો મોટો ખુલાસો, શિક્ષણના સોદાગરનો પર્દાફાશ

દિકરીના પિતાની મિસાલ, સાત કન્યાઓનું કર્યું કન્યાદાન...

જી હાં વાત છે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી જ્ઞાન જ્યોત પબ્લિક સ્કૂલની. ઝી મીડીયાની ટીમ ધોરણ 11 સાયન્સમાં એડમીશન લેવા અંગે પૂછપરછ માટે પહોંચી ત્યારે આવી સ્કૂલમાં ચાલતા કૌભાંડની હકીકત સામે આવી. આમ તો કોઈ પણ શાળામાં કોમર્શિયલ પ્રવૃતિ ના થવી જોઈએ તેવો શિક્ષણ વિભાગનો જ નિયમ છે. પરંતુ આ નિયમના અહીં લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા. અને એ હકીકત જાણીને તમે પણ ચોંકી ઉઠશો કે બોપલની જ્ઞાન જ્યોત પબ્લિક સ્કૂલના સંચાલકોએ સ્કૂલના જ કેમ્પસમાં કોચિંગ ક્લાસ શરૂ કરી દીધા છે. ધોરણ 11 સાયન્સમાં એડમીશન આપવાની સાથે અહીં કોચિંગ ક્લાસના વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.

પીએમ મોદીએ વગાડ્યો ડંકો અને જિનપિંગ હસી પડ્યા...

સામાન્ય રીતે ધોરણ 10નું પરિણામ આવ્યા બાદ જે તે માર્કસનું મેરિટ નક્કી થાય છે. અને એ મેરીટ જિલ્લા શિક્ષણાધિકારી જે તે સ્કુલ માટે નક્કી કરે ત્યાર બાદ જ પ્રવેશ કાર્યવાહી થતી હોય છે. પરંતુ અહીં તો પરિણામ આવે તે પહેલા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહિ જો અત્યારે એડમિશન લેવાઈ જાય તો પરિણામ આવ્યા બાદ મેરિટ જે પણ નક્કી થાય પરંતુ સ્કૂલમાં પ્રવેશ રદ થતો નથી.  

ઝી મિડીયાના સ્ટીંગ ઓપરેશનમાં અહીં બેઠેલા સ્કૂલના કર્મચારીઓની વાતચીતમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. અહીં બેઠેલા કર્મચારીઓને વિદ્યાર્થીઓના સ્કૂલના એડમિશન કરતા અહીં ચાલતા કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીનું એડમિશન થાય તેમાં વધુ રસ હોવાનું સામે આવ્યું હતું. તે કરતાં પણ મહત્વની વાત તો એ છે કે એફઆરસી દ્વારા જે પ્રોવિઝનલ ફી નક્કી થઈ ગઈ છે તે 30 હજાર સ્કૂલ દ્વારા લેવાય છે. પરંતુ સ્કૂલમાં ચાલતા કોચિંગ ક્લાસમાં 55  હજાર ફી અંગ્રેજી માધ્યમની વસૂલવામાં આવી રહી છે. 

જી હાં વડોદરામાં પણ એક સાથે અનેક જગ્યાએ શિક્ષણના ગોરખધંધાની હાટડીઓ શરુ થઈ ગઈ છે. વડોદરામાં પણ ઝી મીડીયાની ટીમ પડતાલ માટે પહોંચી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડોદરા શહેરમાં શાળાઓ દ્વારા કન્સેપ્ટ સ્કૂલનું નામ આપવામાં આવ્યું છે.અને આ કન્સેપ્ટ સ્કૂલમાં ધોરણ 10નું પરિણામ આવ્યા પહેલા જ પ્રવેશ આપવાનું શરુ કરી દેવાયું છે.. જાણે કન્સેપ્ટ સ્કૂલના ઓથા હેઠળ વાલીઓના ખિસ્સા ખેંખેરવાનો કિમિયો શાળાઓએ શોધી કાઢ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.. ઝી મિડિયાની ટીમે શહેરની અલગ અલગ શાળાઓમાં કરેલા સ્ટીંગ ઓપરેશનમાં આ ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. શહેરની મોટાભાગની શાળાઓએ કન્સેપ્ટ સ્કૂલના નામે શાળાઓમાં JEE અને NEET, GUJCETના  ખાનગી ક્લાસ શરુ કરી દેવાયા છે. યા આવી ઈન્સ્ટીટ્યુ સાથે સીધુ ટાઈઅપ કરી દેવાયું છે.

રિપોર્ટર સાથે થયેલી ચોંકાવનારી વાતચીતના અંશ....

રિપોર્ટર - 11 સાયન્સ એડમિશન માટે મળવું છે
કર્મચારી - સ્કૂલ માટે લેવું છે કે ક્લાસીસ માટે
રિપોર્ટર - સ્કૂલ માટે.. આપણ સ્કૂલ માટે જ છે ને અહીં
કર્મચારી - સ્કૂલ પણ ચાલે છે અહીં અને ક્લાસીસ બંને ચાલે છે
રિપોર્ટર - સ્કૂલ માટે 11 સાયન્સ 10માની એક્ઝામ આપી 
કર્મચારી - અહીં જ રહે છે
રિપોર્ટર - ના ઈસનપુર રહે છે હવે અહી સિફ્ટ થવાના છે
કર્મચારી- આપણે ધોરણ 11ના ક્લાસ તો શરુ થઈ ગયા છે 18 તારીખથી જ 
રિપોર્ટર - ધોરણ 11ના 
કર્મચારી - 18, 20 અને 22
રિપોર્ટર - જીએસઈબી બોર્ડના 
કર્મચારી - હા આ નિચે સેક્શન ગુજરાત બોર્ડ જ છે. સીબીએસઈ બોર્ડ હોય તો બીજી બ્રાન્ચ પર ચાલે છે એગ્રુપ લેવાનું કે બી ગ્રુપ
રિપોર્ટર - એ ગ્રુપ લેવાનું છે
કર્મચારી - ક્લાસ માટે ઈન્કવાયરી લેવાની કે સ્કૂલ માટે
રિપોર્ટર - આપણે સ્કૂલ માટે એડમિશન લેવાનું છે 
કર્મચારી - આપણે જ્ઞાન જ્યોતમાં સ્કૂલ પણ ચલાવીએ છીએ અને ક્લાસ પણ ચલાવીએ છીએ તમારી મરજી કે તમારે સ્કૂલમાં લેવું હોય તો સ્કૂલમાં ક્લાસમાં લેવું હોયતો ક્લાસ અને  બંને લેવું હોય તો બંને લઈ શકો
રિપોર્ટર - સ્કૂલના ક્લાસ શરુ થઈ ગયા
કર્મચારી - સ્કૂલના ક્લાસ નથી શરુ થયા
રિપોર્ટર - તો હાલ આપણે માહિતી સ્કૂલની જ લેવાની છે 11 સાયન્સનું એડમિશન શરુ થઈ જાય તો પછી આપણે ક્લાસનું વિચારીએ..
કર્મચારી - પણ 11 સાયન્સના ક્લાસીસ તો શરુ થઈ ગયા છે.
રિપોર્ટર - આપણુ એડમિશન અહીં કન્ફોર્મ થઈ જશે ને સ્કૂલનું તો પછી વિચારીએ..
કર્મચારી - સ્કૂલ તો 11 જુને સ્ટાર્ટ થશે.. પણ ક્લાસમાં અત્યારથી શરુ થઈ જાય તો પછી સ્કૂલમાં આપણે પછી એ જ ચેપ્ટર ચલાવીએતો તેને રિવિઝન થઈ જાય. 
રિપોર્ટર - એટલે આપણે ક્લાસના અને સ્કૂલના ટીચર બધા સરખા જ છે
કર્મચારી - ઓલમોસ્ટ સેમ છે બધા નહિ
રિપોર્ટર - ક્લાસીસમાં જેઈઈના ક્લાસ ચાલશે કે જેઈઈના 
કર્મચારી - ક્લાસમાં તો અત્યારે ગુજરાત બોર્ડ જ સ્ટાર્ટ કર્યું છે હજુ તો શરુઆતને
રિપોર્ટર - ઓ કે, મેરીટમાં ના આવે તો આપણે એડમિશન કન્ફોર્મ થઈ જશે ને
કર્મચારી - મેરીટમાં ના આવે તો એડમિશન તો થઈ જશે.. તેનો કોઈ વાંધો નહિ આવે
રિપોર્ટર - મને ફી સ્ટ્રક્ચર સમજાવી દો
કર્મચારી - ફી સ્ટ્રક્ચર સાહેબ સમજાવશે
રિપોર્ટર - એડમિશન પ્રોસેસ એક બે દિવસ કરુ તો ચાલશે ને
કર્મચારી - ક્લાસ આપણે શરુ થઈ ગયા છે એટલે જેમ બને તેમ જલ્દી લઈ લો તો સારુ
રિપોર્ટર - અમે ઈન્કવાયરી માટે આવ્યા છીએ..
સાહેબ - ક્લાસીસ માટે 
રિપોર્ટર - ના સ્કૂલ માટે 
સાહેબ - સ્કૂલ તો જુનમાં ચાલુ થશે. રિઝલ્ટ આવે પછી
રિપોર્ટર - ઓકે 
સાહેબ - ટ્યુશન છે તે તેની બેચીસ શરુ થઈ ગઈ છે
રિપોર્ટર - આપણે અત્યારે એડમિશન સ્કૂલમાં થશે કે ક્લાસમાં
સાહેબ - બંનેમાં એડમિશન થઈ જશે.. બંનેમાં 5-5 હજાર ભરીને કન્ફોર્મ કરાવી લો
રિપોર્ટર - મેરીટમાં આઘુ પાછુ થાય તો
સાહેબ-  ના આપણે અહીં મેરીટ જેવું કઈ ના હોય
રિપોર્ટર - ફી કેટલી ભરવાની 
સાહેબ - ફી તમારે આખા વર્ષની 27 હજાર રહેશે અને ટયુશન કરવાનું હોય તો  આખા વર્ષના 45 હજાર
રિપોર્ટર - સ્કૂલના 27 હજાર અને ટ્યુશનના 45 હજાર અને તેમાં જેઈઈ એ બધુ આવી જશે ને
સાહેબ - ના એ અલગથી થશે જો કે એમાં અમે ગાઈડ કરીશું
રિપોર્ટર - ફી કેસ ભરવાના કે ચેક અને આ બંને તે ફીમાંથી માઈનસ થશે ઓવર ઓલ 72 થશે 
સાહેબ - અંગ્રેજી મિડિયમના 30 હજાર લઈ એ છીએ
રિપોર્ટર તો આપણે અંગ્રેજી મિડિયમ લેવાનું 
સાહેબ - તો 30 હજાર સ્કૂલના થશે અને ક્લાસના 55 હજાર ભરવાના થશે 

આ તો થઈ અમદાવાદના બોપલ વિસ્તારની નોન ગ્રાન્ટેડ સ્કૂલની વાત. પરંતુ આવી જ શિક્ષણના વેચાણની પ્રવૃતિ શહેરની ગ્રાન્ટેડ સ્કૂલમાં પણ ચાલી રહી છે. જી હાં  બોપલ નજીક આંબલી પાસે આવેલી ઉત્કર્ષ સ્કૂલમાં ઝી મીડીયાની ટીમ પડતાલ માટે પહોંચી ત્યા પણ જાણે શિક્ષણનો જ વેપાર શરૂ કરી દેવાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીં સંચાલક દ્વારા ઉત્કર્ષ સ્કૂલની નજીક દિયા એજ્યુકેશન ફાઉન્ડેશન કોચીંગ ક્લાસ શરૂ કરાયા છે. અને ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને સ્કૂલના ક્લાસ આ કોચિંગ ક્લાસમાં જ આપવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ અહીં બેઠેલા કર્મચારીઓએ ઝી મિડિયા સમક્ષ કર્યો છે.

 બોપલ આંબલી વિસ્તારમાં આવેલી ઉત્કર્ષ સ્કૂલના કર્મચારીઓ સાથેની વાતચીત

રિપોર્ટર - ધોરણ 11 સાયન્સમાં એડમિશન માટે
કર્મચારી - 11 સાયન્સમાં એડમિશન માટે હુ કાર્ડ આપી દઉ સર પેપર ચેકિંગમાં ગયા છે એટલે 5 વાગે ફોન કરજો
રિપોર્ટર - આપણે ડિટેઈલ પણ નહિ મળે એડમિશન અંગે
કર્મચારી - ડિટેઈલમાં શુ જોઈએ
રિપોર્ટર - ધોરણ 11 માની એડમિશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે
કર્મચારી - ધોરણ 10 પછી એડમિશન પ્રોસેસ પણ શરુ થઈ ગયા છે અને ધોરણ 11માના એક્સટ્રા લેક્ચર પણ શરુ થઈ ગયા છે. 
રિપોર્ટર - 11 માના એક્ટ્રા લેક્ચર શરુ થઈ ગયા છે
કર્મચારી - હા એક્સટ્રા લેક્ચર શરુ થઈ ગયા છે, આંબલીમાં તેમના ક્લાસીસ ચાલે છે અને એ ક્લાસીસમાં જ સ્કૂલ સર ચલાવે છે.. અને પર્સનલ ટ્યુશન પણ સર ત્યાં જ લે છે.. 
રિપોર્ટર - કેટલી ફી છે
કર્મચારી - 25 હજાર
રિપોર્ટર - અને ક્લાસીસના અલગથી  
કર્મચારી - ક્લાસીસના અલગથી .. પોણા એક સુધી ત્યાં અને પોણા એક પછી જે પ્રમાણે સાહેબે બેચ ગોઠવી હોયતે રીતે આવવાનું
રિપોર્ટર - સ્કૂલમાં રેગ્યુલર આવે તો ક્લાસીસ કરાવવા જરુર નથી સાહેબ ખુદ ક્લાસ ચલાવે છે
કર્મચારી - સર ખુદ કલાસ ચલાવે છે.. સ્કૂલની ફી 25 હજાર છે ક્લાસીસની ફી મને ખ્યાલ નથી
રિપોર્ટર - સ્કૂલના ક્લાસ પણ ત્યાં જ ચાલશે
કર્મચારી - બધુ ત્યાં ક્લાસીસમાં જ ચાલશે.. કમ્પ્યુટર અને લેબ માટે સ્કૂલમાં આવવાનું બાકી બધુ ત્યાં
રિપોર્ટર - સાહેબ અત્યારે ત્યાં મળશે
કર્મચારી - સવારે 10થી 5 પેપર ચેકિંગમાં ગયા છે. અત્યારે નહિ મળે તમે ફોન પર વાત કરી લેજો
રિપોર્ટર - એડમિશન મળી જશે
કર્મચારી - એડમિશન વખતે જે ભરવાની આવે તે ભરવાની ધોરણ 10નું રિઝલ્ટ નથી આવ્યું પણ આવે ત્યારે માર્કશીટ આપી દેવાની. 
રિપોર્ટર - મેરીટમાં ના આવે તો એડમિશન થઈ જશે
કર્મચારી - મળી જશે એડમિશન

આમ તો સરકાર શિક્ષણના ધામમાં માત્ર શિક્ષણની સેવાકીય પ્રવૃતિ જ થવી જોઈએ તેના પર ભાર આપે છે. અને કોઈ પણ ચીજનું વેચાણ ના થવું જોઈએ કે કોઈ કોમર્શિયલ પ્રવૃતિ ના થવી જોઈએ તેવું પણ કહેવામાં આવે છે. પરંતુ અમદાવાદની કેટલીક શાળાઓએ શિક્ષણના વેપાર માટે કોચિંગ ક્લાસસાથે જોડાણ કરી લીધું છે કે પછી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના નામે આવા લોકોએ પોતાની કોચીંગ ક્લાસની દુકાન જ સ્કૂલમાં શરુ કરી દીધી છે અને યેને કેન પ્રકારે વાલીઓના ખિસ્સા ખંખેરવામાં આવી રહ્યાં છે.