લોરેન્સ બિશ્નોઈના નામે વેપારી પાસેથી 1 લાખની ખંડણી ઉઘરાવી, એકની ધરપકડ; પત્ની-પુત્રી સાથે બળાત્કારની ધમકી

અમદાવાદ શહેરમાં વેપારીને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી 1 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવનાર સામે ફરિયાદ નોંધાઈ છે. સરદારનગરના વેપારીને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપવામાં આવી હતી. વેપારીને વોટ્સએપ કોલ કરીને પત્ની તેમજ પુત્રી ઉપર બળાત્કારની ધમકી આપી હતી. 

લોરેન્સ બિશ્નોઈના નામે વેપારી પાસેથી 1 લાખની ખંડણી ઉઘરાવી, એકની ધરપકડ; પત્ની-પુત્રી સાથે બળાત્કારની ધમકી

ઉદય રંજન/અમદાવાદ: સરદારનગરના વેપારી ને લોરેન્સના નામથી ધમકી આપી ખંડણી માંગવાના કેસમાં ઝોન 6 એલસીબીએ એક રીઢા ગુનેગારની ધરપકડ કરી વધુ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલ આરોપીને લોરેન્સ સાથે કોઈ સંબંધ ન હોવાનું સામે આવ્યું, લોરેન્સથી પ્રભાવિત થઈને તેના નામનો ઉપયોગ ખંડણી માંગવામાં કર્યો હતો. 

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તાર ના વેપારી ને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી 1 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવનાર ની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના સરદારનગરના વેપારીને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપવામાં આવી હતી. વેપારીને વોટ્સએપ કોલ કરીને પત્ની તેમજ પુત્રી ઉપર બળાત્કારની ધમકી આપી હતી. વેપારી પાસેથી ખંડણીખોરે રૂપિયા પડાવતા પોલીસ ફરિયાદ નોંધી હતી.સરદાર નગરમાં રહેતા હરેશ મૂળચંદાની નામના વેપારીને વોટ્સએપ પર એક કોલ આવ્યો હતો. જેમાં લોરેન્સ બિશ્નોઈના નામે વેપારીને ધાક ધમકી આપી ખખડાવ્યો હતો. 

વેપારીને ધમકી આપતા કહ્યું કે, જો રૂપિયા નહીં આપે તો વેપારીની પત્ની અને પુત્રી સાથે બળાત્કાર કરવામાં આવશે. વેપારીએ ખંડણીખોરને 1 લાખ રૂપિયા આપ્યા હતા. જે બાદ હરેશ મૂળચંદાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સરદારનગર પોલીસે બાબા ઉર્ફે સૂરજ ક્રિષ્નાણી અને આકાશ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જેમાં આકાશ ઉર્ફે મુનિયાડોન ને આણંદ રેલવે સ્ટેશન પાસેથી રેલવે પોલીસ અને ઝોન 6 LCB એ ઝડપી પાડી પૂછ પરછ હાથ ધરી છે. 

આકાશ ઉર્ફે મુનિયાડોન ની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આકાશ જ્યારે સાબરમતી જેલમાં હતો ત્યારે દિલીપ નામના વ્યક્તિ ના સંપર્ક આવ્યો હતો જેણે મુખ્ય આરોપી બાબા ઉર્ફે સૂરજ ક્રિષ્નાણી સાથે સંપર્ક કરાવી ને ફરિયાદીને લોરેન્સના નામ ધમકી આપવા માટે કહ્યું હતું ત્યારે હાલ ઝોન 6 એલસીબી લોરેન્સના નામથી ધમકી આપનાર આરોપીની ધરપકડ કરીને વધુ ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે, ત્યારે ઝડપાયેલ આરોપી આકાશ ઉર્ફે મુનિયાડોનને લોરેન્સ સાથે સીધો કોઈ સંબંધ છે કે કેમ તે અંગે પૂછ પરછ કરતા સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી આકાશ ઉર્ફે મુનિયાડોન સાબરમતી જેલ માં હતો ત્યારે લોરેન્સ ના ડર થી પ્રભાવિત થયો હતો જેથી ડરવા માટે થી જ લોરેન્સ નું નામ લીધું હતું લોરેન્સની આ ગુનામાં કોઈ સંડોવણી સામે આવી નથી.

ફરિયાદી અને બાબા ઉર્ફે સૂરજ ક્રિષ્નાણી વચ્ચે જૂનો જગાડો ચાલ્યો આવ્યો હતો જેમાં મુખ્ય આરોપી બાબા ઉર્ફે સૂરજ ક્રિષ્નાણી એ સરકારી જમીન માં દુકાનો બનાવી ને ફરિયાદી ને 35 લાખ માં વેચાણ કરી આપી હતી જે અંગે બાબા ઉર્ફે સૂરજ ક્રિષ્નાણી સામે સરદાનગર માં લેન્ડગ્રેબિંગ ની ફરિયાદ પણ. નોંધાયેલ છે, જે દુકાનના પૈસા ફરિયાદી પરત માંગી રહ્યો હતો. જેની અદાવત રાખીને અને પૈસા પરતના આપવા માટે થી ઝડપાયેલ આરોપી આકાશ ઉર્ફે મુનિયાડોન પાસે થી લોરેન્સ ના નામથી ધમકી આપવી ને એક લાખની ખંડણી પણ વસૂલી હતી ત્યારે હાલ પોલીસે વધુ ફરાર બે આરોપી ની શોધખોળ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news