ગુજરાત ન્યૂઝ

વેક્સીન લેવા જતાં પહેલાં વાંચી લેજો આ ન્યૂઝ, ક્યાંક ધરમનો ધક્કો ખાવો ન પડે

વેક્સીન લેવા જતાં પહેલાં વાંચી લેજો આ ન્યૂઝ, ક્યાંક ધરમનો ધક્કો ખાવો ન પડે

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ જણાવ્યું છે કે આના પરિણામે સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 14 મે 2021 થી ત્રણ દિવસ માટે 45 થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે.

May 13, 2021, 08:37 PM IST
62 વર્ષની સ્પેનિશ મહિલાએ 10 દિવસમાં કોરોનાને આપી મ્હાત, પોતાને દેશ પરત ફરી

62 વર્ષની સ્પેનિશ મહિલાએ 10 દિવસમાં કોરોનાને આપી મ્હાત, પોતાને દેશ પરત ફરી

ડોકટરોએ તેને રેમડિસિવિર (Remdesivir) અને સ્ટિરોઈડઝ આપી હતી. આમ છતાં પણ તેની હાલત કથળતી હતી અને તે સીટોકાઈન સ્ટોર્મનો ભોગ બની હતી. આ હાલતમાં તેને તા.  29 એપ્રિલના રોજ સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવી હતી.”

May 13, 2021, 08:33 PM IST
GANDHINAGAR: ધોરણ 10નાં આ વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન, આ રહેશે શરત

GANDHINAGAR: ધોરણ 10નાં આ વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન, આ રહેશે શરત

એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. 

May 13, 2021, 07:55 PM IST
GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં કોરોનાની અસર ઘટી, રિકવરી રેટમાં સતત વધારો

GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં કોરોનાની અસર ઘટી, રિકવરી રેટમાં સતત વધારો

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,22,847 એક્ટિવ દર્દી છે, જે પૈકી 796 લોકો વેન્ટિલેટર પર છે અને 1,22,051 લોકો સ્ટેબલ છે. 5,93,666 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,840 લોકોનાં મોત નિપજ્યાં છે.

May 13, 2021, 07:54 PM IST
કોરોનાની ત્રીજી લહેર જો આવે તો ગુજરાત તેનો મુકાબલો કરી શકશે, આવી છે તૈયારીઓ

કોરોનાની ત્રીજી લહેર જો આવે તો ગુજરાત તેનો મુકાબલો કરી શકશે, આવી છે તૈયારીઓ

મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” (Maru Gam, Corona Mukt Gam) અભિયાન અંતર્ગત સ્થાનિક કક્ષાએ સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતા, વિવિધ સેવાભાવી સંગઠનો તંત્ર સાથે ખભેખભો મિલાવીને કોરોના સંક્રમણને અટકાવવાના સેવા યજ્ઞમાં જોડાઇ રહ્યા છે.

May 13, 2021, 06:44 PM IST
કેબિનેટ મંત્રીના મત વિસ્તારમાં જ પાણીના ફાંફા, મહિનામાં માત્ર 2 દિવસ જ મળે છે પાણી

કેબિનેટ મંત્રીના મત વિસ્તારમાં જ પાણીના ફાંફા, મહિનામાં માત્ર 2 દિવસ જ મળે છે પાણી

ગુજરાત સરકાર (State Government) ના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા (kunwarjibhai Bavaliya) પાણી પુરવઠા વિભાગમાં હોવા છતાં અનેક ગામના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.

May 13, 2021, 05:55 PM IST
નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, રાજ્યના લાખો ખેડૂતો અને પશુપાલકોને થશે લાભ

નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, રાજ્યના લાખો ખેડૂતો અને પશુપાલકોને થશે લાભ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આગામી ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોને જરુરિયાત મુજબ પાણી મળી રહે એ માટે રાજય સરકારે નિર્ણય કર્યો છે.

May 13, 2021, 05:44 PM IST
RAJKOT: PUBG રમી રહેલા પતિએ સામું નહી જોતા પત્નીએ આપઘાત કરી લીધો

RAJKOT: PUBG રમી રહેલા પતિએ સામું નહી જોતા પત્નીએ આપઘાત કરી લીધો

શહેરમાં આપઘાતનાં કિસ્સાઓમાં આ કોરોના કાળ દરમિયાન કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. સમગ્ર રાજ્યનાં 36 શહેરોમાં આંશિક લોકડાઉનની સ્થિતિ છે. જેના કારણે લોકો ઘરમાં જ પુરાઇ રહે છે જેથી ઘરકંકાસથી માંડીને આર્થિક તંગી સહિતની અનેક બાબતોનો સામનો લોકો કરી રહ્યા છે. જેના પગલે આપઘાતનાં કિસ્સાઓમાં પણ ઉછાળો આવ્યો છે. 

May 13, 2021, 05:10 PM IST
AHMEDABAD: PI ને એવી તે પૈસાની શું ભૂખ હતી કે, ચાલુ કર્યું આવુ ગંદુ કામ! ધરપકડથી ચકચાર

AHMEDABAD: PI ને એવી તે પૈસાની શું ભૂખ હતી કે, ચાલુ કર્યું આવુ ગંદુ કામ! ધરપકડથી ચકચાર

ક્રાઇમબ્રાંચ દ્વારા હની ટ્રેપ મુદ્દે મોટી કાર્યવાહી કરી છે અને તત્કાલિન પૂર્વનાં મહિલા પીઆઇ ગીતા પઠાણની ધરપકડ કરી છે. ગીતા પઠાણ પર હની ટ્રેપ ગેંગને મદદ કરવાના આરોપ હેઠળ આ કાર્યવાહી કરી છે. અમદાવાદનાં વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગનાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

May 13, 2021, 04:47 PM IST
કોરોનામાં જેતપુરનો સાડી ઉદ્યોગ પડી ભાંગ્યો, નાના કારખાનેદારની સ્થિતિ પણ કારીગર જેવી બની

કોરોનામાં જેતપુરનો સાડી ઉદ્યોગ પડી ભાંગ્યો, નાના કારખાનેદારની સ્થિતિ પણ કારીગર જેવી બની

પરપ્રાંતિય કારીગરોની વતન વાપસીથી મોટાભાગના કારખાનાઓ બંધ થયા  નિકાસ થતા રાજ્યોમાં લોકડાઉનથી હાલત કફોડી, તેથી નવા ઓર્ડર પણ આવી નથી રહ્યાં 

May 13, 2021, 04:19 PM IST
અમેરિકાનાં સૌથી મોટા અને ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરમાં FBI નાં દરોડાથી ચકચાર

અમેરિકાનાં સૌથી મોટા અને ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરમાં FBI નાં દરોડાથી ચકચાર

શ્રી બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા અમેરિકાનાં ન્યૂજર્સી રાજ્યમાં રોબિન્સ વિલે ખાતે બની રહેલું મંદિર હાલ વિવાદમાં આવી ગયું છે. ભારતથી સેવાનાં નામે લલચાવીને આ મંદિર નિર્માણ માટે લઇ જવાયેલા શ્રમિકોને ત્યાં કલાકનાં 1 ડોલર (આશરે 75 રૂપિયા) મહેનતાણું ચુકવવા ઉપરાંત તેમનાં પાસપોર્ટ જપ્ત કરીને કામ કરાતું હોવા ઉપરાંત ચોક્કસ વિસ્તારમાં ગોંધી રખાયાની સ્થાનિક કોર્ટમાં ફરિયાદ થતા અમેરિકાની ટોપની એજન્સી એફબીઆઇ દ્વારા મંગળવારે દરોડા પાડવામાં આવ્યા હતા. 

May 13, 2021, 04:17 PM IST
કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે, જહાજ અને હેલિકોપ્ટરથી માછીમારોને અપાઈ સૂચના

કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે, જહાજ અને હેલિકોપ્ટરથી માછીમારોને અપાઈ સૂચના

સરકાર દ્વારા ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. જેથી વાવાઝોડાની દરેક પળના અપડેટ મળી શકે 18 મે સાંજ સુધીમાં ગુજરાતના દરિયા કિનારા નજીક વાવઝોડું પહોંચશે. 18 મેના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે

May 13, 2021, 03:14 PM IST
અમદાવાદમાં દેશી બોમ્બ સાથે એક શખ્સ પકડાયો, ખતરનાક કાવરતાના ઈરાદામા હતો

અમદાવાદમાં દેશી બોમ્બ સાથે એક શખ્સ પકડાયો, ખતરનાક કાવરતાના ઈરાદામા હતો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ બનાવટના દેશી બૉમ્બ પકડી પડ્યા છે. જાવેદખાન બલોચ નામના વ્યક્તિ પાસેથી બોંમ્બ અને છરો મળી આવ્યો છે. રૂપિયાની લેતીદેતી મામલે તેણે દેશી બોમ્બ બનાવ્યા હતા. રૂપિયા આપનારને બોમ્બનો ઉપયોગ કરી નુકસાન પહોંચાડવાનો તેનો ઈરાદો હતો. 

May 13, 2021, 02:18 PM IST
મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન

મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન

આ ગ્રામજનોએ માથે બેડા અને હાથમાં ડોલ લઈને પાણી ભરવા જવાને બદલે આપનાવી છે નવી ટેકનીક. તમે જે તસવીર જોઈ રહ્યાં છો એ છે, વોટર વ્હીલ ડ્રમ. આનાથી દૂર દૂરથી પાણી ભરી લાવવામાં પણ કોઈ પરેશાની થતી નથી.  

May 13, 2021, 01:43 PM IST
દાહોદ: દુનિયાની મેડીકલ હિસ્ટ્રીમાં નોંધાયો અનોખો કિસ્સો, વિશ્વમાં સૌથી ઓછી હાઇટ ધરાવતી મહિલાની ડિલીવરી કરાઇ

દાહોદ: દુનિયાની મેડીકલ હિસ્ટ્રીમાં નોંધાયો અનોખો કિસ્સો, વિશ્વમાં સૌથી ઓછી હાઇટ ધરાવતી મહિલાની ડિલીવરી કરાઇ

વિશ્વમાં સૌથી ઓછી હાઇટ હોય તેવી ૧૦૮ સેન્ટીમીટરની મહિલાની ડિલીવરી નોંધવામાં આવી છે. જયારે આ મહિલાની હાઇટ ફક્ત ૧૨૦ સેન્ટીમિટર હતી એટલે કે ૩ ફૂટ ૯ ઇંચ.

May 13, 2021, 01:40 PM IST
રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના રોજ 50 કેસ આવતા 400 બેડ ઉભા કરાયા

રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના રોજ 50 કેસ આવતા 400 બેડ ઉભા કરાયા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે જ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 200 બેડ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) ના કેસ વધતા 200 બેડમાંથી 400 બેડ કરવામાં આવ્યા છે. 

May 13, 2021, 01:10 PM IST
ગાંધીનગર જતા પહેલાં એસોસિએશન સાથે સંકળાયેલા ડોકટરોની મળી બેઠક, લીધો આ નિર્ણય

ગાંધીનગર જતા પહેલાં એસોસિએશન સાથે સંકળાયેલા ડોકટરોની મળી બેઠક, લીધો આ નિર્ણય

સરકાર (Goverment) દ્વારા સ્વીકારવામાં આવેલી 10 માગણીઓ અંગે લેખિતમાં સ્પષ્ટતા ના કરાતા મેડિકલ ટીચર્સ એસોસિયેશનની નારાજગી યથાવત જોવા મળી રહી છે.

May 13, 2021, 12:55 PM IST
ગુજરાતના એક શહેરે 30 મે સુધી લંબાવ્યુ લોકડાઉન

ગુજરાતના એક શહેરે 30 મે સુધી લંબાવ્યુ લોકડાઉન

ચ્છિક લોકડાઉનનો પોઝિટિવ ફાયદો જોવા  મળ્યો છે. કોરોનાના કેસમાં 45 ટકા જેટલો ઘટાડો થયો ઉપલેટાના સ્મશાનમાં અગાઉ 6 થી 8 જેટલા મૃતદેહો દરરોજ આવતા હતા. પરંતુ ગઈ કાલે એક પણ મૃતદેહ સ્મશાને આવ્યા ન હતા

May 13, 2021, 12:53 PM IST
અમેરિકાથી આવ્યું ઓક્સિજન, પાટીદારોએ મોકલેલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર અમદાવાદ પહોંચ્યા

અમેરિકાથી આવ્યું ઓક્સિજન, પાટીદારોએ મોકલેલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર અમદાવાદ પહોંચ્યા

ગુજરાતમાં કોરોના સંકટ સમયે અનેક સામાજિક સંસ્થાઓ અનેક સમાજોએ મદદનો હાથ લંબાવ્યો છે. કોઈ ઓક્સિજનની વ્યવસ્થા કરે છે, તો કોઈ બેડની, કોઈ વિનામૂલ્યે ભોજન આપે છે તો કોઈ રૂપિયાનુ દાન કરે છે. આવામાં પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરકારના મદદે આવી છે. અમેરિકાની વિશ્વ ઉમિયાધામ (Vishv Umiya Dham) ટીમ ગુજરાતની વ્હારે આવી છે. વિશ્વ ઉમિયાધામ યુએસએ (USA) ટીમે 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાતમાં મોકલવાની જાહેરાત કરી હતી. જેનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચી ગયો છે. 

May 13, 2021, 12:03 PM IST
બોર્ડર બંધ હોવા છતા રાજસ્થાનથી ગુજરાત આવ્યો દારૂ ભરેલો ટ્રક

બોર્ડર બંધ હોવા છતા રાજસ્થાનથી ગુજરાત આવ્યો દારૂ ભરેલો ટ્રક

હાલ રાજસ્થાન ગુજરાત બોર્ડર બંધ છે. કોરોનાને કહેરને પગલે બંને રાજ્યોની બોર્ડર પર ચુસ્ત ચોકીપહેરો છે. છતાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂનો જથ્થો ધૂસાડાયો છે. પાટણ એલસીબી પોલીસે સાંતલપુર નેશનલ હાઇવે પરથી વેદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું છે. 

May 13, 2021, 11:24 AM IST