દુનિયાભરના બાળકોની હેલ્થને લઈ વૈજ્ઞાનિકોની ડરામણી ભવિષ્યવાણી, 2050 સુધી આ બીમારી પીડાતા હશે 3 માંથી 1 બાળક

Obesity In Children: મોટાપા એક રોગચાળાની જેમ ઉભરી રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, 2050 સુધીમાં વિશ્વના ત્રીજા ભાગના બાળકો મોટાપાથી પીડાતા હશે.

દુનિયાભરના બાળકોની હેલ્થને લઈ વૈજ્ઞાનિકોની ડરામણી ભવિષ્યવાણી, 2050 સુધી આ બીમારી પીડાતા હશે 3 માંથી 1 બાળક

Obesity In Children: મોટાપાની સમસ્યા દુનિયાભરમાં વધી રહી છે અને આગામી 25 વર્ષમાં તેના કેસમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. સંશોધકોના મતે 2050 સુધીમાં વિશ્વના એક તૃતીયાંશ બાળકો અને કિશોરો મોટાપા અથવા વધુ વજનથી પીડાતા હશે.

આ રિસર્ચ ઓસ્ટ્રેલિયા સ્થિત મર્ડોક ચિલ્ડ્રન્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યો છે અને તેના પરિણામો ચિંતાજનક છે. આ વધતી જતી સમસ્યાની સ્વાસ્થ્ય પર અસર માત્ર આર્થિક દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ તે બાળકો અને કિશોરોના જીવનની ગુણવત્તાને પણ અસર કરશે.

મોટાપાની ભવિષ્ય પર અસર
આ આંતરરાષ્ટ્રીય રિસર્ચના ડો. જેસિકા કેરે જણાવ્યું હતું કે, "આ વધતી જતી સમસ્યા આરોગ્ય પ્રણાલી અને અર્થતંત્ર પર અબજ-ડોલરનો બોજ નાખશે. આ સાથે જ ઉચ્ચ શરીર દ્રવ્યમાન ઇન્ડેક્સ (BMI) સાથે સંકળાયેલી સમસ્યાઓ જેમ કે ડાયાબિટીસ, કેન્સર, હૃદયની સમસ્યાઓ, શ્વાસ લેવામાં તકલીફ, પ્રજનન સંબંધી સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ બાળકો અને કિશોરોને આજે અને ભવિષ્યમાં અસર કરશે.

મોટાપાના દરમાં વધારો
આ સંશોધન દર્શાવે છે કે, 1990 થી 2021 સુધીમાં 5 થી 24 વર્ષની વયના બાળકો અને કિશોરોમાં મોટાપાનો દર ત્રણ ગણો વધી ગયો છે. 2021માં વિશ્વભરમાં 493 મિલિયન બાળકો અને કિશોરો મોટાપા અથવા વધુ વજનથી ગ્રસ્ત હતા.

વધતી ઉંમરમાં મોટાપાની અસર
મોટાપાથી ગ્રસ્ત બાળકોમાં ભવિષ્યમાં સ્ટ્રોક, ઘણા પ્રકારના કેન્સર, હૃદય રોગ, ટાઈપ 2 ડાયાબિટીસ, અકાળ મૃત્યુ અને માનસિક બીમારીનું જોખમ વધી જાય છે.

સમયસર પગલાં લેવા જરૂરી
ડો. કેરે વધુમાં કહ્યું કે, જો આ સમસ્યા પર તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આપણા બાળકોનું જીવન મુશ્કેલ બની શકે છે. જો 2030 પહેલા સક્રિય પગલાં લેવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news