Superfood: અસેરિયાના બી સહિત આ 3 વસ્તુઓ છે સુપરફુડ, સાયન્સ પણ માને છે આ વસ્તુઓના પાવરને

3 Superfood For Health: વર્ષોથી દાદી-નાનીના નુસખાનો ઉપયોગ સ્વાસ્થ્ય સમસ્યાના નિવારણમાં કરવામાં આવે છે. પરંતુ આજે તમને 3 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને યોગ્ય રીતે લેવામાં આવે તો શરીર નિરોગી અને બળવાન રહે છે. સ્વાસ્થ્ય સમસ્યાથી બચાવે એવા 3 સુપરફુડ વિશે આજે તમને જણાવીએ.
 

Superfood: અસેરિયાના બી સહિત આ 3 વસ્તુઓ છે સુપરફુડ, સાયન્સ પણ માને છે આ વસ્તુઓના પાવરને

3 Superfood For Health: કોઈ બીમારી હોય કે સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યા સૌથી પહેલા દાદી-નાનીના નુસખા અજમાવવામાં આવે છે. નાનપણથી જ દાદી-નાનીના કેટલાક નુસખાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દેશી નુસખાઓમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે શરીર માટે વરદાન સમાન હોય છે. આ નુસખા શરીરને અંદરથી મજબૂતી આપવાની સાથે બીમારીથી બચાવ કરે છે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને સુપરફૂડ માનવામાં આવે છે અને દાદી-નાનીના નુસખામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. 

Add Zee News as a Preferred Source

ઘી 

ભારતીય રસોઈમાં ઘીનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે. ઘી સ્વાદિષ્ટ હોવાની સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઘીમાં ઓમેગા 3 ફેટી એસિડ, વિટામીન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામીન કે હોય છે. જે શરીરને પોષણ આપવાનું કામ કરે છે. ઘી ડાયજેશન સિસ્ટમને મજબૂત કરે છે અને સાંધાના દુખાવાથી રાહત આપે છે. રિસર્ચ અનુસાર મર્યાદિત માત્રામાં ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે હાર્ટ હેલ્ધી રહે છે. 

છાશ 

છાશ એવું દેશી ડ્રિન્ક છે જેને ડાયટમાં હંમેશા સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. છાશ શરીરને ઠંડક આપે છે અને સાથે જ પાચન સિસ્ટમ સુધારે છે. પોષક તત્વથી ભરપૂર છાશમાં કેલ્શિયમ, પ્રોટીન અને પ્રોબાયોટિક્સ ભરપૂર માત્રામાં હોય છે. રોજ જમ્યા પછી એક ગ્લાસ છાસ પીવાથી એસિડિટી, અપચો અને ગેસની સમસ્યાથી બચાવ થાય છે. સાયન્સ અનુસાર છાશ ગટ હેલ્થને બુસ્ટ કરનાર છે. 

અસેરીયો 

અસેરીયો જેને હલીમના બીજ પણ કહેવાય છે તે જડીબુટ્ટી છે. તેને ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યને ફાયદા થાય છે. અસેરીયો એટલે કે હલીમના બીજ આયરન અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેને પાણી અથવા દૂધમાં પલાળીને લેવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે ત્વચા સુંદર બને છે. જો અસેરીયાને તુલસી, અશ્વગંધા કે હળદર જેવી જડીબુટ્ટી સાથે લેવામાં આવે તો તે શરીરને ઇન્ફેક્શનથી બચાવી શકે છે. આ બીજ શરીરને શિયાળામાં સૌથી વધુ ફાયદા કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news