Fruits: આ 5 ફળની તાસીર હોય છે ગરમ, શિયાળામાં ભુલ્યા વિના રોજ 1 ખાવું
Fruits to Eat in Winter: શિયાળામાં કેટલાક ફળ ખાવાથી શરદી-ઉધરસ થઈ શકે છે. એટલા માટે જ આજે તમને 5 એવા ફળ વિશે જણાવીએ જેની તાસીર ગરમ છે અને આ ફળ શિયાળામાં ખાવાથી ફાયદો થાય છે.
Trending Photos
)
Fruits to Eat in Winter: શિયાળામાં ઠંડી પડવાની શરૂઆત થાય એટલે લોકો પોતાના આહારમાં એવી વસ્તુઓનો સામેલ કરવા લાગે છે જેની તાસીર ગરમ હોય. ગરમ તાસીરવાળી વસ્તુઓ ખાવાથી શરીરને ગરમી મળે છે અને ઠંડીની અસર ઓછી થાય છે સાથે જ શરીર હેલ્ધી પણ રહે છે. દરેક ઋતુમાં વાતાવરણ પ્રમાણે આવતા અને વાતાવરણને અનુકૂળ અનાજ તેમજ શાકભાજી ખાવા જોઈએ. તેવી જ રીતે ફળમાં પણ હોય છે. ઠંડીની ઋતુમાં ડાયટમાં એવા ફળનો સમાવેશ કરવો જોઈએ જેની તાસીર ગરમ હોય. સીઝનને અનુરૂપ ફળ ખાવાથી શરીર નિરોગી અને સ્વસ્થ રહે છે. આજે તમને જણાવીએ 5 એવા ફળ વિશે જેની તાસીર ગરમ હોય છે અને શિયાળામાં તેને ખાવાથી ફાયદો થાય છે.
શિયાળામાં શરીરને ગરમીની સાથે ભરપૂર પોષણની પણ જરૂર પડે છે. આજે તમને જે 5 ફળ વિશે જણાવીએ તે ફળ ગરમ તાસીરના હોવાની સાથે વિટામીન સી, વિટામિન ડી, ફાઇબર અને પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શિયાળા દરમિયાન આ ફળનું સેવન કરવું જોઈએ.
અંજીર
શિયાળામાં ડાયટમાં અંજીરનો સમાવેશ કરી શકો છો. અંજીરને તમે ફ્રેશ ફ્રુટની જેમ ખાઈ શકો છો અને ડ્રાય અંજીર પણ ખાઈ શકો છો. ફ્રેશ અને ડ્રાય બંને અંજીર શરીર માટે ફાયદાકારક છે. અંજીર ખાવાથી શરીરને પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક, કોપર સહિતના પોષક તત્વો મળે છે.
ખજૂર
શિયાળામાં ડાયટમાં ખજૂરને પણ સામેલ કરો. ખજૂર ગરમ તાસીરનું ફળ હોય છે અને તેનાથી પણ અઢળક પોષક તત્વ શરીરને મળે છે. ખજૂરને તમે દૂધમાં ઉકાળીને પણ લઈ શકો છો અને ડાયરેક્ટ પણ ખાઈ શકો છો. ઘણા લોકો શિયાળામાં ઘી અને ખજૂર પણ ખાતા હોય છે. પરંતુ જે લોકોને કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યા હોય તેમણે ડોક્ટરની સલાહ લીધા પછી જ ઘી અને ખજૂરનો ઉપયોગ કરવો.
ચીકુ
ચીકુ એવું ફળ છે જે સામાન્ય રીતે આખું વર્ષ માર્કેટમાં મળે છે પરંતુ આ ફળની તાસીર ગરમ હોય છે. સ્વાદમાં મીઠું ચીકુ શિયાળામાં ખાવું સૌથી વધુ યોગ્ય છે. ચીકુમાં વિટામીન સી હોય છે અને તે ફાઇબર પણ પૂરું પાડે છે. શિયાળા દરમિયાન ચીકુને પણ ડાયટમાં સામેલ કરી શકો છો.
પપૈયુ
પપૈયુ વિટામિન સીનો બેસ્ટ સોર્સ છે. પપૈયામાં પ્રોટીન, ફોલેટ, પોટેશિયમ, ફાઇબર સારી માત્રામાં હોય છે. પપૈયુ શિયાળા દરમિયાન ખાવાથી પાચન સારું રહે છે અને ત્વચા પણ હેલ્ધી રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














