ગુજરાતી ન્યૂઝHealthQuit Sugar: 15 દિવસ ખાંડ નહીં ખાવ તો શરીરમાં દેખાશે આ પોઝિટિવ ફેરફાર

Quit Sugar: 15 દિવસ ખાંડ નહીં ખાવ તો શરીરમાં દેખાશે આ પોઝિટિવ ફેરફાર

Benefits of No Sugar Diet: ખાંડ આપણા આહારનો મહત્વનો ભાગ બની ગઈ છે. સવારની ચાથી શરુ થઈ આખા દિવસ દરમિયાન શરીરમાં અલગ અલગ વસ્તુના માધ્યમથી ખાંડ જાય છે. તેથી ખાંડ ખાવાનું છોડવું મુશ્કેલ લાગે છે પરંતુ જો તમે ખાંડ ખાવાનું છોડો છો તો તમને 15 દિવસમાં શરીરમાં આ પોઝિટિવ ફેરફાર દેખાવા લાગશે.
 

Quit Sugar: 15 દિવસ ખાંડ નહીં ખાવ તો શરીરમાં દેખાશે આ પોઝિટિવ ફેરફાર

Benefits of No Sugar Diet: ખાંડ આપણા શરીરમાં રોજ અલગ અલગ વસ્તુના માધ્યમથી જાય છે. સવારે ચા, કોફી, દૂધમાં ખાંડ ઉમેરીને પીવામાં આવે છે. તો સાથે જ ભોજનમાં પણ ખાંડનો ઉપયોગ થાય છે. ઘણા લોકો રોજ મીઠાઈ પણ ખાતા હોય છે. આ સિવાય દિવસ દરમિયાન ખાવા-પીવાની અલગ અલગ વસ્તુના માધ્યમથી શરીરમાં ખાંડ જાય છે. એક્સપર્ટ અનુસાર દિવસ દરમિયાન વધારે માત્રામાં ખાંડ લેવી શરીર માટે નુકસાનકારક છે. તેથી સમય રહેતા ખાંડ ખાવાનું ઓછું કરી બંધ કરી દેવું જોઈએ.

Add Zee News as a Preferred Source

ખાંડ આહારનો મહત્વનો ભાગ છે તેથી તેને છોડી દેવી મુશ્કેલ લાગે છે. પરંતુ શરુઆત તમે 15 દિવસના એક ચેલેન્જ સાથે કરી શકો છો. હેલ્થ એક્સપર્ટ અનુસાર શરુઆતમાં 15 દિવસ માટે ખાંડ ખાવાનું બંધ કરો. આ 15 દિવસ દરમિયાન શરીરમાં તમને એવા પોઝિટિવ ફેરફાર દેખાવા લાગશે જેને ધ્યાનમાં રાખશો તો ખાંડ ખાવાનું બંધ કરવું મુશ્કેલ નહીં લાગે.

15 દિવસ ખાંડ ન ખાવાથી શરીરમાં થતા ફેરફાર

મેમરી સુધરશે

15 દિવસ સુધી જો તમે ખાંડ ખાવાનું બંધ કરી દેશો તો મેન્ટલ હેલ્થ સુધરશે. સૌથી સારી બાબત એ દેખાશે કે તમારી યાદશક્તિ સારી થવા લાગશે. રિસર્ચ અનુસાર વધારે ખાંડનું સેવન કરવાથી બ્રેન ફંકશન નબળું પડી જાય છે. એટલે કે જો તમે ખાંડ ઓછી કરી દેશો તો બ્રેન ફંકશન બરાબર કામ કરશે.

ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટશે

ખાંડ ખાવાનું છોડી દેશો તો ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ખાંડ વધારે માત્રામાં ખાવાથી બ્લડ શુગર લેવલ વધવા લાગે છે. તેથી સમય રહેતા ખાંડ ખાવાનું છોડી દેવામાં જ ભલાઈ છે. 

વજન ઘટવા લાગશે

જો તમે 15 દિવસ સુધી ખાંડ નથી ખાતા તો અનુભવશો કે તમારા વજનમાં જાતે જ ઘટાડો થવા લાગ્યો છે. શરીરમાં જતી કેલેરી ઓછી થઈ જાય છે તો વજન કંટ્રોલ કરવું સરળ થઈ જાય છે. 

ચહેરા પર દેખાશે ગ્લો

ખાંડ ખાવાનું બંધ કરી દેશો તો સ્કિન પર નેચરલ ગ્લો વધશે. ખાંડ છોડવાથી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. વધારે ખાંડ ખાતા હોય તે લોકોના ફેસ પર પફીનેસ અને સોજા દેખાય છે. ખાંડ ખાવાનું બંધ કરવાથી સ્કિનની સમસ્યા દુર થઈ જાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news