ગુજરાતી ન્યૂઝHealthHealth Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ

Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ

Burning Sensation in Urine: ઘણીવાર ઈન્ફેકશનના કારણે પેશાબ કરતી વખતે બળતરા અને દુખાવો અનુભવાય છે. આ સમસ્યાને દુર કરવા માટે કેટલાક સરળ દેશી નુસખા અજમાવી શકાય છે. આજે તમને આ નુસખા વિશે જણાવીએ.

Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ

Burning Sensation in Urine: ઘણા લોકોને ઇન્ફેક્શનના કારણે પેશાબ દરમિયાન બળતરા કે દુખાવો થાય છે. પેશાબમાં બળતરા થવાના કારણો અલગ અલગ હોય છે. જેમાં સૌથી સામાન્ય હોય છે યુરીન ઇન્ફેક્શન. યુરીન ઇન્ફેક્શનના કારણે પેશાબમાં બળતરા થાય તે સામાન્ય છે. આ સ્થિતિની સારવાર દવાઓ દ્વારા પણ કરવામાં આવે છે અને કેટલાક દેશી નુસખા અજમાવીને પણ પેશાબની બળતરા અને યુરિન ઇન્ફેક્શનને મટાડી શકાય છે. આજે તમને નિષ્ણાંતોએ જણાવેલા 3 સરળ નુસખા જણાવીએ. આ ઉપાયો પેશાબમાં થતી બળતરાને તુરંત શાંત કરે છે. 

Add Zee News as a Preferred Source

તુલસીના પાન 

પેશાબમાં થતી બળતરાની સમસ્યાને દૂર કરવી હોય તો તુલસીના પાનનો ઉપયોગ કરો. તુલસીના પાન વાઇરસ, ફંગસ અને બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ધરાવે છે. આમ તો ઘણી બધી બીમારીઓમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ યુરિન ઇન્ફેક્શનમાં પણ તુલસી ઉપયોગી સાબિત થાય છે. તુલસીની મદદથી પેશાબમાં થતી બળતરાને પણ શાંત કરી શકાય છે. તેના માટે નિયમિત તુલસીના થોડા પાન પીસીને તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું. 

જીરું 

દાળ, શાકના વઘારમાં ઉપયોગમાં લેવાતું જીરું પેશાબમાં થતી બળતરાને શાંત કરી શકે છે. જીરાનો ઉપયોગ કરવાથી તકલીફ ઝડપથી દૂર થાય છે. એક અધ્યયનમાં પણ સાબિત થયું છે કે જીરાનું એસેન્શિયલ ઓઇલ યુરીન ઇન્ફેક્શનને પ્રભાવી રીતે દૂર કરી શકે છે. તેના માટે પાણીમાં જીરું ઉકાળીને પી શકાય છે. 

ખાટા આમળા 

ખાટા આમળા વિટામિન c થી ભરપૂર હોય છે તે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી વારંવાર પેશાબ લાગવાની સમસ્યા ઓછી થાય છે. તેનું સેવન કરવાથી યુરિન ઇન્ફેક્શનને પણ ઘટાડી શકાય છે સાથે જ પેશાબમાં થતી બળતરાને પણ શાંત કરી શકાય છે. 

આ ત્રણ વસ્તુઓના ઉપયોગની સાથે જો તમારું વજન પણ વધારે હોય તો તેને મેન્ટેન કરવાના પ્રયત્નો કરો. મૂત્રાશય પર વધારે વજન ના કારણે પ્રેશર વધે છે અને વારંવાર ઈન્ફેકશન જેવી સમસ્યા થઈ શકે છે. તેથી નિયમિત રીતે એક્સરસાઇઝ કરો અને હેલ્ધી ડાયટ લેવાનું રાખો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news