Health Tips: જેમને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તેમને આપો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, બેડ પર સુતાની સાથે ઊંઘ આવવા લાગશે

Health Tips: જે લોકોને અડધી રાત સુધી ઊંઘ ન આવતી હોય તેમણે આ નુસખો એકવાર ટ્રાય કરવો જોઈએ. અહીં 5 એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે રાત્રે ઊંઘ ઝડપથી આવે તેમાં મદદ કરી શકે છે.
 

Health Tips: જેમને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તેમને આપો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, બેડ પર સુતાની સાથે ઊંઘ આવવા લાગશે

Health Tips: આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં ઊંઘ ન આવવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. પથારીમાં પડ્યા પછી પણ લોકો કલાકો સુધી પડખા બદલતા રહે છે પરંતુ મોડી રાત સુધી ઊંઘ આવતી નથી.. જેના કારણે બીજા દિવસે થાક અને નબળાઈનો અનુભવ થાય છે.. એકાદ દિવસ તો ઠીક છે પરંતુ જો કોઈ વ્યક્તિને રોજ મોડે સુધી ઊંઘ ના આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. કારણ કે નિયમિત સાતથી આઠ કલાકની ઊંઘ થાય તે જરૂરી હોય છે. 

Add Zee News as a Preferred Source

જો તમે પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો આજે તમને 5 એવી નેચરલ વસ્તુઓ વિશે જણાવીએ જેને આયુર્વેદમાં ઊંઘ માટે ફાયદાકારક ગણવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર રાત્રે આ પાંચ વસ્તુઓ ખાવાથી નેચરલી ઊંઘ ઝડપથી આવે છે. તો ચાલો જાણીએ આ પાંચ વસ્તુ કઈ છે. 

અશ્વગંધા

આ લિસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે અશ્વગંધાનું. અશ્વગંધામાં એડેપ્ટોજેન નામનું તત્વ હોય છે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને ઘટાડે છે. જેનાથી મગજ શાંત રહે છે અને સ્ટ્રેસ ઘટે છે. જેના કારણે ઊંઘ પણ આવે છે. રાત્રે સુતા પહેલા હુંફાળા દૂધમાં અશ્વગંધાનો પાવડર મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. 

કેસર 

કેસર પણ ઊંઘ લાવવા માટે બેસ્ટ ઓપ્શન છે. કેસરમાં રહેલા તત્વ સેરેટોનીન અને ડોપામાઇન જેવા તત્વો હોય છે જે મૂડને બેલેન્સ કરે છે તેનાથી મન શાંત થાય છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે. રાત્રે સુતા પહેલા હુંફાળા દૂધમાં બે થી ત્રણ કેસરના તાંતણા ઉમેરીને પીવું જોઈએ. 

ખસખસ 

ખસખસ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે તે મસલ્સને રિલેક્સ કરે છે અને મગજને શાંત રાખે છે. ખસખસનું સેવન કરવાથી શરીર અને મગજ બંને રિલેક્સ રહે છે અને સારી ઊંઘ આવે છે. રાત્રે જમ્યા પછી એક નાની ચમચી શેકેલી ખસખસ ખાઈ શકાય છે. 

જાયફળ

જાયફળમાં રહેલા તત્વો સેરોટોનીન રિલીઝ કરે છે જો મગજને શાંત કરી ઊંઘ લાવવામાં મદદ કરે છે. રાત્રે સુતા પહેલા હુંફાળા દૂધમાં ચપટી જાયફળ મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. 

કેમોમાઈલ ટી

કેમોમાઈલ ટી એક પ્રાકૃતિક હર્બલ ડ્રિન્ક છે જે મગજને રિલેક્સ રાખે છે. તેનાથી સ્ટ્રેસ અને ચિંતા ઓછી કરવામાં મદદ મળે છે અને ઊંઘ પણ ઝડપથી આવવા લાગે છે. રાત્રે સૂવાની અડધી કલાક પહેલા એક કપ પીવાથી ફાયદો થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news