)
Uterus Removal: યૂટ્રસ મહિલાઓના શરીરનું જરૂરી અંગ હોય છે. મહિલાઓની રિપ્રોડક્ટિવ સિસ્ટમનો જરૂરી ભાગ યૂટ્રસ હોય છે. માસિક ચક્ર, કંસીવ, બાળકના જન્મ માટે આ અંગ જરૂરી હોય છે. પરંતુ ઘણીવાર મહિલાને સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ જાય તો યૂટ્રસ કઢાવવું પડે છે. મેડિકલ ભાષામાં તેને હિસ્ટેરેક્ટોમી કહેવામાં આવે છે. આ સર્જરી થયા પછી મહિલાને કેટલાક માનસિક અને શારીરિક ફેરફારનો સામનો કરવો પડે છે.
યૂટ્રસ ક્યારે કઢાવવું પડે ?
વધારે બ્લીડિંગ કે અસામાન્ય મેસ્ટ્રુઅલ બ્લીડિંગ
યૂટ્રસમાં ટ્યૂમર કે ફાઈબ્રોઈડ હોય ત્યારે
એંડોમેટ્રિયોસિસ કે એડિનોમાયોસિસ
યૂટ્રસનું કેન્સર
પેલ્વિક ઈંફેકશન કે અન્ય સમસ્યા
યૂટ્રસ કઢાવ્યા પછી શરીરમાં કેવા ફેરફાર થાય ?
જ્યારે શરીરમાંથી યૂટ્રસ કાઢી નાખવામાં આવે તો મહિલાની કંસીવ કરવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. શરીરમાં હોર્મોન ઉત્પાદન અટકી જાય છે. યૂટ્રસ નીકળી જવાથી મહિલાઓના પીરિયડ્સ આવતા બંધ થઈ જાય છે.
યૂટ્રસનું ઓપરેશન થયા પછી મહિલા કંસીવ કરી શકતી નથી. યૂટ્રસની સર્જરી થયા પછી હોર્મોન અચાનક ઘટી જાય છે જેના કારણે ગરમી થવી, રાત્રે પરસેવો આવવો, ચિડીયાપણું, થાક, અનિંદ્રા જેવી સમસ્યા થઈ શકે છે.
સર્જરી પછી એસ્ટ્રોજનની ખામીના કારણે સ્કિન રફ થવા લાગે છે અને હેર લોસની સમસ્યા પણ થઈ શકે છે. તેના કારણે સ્કિન પર કરચલીઓ પડવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)