)
Banana Side Effects: કેળા સ્વાસ્થ્ય માટે સુપરફુડ ગણાય છે. કેળા ફાઈબર, પોટેશિયમ, વિટામિન B6, મેગ્નેશિયમ સહિતના પોષકતત્વોથી ભરપુર હોય છે. રોજ 1 કેળુ ખાવાથી શરીરને એનર્જી મળે છે અને પાચન સુધરે છે. પરંતુ જો કેળુ ખાવામાં ભુલ કરવામાં આવે તો તે ફાયદા કરતાં વધારે નુકસાન કરે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર કેળા ખાતી વખતે 5 એવી ભુલ છે જે લોકો અજાણતા કરી બેસે છે. જેના કારણે તેમને નુકસાન થાય છે. આ ભુલ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
કેળાની સ્મુધી બનાવવી
આજકાલ કેળાની સ્મુધી બનાવીને પીવાનો ટ્રેંડ શરુ થયો છે. પરંતુ કેળાની સ્મુધી લાભને બદલે નુકસાન કરી શકે છે. સ્મુધી બનાવતી વધતે તેમાં ફ્લેવર, ડ્રાયફ્રુટ જેવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે જેના કારણે કેલેરી વધી જાય છે. સ્મુધી પીવાથી વજન વધી શકે છે.
સવારે ચા કે કોફી સાથે કેળુ
ખાલી પેટ ચા કે કોફી પીધા પછી નાસ્તા તરીકે કેળુ ખાવું હાનિકારક છે. સવારે કેળુ ખાવાથી બ્લડ શુગર વધી શકે છે. જો સવારે કેળુ ખાવું હોય તો તેની સાથે પ્રોટીનના સોર્સનો સમાવેશ કરો. કેળા નાસ્તામાં ઓટ્સ સાથે લઈ શકાય છે જેનાથી શુગર લેવલ સંતુલિત રહે છે.
ગળેલા કેળા ખાવા
કેળુ ગળી જાય એટલે કે એકદમ પાકી જાય પછી તેને ખાવાથી નુકસાન થઈ શકે છે. કારણ કે પાકેલા કેળામાં ફાઈબર ઓછું અને સુગર વધારે હોય છે. તેથી એકદમ ગળેલું કેળુ ખાવાને બદલે પાકુ હોય તેવું કેળું ખાવું.
ફક્ત કેળા ખાવા
જો તમે નાસ્તામાં ફક્ત કેળા ખાવ છો તો તે આદત પણ હાનિકારક છે. જો ફક્ત કેળા ખાવામાં આવે તો શરીરમાં ફાઈબર અને પ્રોટીનની ખામી સર્જાય છે. તેથી કેળા સાથે ઓટ્સ, નટ્સ, સ્પ્રાઉટ્સ લેવા જોઈએ.
ખોટા સમયે કેળુ ખાવું
હેલ્થ એક્સપર્ટ અનુસાર ખોટા સમયે કેળુ ખાવાથી પણ નુકસાન થાય છે. કેળુ હંમેશા બપોરે જમ્યા પછી કે સાંજે સ્નેક ટાઈમમાં ખાવું જોઈએ. આ સિવાય વર્કઆઉટ પછી પણ કેળુ ખાઈ શકાય છે. પરંતુ સવારે ખાલી પેટ અને રાત્રે કેળુ ખાવાની ભુલ કરવી નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)