ગુજરાતી ન્યૂઝHealthHealthy Flour: મેંદો છોડો, આ 4 હેલ્ધી લોટ અપનાવો, અડધાથી વધારે સ્વાસ્થ્ય સમસ્યા આ ફેરફારથી જ દુર થઈ જશે

Healthy Flour: મેંદો છોડો, આ 4 હેલ્ધી લોટ અપનાવો, અડધાથી વધારે સ્વાસ્થ્ય સમસ્યા આ ફેરફારથી જ દુર થઈ જશે

Healthy Flour: મેંદો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેને ખાવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. જો તમે મેંદાનો હેલ્ધી ઓપ્શન શોધવા માંગો છો તો આ લોટને તમે ડાયટમાં સામેલ કરી શકો છો.  
 

Healthy Flour: મેંદો છોડો, આ 4 હેલ્ધી લોટ અપનાવો, અડધાથી વધારે સ્વાસ્થ્ય સમસ્યા આ ફેરફારથી જ દુર થઈ જશે

Healthy Flour: રસોડામાં મેંદાનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં કરવામાં આવે છે. મેંદાથી બનતી વસ્તુઓ સ્વાદિષ્ટ લાગે છે તેથી લોકો તેનો ઉપયોગ કરે છે. જોકે મેંદો નિયમિત રીતે ખાવા માટે હેલ્ધી નથી. જો તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે તો હેલ્થ માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી પાચનતંત્ર પર પણ પ્રભાવ પડે છે. 

Add Zee News as a Preferred Source

મેંદો એવો લોટ છે જેનાથી શરીરને પોષક તત્વ મળતા નથી અને વજન ઝડપથી વધે છે. હેલ્થ એક્સપર્ટ તો મેંદાને ડાયટમાંથી દૂર કરવાની સલાહ આપતા હોય છે. આ સ્થિતિમાં તમે મેંદાને બદલે અન્ય કેટલાક લોટનો ઉપયોગ કરી શકો છો. આજે તમને જણાવીએ એવા ચાર લોટ વિશે જે મેંદાનું પરફેક્ટ રિપ્લેસમેન્ટ સાબિત થશે. આ લોટનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.

ઘઉંનો લોટ 

મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટને ચાળીને ઉપયોગમાં લઈ શકો છો. ઘઉંનો લોટ સૌથી સરળ અને સારો વિકલ્પ છે. ઘઉંના લોટમાંથી પરોઠા સહિતની વાનગી સરળતાથી બનાવી શકાય છે. 

બાજરાનો લોટ 

હેલ્થની દ્રષ્ટિએ બાજરાનો લોટ ફાયદાકારક છે. બાજરાના લોટથી ફાઇબર, આઇરન, એન્ટિઓક્સિડન્ટ શરીરને મળે છે. ડાયાબિટીસ હોય તેમના માટે પણ બાજરાનો લોટ ફાયદાકારક છે. બાજરાના લોટમાંથી પણ અલગ અલગ વાનગીઓ બની શકે છે. 

જુવારનો લોટ 

જુવાર હેલ્ધી અને ગ્લુટન ફ્રી અનાજ છે તેમાં ફાઇબર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જુવારનો લોટ વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે. જુવારનો લોટ ખાવાથી શરીરને તુરંત એનર્જી મળે છે. 

ચણાનો લોટ 

ચણાનો લોટ પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો વિકલ્પ છે. ચણાના લોટમાંથી પકોડા, ચીલ્લા, ઢોકળા વગેરે વસ્તુઓ બનાવી શકાય છે જે મેંદાથી બનેલા પકવાનને રિપ્લેસ કરી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news