)
Ayurveda Remedies: આયુર્વેદ દુનિયાની સૌથી જૂની મેડિકલ સિસ્ટમ છે. આજના સમયમાં પણ લોકો નેચરલ અને સેફ સારવાર માટે આયુર્વેદ પર વિશ્વાસ કરે છે. આયુર્વેદમાં શરીરના બધા જ અંગોના સ્વાસ્થ્ય માટે ખાસ ઔષધીઓ અને ઈલાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે આવી જ કેટલીક ઔષધીઓ અને ઈલાજ વિશે તમને જાણકારી આપીએ. માથાથી લઈને પગ સુધીની અલગ અલગ સમસ્યાઓમાં આયુર્વેદ તમને કેવી રીતે મદદ કરી શકે ચાલો જાણીએ.
વાળની સમસ્યા
જો તમને વાળની સમસ્યા હોય તો ભૃંગરાજનો ઉપયોગ કરવો લાભકારી માનવામાં આવે છે. ભૃંગરાજ વાળને ખરતા અટકાવે છે વાળને મજબૂત બનાવે છે અને પ્રાકૃતિક રીતે કાળા રાખવામાં મદદ કરે છે.
સ્કિનની સમસ્યા
ત્વચાની સંભાળ રાખવા માટે એલોવેરા અત્યંત ઉપયોગી છે એલોવેરાના ગુણ ત્વચાને પોષણ આપે છે, ત્વચાને સ્વસ્થ રાખે છે અને ડાઘ-ધબ્બા ઓછા કરવામાં મદદ કરે છે.
હૃદયની સમસ્યા
હૃદયના સ્વાસ્થ્યને સારું રાખવાનું કામ અર્જુન અને તુલસી કરે છે. આ બંને ઔષધીને આયુર્વેદમાં મહત્વપૂર્ણ માનવામાં આવી છે. અર્જુન હૃદયના ધબકારાને સંતુલિત કરે છે અને રક્તવાહિનીઓને મજબૂત બનાવે છે, જ્યારે તુલસી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.
પિત્તાશય
પિત્તાશયની સમસ્યામાં જાસૂદને ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી પિત્ત સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે અને પાચનતંત્ર સુધરે છે. આ સિવાય લીવર સંબંધિત સમસ્યામાં આમળા મહત્વપૂર્ણ ઔષધી સાબિત થાય છે. તે શરીરમાં જામેલી ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે.
બ્રેઇન હેલ્થ
લીમડો, પીપળો, શીસમ અને ગિલોય મગજના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે. તે રક્ત શુદ્ધ કરવામાં યોગદાન કરે છે. બ્રાહ્મી અને શંખપુષ્પી પણ મસ્તિષ્કની કાર્યક્ષમતા વધારવા માટે લાભકારી ગણાય છે તેનાથી સ્મૃતિ અને માનસિક સ્પષ્ટતા વધે છે.
આંખ
આંખ માટે હરડે, બેહડા અને આમળા ઉપયોગી સાબિત થાય છે. તેનાથી દ્રષ્ટિ તેજ થાય છે અને આંખ સંબંધિત રોગનું જોખમ ઓછું થાય છે. કાનાના સ્વાસ્થ્ય માટે સુદર્શન લાભકારી ગણાય છે અને ગળા માટે મૂલેઠીનો ઉપયોગ કરી શકાય છે.
સાંધાની સમસ્યા
આયુર્વેદમાં ઘૂંટણ અને સાંધાના સ્વાસ્થ્ય માટે હરશૃંગારનો ઉપયોગ કરવામાં આવે છે. તે સાંધાના દુખાવા અને સોજા ને ઓછા કરવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)