Migraine: માઇગ્રેન માટેના 2 આયુર્વેદિક ઉપાયો, માથું દુખે ત્યારે ટ્રાય કરજો, દવા ખાધા વિના દુખાવો મટી જશે

Ayurvedic upay for Migraine: માઈગ્રેનમાં માથાના એકભાગમાં તીવ્ર દુખાવો થાય છે. આ દુખાવો સહન કરવો મુશ્કેલ હોય છે. તેથી લોકો પેનકિલરની મદદ લેતા હોય છે. આ દુખાવો કંટ્રોલ કરવા માટે દવા ન લેવી હોય તો તમે આ 2 આયુર્વેદિક ઉપાય ટ્રાય કરી શકો છો. 
 

Migraine: માઇગ્રેન માટેના 2 આયુર્વેદિક ઉપાયો, માથું દુખે ત્યારે ટ્રાય કરજો, દવા ખાધા વિના દુખાવો મટી જશે

Ayurvedic upay for Migraine: માઈગ્રેન એક ગંભીર ન્યુરોલોજિકલ સમસ્યા છે. જે વ્યક્તિને માઇગ્રેન હોય તેને થોડા થોડા દિવસે માથામાં ભયંકર દુખાવો ઉપડે છે. માઈગ્રેનમાં સામાન્ય રીતે માથાનો એક ભાગ દુખે છે. ઘણી વખત આ દુખાવો એટલો વધારે હોય કે દવા પણ ઝડપથી અસર કરતી નથી. માઈગ્રેનમાં વ્યક્તિને માથાના દુખાવાની સમસ્યાની સાથે ઉલટી, ચક્કર આવવા, પ્રકાશથી સમસ્યા, અવાજથી સમસ્યા પણ થવા લાગે છે. જો તમે પણ માઈગ્રેનના દર્દી છો અને દુખાવો મટાડવા માટે તમારે વારંવાર દવા લેવી પડે છે તો દવા લેવાની બદલે આ આયુર્વેદિક ઉપાય અપનાવી શકો છો. આજે તમને આયુર્વેદના કેટલાક એવા ઉપાયો જણાવીએ જેને અપનાવવાથી માઈગ્રેનથી રાહત મળી શકે છે. 

ધાણાનું પાણી 

સૂકા ધાણાના બી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. જે લોકોને માઇગ્રેન હોય તેઓ ધાણાનું પાણી લઈ શકે છે. માઈગ્રેનનો દુખાવો મટાડવામાં આ પાણી મદદ કરી શકે છે. તેના માટે દોઢ ગ્લાસ પાણીને ઉકાળો અને તેમાં એક ચમચી ધાણાના બી ઉમેરો. પાણી જ્યારે અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરો. ત્યાર પછી પાણીને 10 મિનિટ માટે ઢાંકી રાખો. પાણી હુંફાળું હોય ત્યારે તેને ગાળી અને પી લેવું. રોજ સવારે આ ચા પી લેવી તેનાથી માથાના દુખાવાની ફ્રિકવન્સી ઘટી શકે છે 

તજ અને મધનો લેપ 

માઈગ્રેનના દુખાવાથી રાહત મેળવવા માટે તજ અને મધનો લેપ પણ લગાડી શકાય છે. તેના માટે એક ચમચી તજનો પાવડર લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને માથા પર લગાવો અને 20 મિનિટ સુધી રાખો. ત્યાર પછી હુંફાળા પાણીથી લેપ સાફ કરી લો. આ લેપ માઈગ્રેનના લક્ષણથી રાહત અપાવી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news