કોરોનાને હરાવવા મજબુત કરો રોગ પ્રતિકારક શક્તિ, ગરમ પાણી પીવા સહિત આ ઉપાયો અજમાવો

આયુષ મંત્રાલયે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ રહેવા માટે મંગળવારે કેટલાક દિશા નિર્દેશ બહાર પાડ્યાં. ખાસ કરીને શ્વાસ સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યાં. આ ઉપાય આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પ્રકાશનો આધારિત છે. 

કોરોનાને હરાવવા મજબુત કરો રોગ પ્રતિકારક શક્તિ, ગરમ પાણી પીવા સહિત આ ઉપાયો અજમાવો

નવી દિલ્હી: આયુષ મંત્રાલયે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ રહેવા માટે મંગળવારે કેટલાક દિશા નિર્દેશ બહાર પાડ્યાં. ખાસ કરીને શ્વાસ સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યાં. આ ઉપાય આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પ્રકાશનો આધારિત છે. 

આયુષ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કોવિડ 19ના કારણે દુનિયાભરના તમામ લોકો પ્રભાવિત છે. સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શરીરની પ્રાકૃતિક રક્ષા પ્રણાલીને મજબુત કરવી એ મહત્વની ભૂમિકા ભજવે છે. 

આયુષ મંત્રાલયે વધુમાં કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે સારવાર કરતા વધુ સારું રોકથામ છે. હજુ સુધી જો કે COVID-19 માટે કોઈ દવા નથી તો વધુ સારુ એ જ રહેશે કે આપણે સુરક્ષા કારણોસર એવા પગલાં લઈએ કે જેથી આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધે. 

કેટલાક સામાન્ય ઉપાયો ગણાવતા મંત્રાલયે દિવસભર ગરમ પાણી પીવાનું, દરરોજ ઓછામાં ઓછો 30 મિનિટ યોગ અભ્યાસ, પ્રાણાયામ અને ધ્યાન ધરવાની, ભોજન બનાવવા માટે હળદર, જીરૂ, અને કોથમિર, ધાણાજીરૂ જેવા મસાલાઓનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપી છે. રોગ પ્રતિકારક શક્તિ મજબુત કરવા માટે સવારે 10 ગ્રામ એટલે કે એક ચમચી ચ્યવનપ્રાશ ખાવા (ડાયાબિટીસવાળા માટે શુગરફ્રી) જેવા કેટલાક આયુર્વેદિક ઉપાયોનો ઉલ્લેખ કર્યો. 

આયુષ મંત્રાલયે દિવસમાં એક કે બે વાર હર્બલ ચા પીવી કે તુલસી, તજ, કાળામરી, સૂંઠ, અને કિશમિશનો ઉકાળો પીવો તથા 150 મિલી ગરમ દૂધમાં અડધી ચમચ હળદર નાખીને પીવાની સલાહ આપી છે. આ ઉપરાંત સવાર સાંજ બેવાર નાકના બંને કાણામાં તલ કે નારિયલનું તેલ કે ઘી લગાવવા જેવા કેટલાક આયુર્વેદના સરળ ઉપાયો પણ જણાવ્યાં છે. 

જુઓ LIVE TV

સૂકી ઊધરસ કે ગળામાં સોજા માટે દિવસમાં એકવાર ફૂદીનાની તાજી પત્તી કે અજમા સાથે વરાળ લેવાની સલાહ આપી છે અને સૂકી ઊધરસ કે ગળામાં ખારાશ માટે દિવસમાં બે થી ત્રણવાર કુદરતી સાકર કે મધ સાથે લવિંગનો પાઉડર ચાટી જવાનું પણ કહ્યું છે. 

આયુષ મંત્રાલયે કહ્યું આ ઉપાયોથી સામાન્ય રીતે સૂકી ઊધરસ કે ગળામાં સોજો ઓછો કરે છે. જો આમ છતાં લક્ષ્ણો યથાવત રહે તો ડોક્ટરની સલાહ લેવી યોગ્ય છે. 

આ ઉપરાંત એમ પણ કહ્યું કે દેશભરના પ્રતિષ્ઠિત ડોક્ટરોએ આ ઉપાયો સૂચવ્યા છે કારણ કે આમ કરીને સંક્રમણ વિરુદ્ધ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ મજબુત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news