Bajra Roti: ઘઉં છોડો... શિયાળામાં આ લોટની રોટલી ખાવાનું શરુ કરો, 1 મહિનામાં શરીરમાંથી નીકળી જશે મોટાભાગના રોગ

Bajra Roti Benefits In Winter: ગુલાબી ઠંડીની શરુઆત થઈ ચુકી છે. આ સમયે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ઠંડીની શરુઆત થાય ત્યારથી જ જો તમે ઘઉંના લોટને બદલે આ લોટની રોટલી ખાવા લાગશો તો શિયાળામાં એકદમ ફીટ થઈ જશો અને વજન પણ ઓછું થશે.
 

Bajra Roti: ઘઉં છોડો... શિયાળામાં આ લોટની રોટલી ખાવાનું શરુ કરો, 1 મહિનામાં શરીરમાંથી નીકળી જશે મોટાભાગના રોગ

Bajra Roti Benefits In Winter: શિયાળામાં એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરને ગરમ રાખે અને ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે. આવી વસ્તુઓમાંથી એક છે બાજરો. શિયાળામાં મોટાભાગના લોકો બાજરીના રોટલા ખાતા પણ હોય છે. પણ તેઓ એ વાતથી અજાણ હોય છે કે બાજરી શરીરને કેવા ફાયદા કરે. શિયાળામાં બનતા મસાલેદાર શાક સાથે બાજરીના રોટલા, રોટલી સ્વાદિષ્ટ લાગે છે એ વાત સાચી પરંતુ તેનાથી શરીરને લાભ પણ થાય છે તેથી આ ઋતુ દરમિયાન અન્ય અનાજની સરખામણીમાં બાજરો વધુ લાભ કરે છે.

Add Zee News as a Preferred Source

શિયાળા દરમિયાન બાજરીના લોટની રોટલી ખાવામાં આવે તો તેનાથી ફાયદો થઈ શકે છે. સામાન્ય રીતે દરેક ઘરમાં ઘઉંના લોટની રોટલી બનતી હોય છે પરંતુ જો તમે શિયાળામાં બાજરાના લોટની રોટલી ખાવાનું રાખશો તો તે શરીરને વધારે ફાયદો કરશે. બાજરાની રોટલી ઠંડીની ઋતુમાં શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર જો તમે ઠંડીમાં એક મહિના સુધી રોજ બાજરાની રોટલી ખાશો તો શરદી, ઉધરસ જેવી સમસ્યાઓથી લઈને શરીરની નબળાઈ દૂર થવા સુધીના ફાયદા થઈ શકે છે. 

બાજરાની તાસીર ગરમ હોય છે. તેનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે. પોષક તત્વની વાત કરીએ તો બાજરામાં આયરન, મેગ્નેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે આ પોષક તત્વો ઠંડીમાં શરીરને એનર્જી આપે છે. રોજ બાજરાની રોટલી ખાવાથી શરીરને ઠંડી લાગતી નથી અને સુસ્તી પણ આવતી નથી જેના કારણે આખો દિવસ એક્ટિવ રહી શકાય છે. 

બાજરામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ હોય છે તેનું સેવન કરવાથી હાડકા અને મસલ્સ મજબૂત બને છે. શિયાળામાં બાજરાની રોટલી ખાવાથી સાંધાના દુખાવા અને સ્નાયુની તકલીફથી રાહત મળી શકે છે. બાજરો પ્રોટીનથી ભરપૂર હોય છે જે મસલ્સને હેલ્ધી રાખવાનું કામ કરે છે 

જો તમે જાણતા ન હોય તો તમને જણાવી દઈએ કે બાજરો ડાયાબિટીસ અને હાર્ટ પેશન્ટ માટે પણ ફાયદાકારક છે. બાજરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, બાજરાની રોટલી ખાવાથી બ્લડ સુગર સ્પાઈક થતું નથી. બાજરો બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે અને હૃદયને હેલ્ધી રાખે છે. આ બધા જ ફાયદાનો અનુભવ તમે કરવા માંગતા હોય તો આ સીઝનમાં ઘઉંના લોટની રોટલી છોડી બાજરીના લોટની રોટલી ખાવાનું રાખજો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news