ઘઉં નહીં, આ 4 વસ્તુઓમાંથી બનેલો લોટ ડાયાબિટીસમાં 'ગેમ ચેન્જર' બનશે, તમે પણ જાણી લો
ઘઉંનો લોટ એટલો હેલ્ધી માનવામાં આવતો નથી કારણ કે તે કેલેરી વધારી શકે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ બીજા લોટ તરફ નજર કરવી પડશે, જેથી તેની તબીયત સારી રહી શકે.
Trending Photos
Best Flour For Diabetes Patients: ડાયાબિટીસ ટાઈપ 2 એક એવી બીમારી છે, જેમાં બ્લડમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે, જેનાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. સુગર દર્દીના જીવનમાં ડાયટ એક મહત્વની ભૂમિકા ભજવે છે. તેવામાં તમે કયા લોટનું સેવન કરી રહ્યાં છો, તે મહત્વનો નિર્ણય છે. ભારતમાં ઘઉંના લોટનો વધુ ઉપયોગ થાય છે, પરંતુ તેમાં કેલેરી અને ગ્લાઇસેમિક ઈન્ડેક્સ વધુ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી. આવો જાણીએ જેને હંમેશા સુગરનો ડર રહે છે તેણે કયા લોટની રોટલી ખાવી જોઈએ.
ડાયાબિટીસના દર્દી આ વાતનું રાખે ધ્યાન
ડાયાબિટીસના દર્દીઓએ લોટની પસંદગી કરવા સમયે કેટલીક વાતનું ધ્યાન રાખવું પડશે, જેમ કે...
1. ફાઇબર કન્ટેન્ટ
ફાઇબરની હાજરી લોહીમાં સુગરની માત્રા કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેથી લોટમાં ફાઇબરની પ્રમાણ વધુ હોવું જોઈએ.
2. ગ્લાઇસેમિક ઈન્ડેક્સ
ગ્લાઇસેમિક ઈન્ડેક્સ તે જણાવે છે કે કોઈ ફૂડ આઇટમ લોહીમાં સુગરની માત્રાને કેટલી ઝડપથી વધારે છે. ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે લોટનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોવો જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ લોટ
1. બાજરાનો લોટઃ બાજરાના લોટમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર હોય છે, જે લોહીમાં સુગરને કાબુમાં કરવા મહત્વની ભૂમિકા ભજવે છે.
2. જુવારનો લોટઃ જુવારના લોટમાં ફાઇબર અને વિટામિન હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓને બ્લડ ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
3. ચણાનો લોટઃ ચણાના લોટમાં પ્રોટીન અને ફાઇબર ઉચ્ચ માત્રામાં હોય છે, જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
4. રાગીનો લોટઃ રાગીનો લોટ દેખાવમાં બ્રાઉન લાગે છે, જે ફાઇબર અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, જેનાથી લોહીમાં સુગરની માત્રાને કંટ્રોલ કરવી સરળ થઈ જાય છે.
સમજી વિચારી લો નિર્ણય
ડાયાબિટીસના લોકો માટે લોટની પસંદગી મહત્વનો નિર્ણય છે અને તમે યોગ્ય લોટની પસંદગી કરી સુગરને કંટ્રોલ કરી શકો છો. બાજરા જુવાર, ચણા અને રાગીના લોટને ઘઉંના લોટ કરતા પ્રાથમિકતા આપવી જોઈએ. તે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે લોટમાં ફાઇબરની માત્રા અને ગ્લાઇસેમિક ઈન્ડેક્સ કેટલો છે, ત્યારે ડાયાબિટીસના દર્દી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકશે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે