Black Raisins: હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવે છે આ કાળા દાણા, જાણો કેવી રીતે ખાવા
Black Raisins Benefits: કાળી દ્રાક્ષ દેખાવમાં નાનકડી લાગે છે પરંતુ આ કાળી વસ્તુ હાડકાને લોખંડ જેવા મજબૂત કરી શકે છે. આજે તમને કાળી દ્રાક્ષ ખાવાથી શરીરને થતા લાભ વિશે જણાવીએ. આ રીતે કાળી દ્રાક્ષ ખાવાથી હાડકાને લાભ થઈ શકે છે.
Trending Photos
)
Black Raisins Benefits: આપણું શરીર મજબૂત રહે તે માટે હાડકા હેલ્ધી અને મજબૂત હોય તો જરૂરી છે. પરંતુ ખરાબ આહાર, શરીરમાં કેલ્શિયમની ખામી અને વધતી ઉંમરના કારણે હાડકા નબળા પડવા લાગે છે. નબળા પડતા હાડકાને મજબૂત કરવા જરૂરી હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારા હાડકા વૃદ્ધાવસ્થામાં પણ મજબૂત રહે તો ડાયટમાં કાળી દ્રાક્ષ સામેલ કરી લો. ખાવામાં સ્વાદિષ્ટ લાગતી કાળી દ્રાક્ષ હાડકા સંબંધી સમસ્યાથી બચાવમાં મદદ કરી શકે છે. કાળી દ્રાક્ષ ખાવાથી હાડકાને કેવી રીતે ફાયદો થાય છે આજે તમને જણાવીએ.
કાળી દ્રાક્ષથી હાડકાને થતા ફાયદા
હાડકા આપણા શરીરને એક યોગ્ય ઢાંચામાં રાખવામાં મદદ કરે છે. હાડકા જ આપણા શરીરને યોગ્ય આકાર આપે છે. હાડકા સ્વસ્થ અને મજબૂત હોય તો હલનચલનમાં પણ સરળતા રહે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ હાડકાની ડેન્સિટી ઘટી જાય છે. હાટકાની મજબૂતી ઓછી થવા લાગે ત્યારે સાંધામાં દુખાવા જેવી સમસ્યા શરૂ થઈ જાય છે. હાડકા આપણા શરીરને સપોર્ટ કરવાની સાથે મસલ્સ, દાંત અને સાંધાને સેફ રાખવામાં પણ મદદ કરે છે. તેથી હાડકા મજબૂત હોય તે ખૂબ જ જરૂરી છે.
કાળી દ્રાક્ષ એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે શરીરને ફાયદો કરે છે. જેમાં કેલ્શિયમ આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કાળી દ્રાક્ષ હાડકાને મજબૂતી આપવામાં મદદ કરે છે. કાળી દ્રાક્ષમાં બોરોન નામનું મિનરલ હોય છે જે હાડકામાં કેલ્શિયમના ઓબ્ઝર્વેશનની શક્તિ વધારે છે. જેના કારણે હાડકા ઝડપથી નબળા પડતા નથી. કાળી દ્રાક્ષમાં એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે જે સોજો ઘટાડે છે અને હાડકા તેમજ સાંધાના દુખાવાથી રાહત આપે છે.
કાળી દ્રાક્ષ ખાવાની રીત
કાળી દ્રાક્ષ ખાવાની સૌથી સારી રીત છે કે તમે તેને પાણીમાં પલાળીને ઉપયોગમાં લો. રાત્રે 8 થી 10 કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટ કાળી દ્રાક્ષને ચાવીને ખાઈ લેવી. તેનાથી કાળી દ્રાક્ષના પોષક તત્વો શરીરમાં સારી રીતે ભળી જાય છે. આ સિવાય તમે કાળી દ્રાક્ષને ફ્રુટ સાથે, ઓટ્સ સાથે, સલાડ કે દહીં સાથે પણ ખાઈ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે












