)
Body Cooling Food: ગરમીમાં બાળકો ખાવાપીવામાં બેદરકારી કરે તો તુરંત બીમાર થી જાય છે. ઉનાળામાં ડિહાઈડ્રેશનનું જોખમ પણ રહે છે. દિવસ દરમિયાન બાળકો નાસ્તામાં અનહેલ્ધી વસ્તુ ખાય તો તેમને પેટ પણ બગડી જાય છે. આ સમય દરમિયાન બાળકોને વેકેશન હોય છે તેથી તેમના આહાર પર વિશેષ ધ્યાન આપી શકાય છે.
ઉનાળા દરમિયાન બાળકને આ 5 વસ્તુઓ નિયમિત આપવી જોઈએ. આ વસ્તુઓ બાળકનું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. આ વસ્તુઓ એવી છે જે બાળકને હેલ્ધી બનાવે છે અને બીમારીઓથી બચાવે છે.
દહીં
ઉનાળામાં બાળકની ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ. દહીંમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, આયરન, ફોલિક એસિડ હોય છે જે પાચન સુધારે છે. દહીં ખાવાથી શરીરને ઠંડક મળે છે. દહીંથી હાડકા મજબૂત થાય છે.
નાળિયેર પાણી
ઉનાળામાં બાળક બીમાર ન પડે તે માટે તેને નાળિયેર પાણી પીવડાવવું જોઈએ. નાળિયેર પાણીમાં પોટેશિયમ હોય છે. પેટ માટે નાળિયેર પાણી સારું છે તેનાથી કબજિયાત કે એસિડિટી થતા નથી.
તરબૂચ
ઉનાળામાં તરબૂચ બાળકોને રોજ ખવડાવવું. તરબૂચમાં 90 ટકા પાણી હોય છે જે શરીરને હાઈડ્રેટેડ રાખે છે. તરબૂચ શરીરના તાપમાનને સામાન્ય રાખવામાં મદદ કરે છે. તેનાથી ઈમ્યૂનિટી સુધરે છે.
દ્રાક્ષ
દ્રાક્ષ ખાવાથી આંખ, ત્વચા, હાડકા, ઈમ્યુનિ સિસ્ટમને લાભ થાય છે. ઉનાળામાં દ્રાક્ષ ખાવાથી એન્ટી ઓક્સીડન્ટ શરીરને મળે છે.
કેરી
કેરી ઉનાળામાં મળતું ફળ છે અને ઉનાળામાં કાચી તેમજ પાકી બંને કેરી ખાવી જોઈએ. કેરીને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકો છો. કેરી એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામીન સીથી ભરપુર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)