)
Breast Cancer Symptoms: ભારતમાં 40 કે તેનાથી વધુ વયની મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ વધારે હોય છે. સ્તન કેન્સરમાં સ્તનની કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે છે અને તેની સંખ્યા સ્વસ્થ કોશિકા કરતા વધી જાય છે. જેની ગાંઠ બનવા લાગે છે. જો કે બ્રેસ્ટ કેન્સરને જીવલેણ બનતા રોકી શકાય છે જો તેની ખબર શરુઆતી સ્ટેજમાં પડી જાય તો.
સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરને લઈને જાગૃતિ આવે તે માટે તેમણે સેલ્ફ ટેસ્ટ કરતા રહેવું જોઈએ. જેમાં બ્રેસ્ટમાં ગાંઠ જ નહીં પરંતુ અન્ય લક્ષણો પર પણ ધ્યાન આપવું. મોટા ભાગની મહિલાઓને બ્રેસ્ટ કેન્સર વિશે મોડી ખબર પડે છે કારણ કે તેઓ ગાંઠ સિવાયના કેટલાક લક્ષણોને ઈગ્નોર કરે છે. આજે તમને આવા લક્ષણો વિશે જણાવીએ જેનાથી બ્રેસ્ટ કેન્સરના અર્લી સ્ટેજ વિશે જાણી શકાય છે.
નિપ્પલમાંથી પાણી નીકળવું
નિપ્પલમાંથી પાણી નીકળવું સામાન્ય ગણી લેવામાં આવે છે પરંતુ આ સમસ્યા કેન્સરનું શરુઆતી લક્ષણ હોય શકે છે. નિપ્પલમાંથી પાણી સંક્રમણ કે હોર્મોનલ પરિવર્તનના કારણે પણ નીકળે છે પરંતુ જો આ સમસ્યા ગંભીર હોય અથવા નિપ્પલમાંથી સતત પાણી નીકળે, જે પ્રવાહી નીકળે તે રક્ત જેવું અથવા ઘટ્ટ હોય તો તેને ઈગ્નોર ન કરો અને ડોક્ટરનો સંપર્ક કરો.
બ્રેસ્ટના શેપમાં ફેરફાર
ઈન્ફ્લેમેટરી બ્રેસ્ટ કેન્સરના કારણે સ્તનની ત્વચામાં પરિવર્તન થઈ જાય છે. આ સ્થિતિમાં ત્વચા સંતરા જેવી લાગવા લાગે છે. એટલે તેમાં ખાડા ખાડા દેખાય છે. જો સ્તનની ત્વચામાં કોઈ પરિવર્તન દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.
સ્તનના આકારમાં વૃદ્ધિ
સામાન્ય રીતે એક સ્તન બીજા સ્તનથી આકારમાં અલગ હોય છે. આવું હોર્મોનલ ચેન્જ, વધતી ઉંમર અને ગર્ભાવસ્થાના કારણે થઈ શકે છે. પરંતુ આવો ફેરફાર અચાનક અને અસામાન્ય હોય તો તે કેન્સર જેવી ગંભીર સમસ્યાનું લક્ષણ હોય શકે છે. આ સ્થિતિમાં તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો. કારણ કે સ્તનના આકારમાં ટ્યૂમરના કારણે પણ ફેરફાર થઈ શકે છે.
સ્તન પાસે સોજો
કોલર બોલન કે બગલમાં લિમ્ફ નોડ્સ હોય તો તે ભાગ સોજેલો દેખાય છે. જો સ્તનની આસપાસના અંગોમાં સોજો દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય નિદાન કરાવવું. આ સોજો કેન્સરની કોશિકા વધવાથી પણ હોય શકે છે.
સ્તનમાં દુખાવો
માસિક સમયે કે માસિક પહેલા સ્તનમાં દુખાવો રહેતો હોય તો તે કેન્સરનું લક્ષણ હોય શકે છે. આ સિવાય સ્તનની ત્વચા લાલ થઈ જાય અથવા બળતરા થાય તો પણ તે કેન્સરના કારણે હોય શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)