Breast Cancer: બ્રેસ્ટ કેન્સરના પહેલા સ્ટેજમાં દેખાય છે આ લક્ષણો, ઈગ્નોર કરવું પડશે ભારે

Breast Cancer First Stage Symptoms: બ્રેસ્ટ કેન્સરની શરુઆતમાં દેખાતા લક્ષણોને ઓળખી સારવાર શરુ કરી દેવામાં આવે તો બચાવ થઈ શકે છે. આજે તમને જણાવીએ બ્રેસ્ટ કેન્સરની શરુઆતમાં શરીરમાં કેવા લક્ષણો જોવા મળે છે.
 

Breast Cancer: બ્રેસ્ટ કેન્સરના પહેલા સ્ટેજમાં દેખાય છે આ લક્ષણો, ઈગ્નોર કરવું પડશે ભારે

Breast Cancer First Stage Symptoms: દર વર્ષે ઓક્ટોબર મહિનામાં બ્રેસ્ટ કેન્સર અવેયરનેસ મંથ મનાવવામાં આવે છે. જે બ્રેસ્ટ કેન્સરને લઈને અવેરનેસ વધારવા માટે કરવામાં આવે છે. બ્રેસ્ટ કેન્સર અવેયરનેસ મંથના અનુસંધાને ચાલો જાણીએ બ્રેસ્ટ કેન્સરના શરુઆતી લક્ષણો વિશે જેની ઓળખ જો સમયસર થઈ જાય તો આ બીમારીથી બચી શકાય છે. 

Add Zee News as a Preferred Source

બ્રેસ્ટમાં ગાંઠ જેવું લાગવું

બ્રેસ્ટમાં કે બગલમાં ગાંઠ હોય તો તે કેન્સરનું શરુઆતી સંકેત થઈ શકે છે. શરુઆતના સમયે આ ગાંઠ નાની હોય છે પરંતુ સમયની સાથે ગાંઠની સાઈઝ મોટી થાય છે. જો બ્રેસ્ટની આસપાસ ગાંઠ જેવો અનુભવ થાય તો તુરંત ડોક્ટર પાસે જવું.

બ્રેસ્ટ સાઈઝ

બ્રેસ્ટની સાઈઝમાં થોડો ફેરફાર હોય તે સામાન્ય વાત છે પરંતુ અચાનક બ્રેસ્ટની સાઈઝમાં બદલાવ આવે તો તેને ઈગ્નોર ન કરો. તુરંત ડોક્ટર પાસે જવું. બ્રેસ્ટની સાઈઝમાં અસામાન્ય ફેરફાર બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ હોય શકે છે. 

નિપ્પલમાંથી પસ કે લોહી નીકળવું

નિપ્પલમાંથી પસ કે લોહી નીકળવાની સમસ્યા પણ બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ હોય શકે છે. નિપ્પલમાં કોઈ ઘા થઈ જાય તો તે પણ બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ હોય શકે છે. આ સંકેતને ઈગ્નોર ન કરો. 

બ્રેસ્ટમાં દુખાવો

બ્રેસ્ટમાં સતત દુખાવો થતો હોય તે અડવાથી દુખાવા જેવું અનુભવાય તો તે પણ કેન્સરનું લક્ષણ હોય શકે છે. બ્રેસ્ટ પર સોજો આવે તે પણ કેન્સરનું શરુઆતી લક્ષણ હોય છે. તેથી આવા લક્ષણોને ઈગ્નોર કરવા નહીં. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news