)
Cervical Cancer Vaccine: સર્વાઈકલ કેન્સર મહિલાઓમાં થતું બીજું સૌથી મોટું કેન્સર છે. ભારતમાં સર્વાઈકલ કેન્સરના મામલે પહેલાની સરખામણીમાં છેલ્લા ઘણા સમય દરમિયાન વધી ગયા છે. સર્વાઈકલ કેન્સર એક જીવલેણ બીમારી છે. હેલ્થ એક્સપર્ટ પણ જણાવે છે કે મહિલાઓએ આ કેન્સરને લઈને જાગૃત થવું જરૂરી છે. આ કેન્સરથી બચવું હોય તો મહિલાઓએ HPV વેક્સીન લેવી જોઈએ.
HPV વેક્સીન શા માટે જરૂરી ?
કેન્સર એક્સપર્ટ ડોક્ટર્સના જણાવ્યાનુસાર HPV વેક્સીન સર્વાઈકલ કેન્સરને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ વેક્સીન સંક્રમણના જોખમને ઘટાડી સર્વાઈકલ કેન્સરની સંભાવનાને ઘટાડે છે. HPV વેક્સીન મહિલાઓને 2 ડોઝ અને 3 ડોઝમાં આપવામાં આવે છે.
જેમાં 9 થી 14 વર્ષની બાળકીઓને HPV વેક્સીનના બે ડોઝ આપવામાં આવે છે. 2 ડોઝ 6 મહિનાની અંદર આપવામાં આવે છે. જે તારીખે પહેલો ડોઝ લીધો હોય તેના 6 મહિના પછી સેમ તારીખે બીજો ડોઝ લેવાનો હોય છે.
HPV વેક્સીનના 3 ડોઝ ક્યારે લાગે ?
14 વર્ષથી વધુની વયની યુવતીઓ અને મહિલાઓને HPV વેક્સીનના 3 ડોઝ આપવામાં આવે છે. પહેલો ડોઝ લીધાના 1 મહિના પછી બીજો ડોઝ આપવામાં આવે છે. ત્યારબાદ પહેલા ડોઝને 6 મહિના થાય ત્યારે ત્રીજો ડોઝ લેવાનો હોય છે.
HPV વેક્સીનના પ્રકાર
સર્વાઈકલ કેન્સર માટેની HPV વેક્સીનના 3 પ્રકાર હોય છે. તમે ડોક્ટરની સલાહ અનુસાર પોતાના માટે બેસ્ટ વેક્સીન પસંદ કરી શકો છો. સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં HPV વેક્સીન લગાડી દેવામાં આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)