Herbal Drink: આ 3 મસાલાનું પાણી સવારે પી લેશો તો આખો દિવસ બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં

Herbal Drink to Control Blood Sugar: દરેક ઘરના રસોડામાં હોય એવા 3 મસાલા ડાયાબિટીસના દર્દીઓ માટે દવા છે. આ મસાલાને યોગ્ય માપ અનુસાર લઈ પાણીમાં ઉકાળી સવારે પી લેવામાં આવે તો બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
 

Herbal Drink: આ 3 મસાલાનું પાણી સવારે પી લેશો તો આખો દિવસ બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં

Herbal Drink to Control Blood Sugar: બ્લડ સુગર લેવલ અનિયંત્રિત હોય તો ડાયાબિટીસના દર્દીઓને ઘણી બધી સમસ્યા થઈ શકે છે. વારંવાર બ્લડ સુગર વધે અને ઘટે તો નર્વસ સીસ્ટમ ડેમેજ થઈ જાય છે અને સાથે જ કિડની ડેમેજનું રિસ્ક પણ વધી જાય છે. ડાયાબિટીસ હોય તો બ્લડ સુગર મેનેજમેન્ટ માટે રોજની ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ એક્સરસાઇઝ કરીને હેલ્ધી રૂટીન ફોલો કરવો. 

Add Zee News as a Preferred Source

આજે તમને ઘરમાં રહેલી ત્રણ એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને પાણીમાં ઉકાળીને સવારના સમયે પી લેવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ ત્રણ વસ્તુ એવી છે જેને પાણીમાં ઉકાળશો તો હેલ્ધી હર્બલ ટી બની જશે જે શરીરને ફાયદો પણ કરે છે અને સ્વાદમાં પણ ટેસ્ટી લાગે છે. 

બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે રોજ સવારે ખાલી પેટ તજ, વરિયાળી અને જીરુંથી બનેલી ચા પીવી જોઈએ. અનેક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે તજ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરતો મસાલો છે. સાથે જ જીરું અને વરિયાળીમાં પણ એવા ગુણ હોય છે જે રક્તમાં સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

તજ જીરું અને વરીયાળીથી બનેલી હર્બલ ટીને દિવસમાં એક થી બે વખત પી શકાય છે. આ હર્બલ ટી સવારે ખાલી પેટ પીવાથી વધારે લાભ કરે છે. 

કેવી રીતે બનાવવી હર્બલ ટી ?

અડધો લીટર પાણી ગરમ કરવા મુકો. તેમાં એક ઇંચનો તજનો ટુકડો, એક ચમચી વરિયાળી, અડધી ચમચી જીરૂં ઉમેરી દસ મિનિટ સુધી સારી રીતે ઉકાળો. ત્યાર પછી પાણીને ગાળી લો. આ પાણી હુંફાળું હોય ત્યારે તેમાં મધ ઉમેરીને પી લેવું.

હર્બલ ટી પીવાથી થતા ફાયદા 

- તજ, વરીયાળી અને જીરુંની ચા પીવાથી વજન ઝડપથી ઘટી શકે છે. આ ત્રણ મસાલાનું પાણી મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને શરીરનું વજન ઝડપથી ઘટાડે છે. 

- જીરું તજ અને વરીયાળીના પાણીમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ઇમ્યુન પાવરને વધારે છે..

- સવારના સમયે ખાલી પેટ જીરું, વરિયાળી અને તજનું પાણી પીવાથી શરીરમાં જામેલા ટોક્સિન શરીરમાંથી નીકળી જાય છે અને શરીર અંદરથી પણ સ્વસ્થ રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news