)
Colon Cancer Symptoms: મોટા આંતરડાનું કેન્સર જેને કોલોન કેન્સર પણ કહે છે તે જીવલેણ છે. દર વર્ષે અનેક લોકો કોલોન કેન્સરના કારણે જીવ ગુમાવે છે. કોલોન કેન્સરની શરુઆતમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. મોટાભાગના લોકો આ લક્ષણોને ઈગ્નોર કરી દેતા હોય છે જેના કારણે કોલોન કેન્સર વિશે ખબર પડે ત્યાં સુધીમાં મોડુ થઈ જાય છે. આજે તમને જણાવીએ કોલોન કેન્સરના શરુઆતી લક્ષણો કયા છે જે સવારે ટોયલેટ જવા સમયે દેખાય છે.
મળમાં લોહી
સવારના સમયે જો મળમાં લોહી આવતું હોય તો તે નોર્મલ નથી. જો મળમાં લોહી આવે તો તેને ઈગ્નોર કરવાની ભુલ ન કરવી. સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો. કારણ કે આ કોલોન કેન્સરનું લક્ષણ હોય શકે છે.
કબજિયાત રહેવી
કબજિયાત તો ઘણા લોકોને રહેતી હોય છે. પરંતુ જો કોઈને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા હોય તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી કબજિયાત રહેવી અથવા વારંવાર કબજિયાત થઈ જવી આંતરડાના કેન્સરની શરુઆતનો સંકેત હોય શકે છે. આ સંકેતને પણ ઈગ્નોર ન કરો.
મરોડ જેવો દુખાવો થવો
સવારના સમયે પેટમાં દુખાવો કે મરોડ ઉઠતી હોય તો તે પણ કોલોન કેન્સરનો ઈશારો હોય શકે છે. લાંબા સમયથી સવારે પેટમાં દુખાવો કે મરોડ આવતી હોય તો તેને ઈગ્નોર ન કરો. સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરી લેવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)