કોવિડ-19થી મર્દાનગી પર પણ અસર! નબળા પડ્યા શુક્રાણુ અને નવી પેઢી રહેશે બીમાર, રિસર્ચમાં ખુલાસો

એક નવા પ્રકારના રિસર્ચમાં સામે આવ્યું છે કે આ વાયરસ ન માત્ર સંક્રમિત વ્યક્તિને પ્રભાવિત કરે છે, પરંતુ તેના બાળકો એટલે કે આગામી પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને વ્યવહાર પર પણ અસર કરે છે.

 કોવિડ-19થી મર્દાનગી પર પણ અસર! નબળા પડ્યા શુક્રાણુ અને નવી પેઢી રહેશે બીમાર, રિસર્ચમાં ખુલાસો

નવી દિલ્હીઃ જ્યારે દુનિયા COVID-19 મહામારીનો સામનો કરી રહી હતી, ત્યારે લોકોનું ધ્યાન સંક્રમણથી બચાવ, સારવાર અને વેક્સીન પર કેન્દ્રીત હતું. પરંતુ હવે મહામારીના કેટલાક વર્ષો બાદ વૈજ્ઞાનિકોની નજર તેની એવી અસર પર પડી છે, જે ચોંકાવનારી છે. હવે નવા રિસર્ચમાં જે સામે આવ્યું છે તે જણાવે છે કે આ વાયરસ ન માત્ર સંક્રમિત વ્યક્તિને પ્રભાવિત કરે છે, પરંતુ તેના બાળકો એટલે કે આગામી પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને વ્યવહાર પર પણ અસર કરી શકે છે અને તે પણ ત્યારે જ્યારે સંક્રમણ ગર્ભાવસ્થા પહેલા થયું હોય.

ઓસ્ટ્રેલિયાના ફ્લોરી ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ મેન્ટલ હેલ્થ માટે કરવામાં આવેલા એક સંશોધનમાં તે ખુલાસો થયો છે કે COVID-19 સંક્રમણ પુરૂષોના શુક્રાણુઓમાં એવા ફેરફાર લાવી શકે છે, જે બાળકોના મગજના વિકાસ અને વ્યવહારને પ્રભાવિત કરી શકે છે. આ પરિણામ નેચર કમ્યુનિકેશન્સ નામના સાઇન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયા છે. આવો જાણીએ આ રિસર્ચ શું કહે છે, કઈ રીતે કરવામાં આવ્યું, તેની પાછળ શું છે.

Add Zee News as a Preferred Source

શું કહે છે રિસર્ચ?
ફ્લોરી ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ ઉંદરો પર એક પ્રયોગ કર્યો. તેમણે પહેલા નર ઉંદરોને SARS-CoV-2 થી ચેપ લગાવ્યો, તેમને ચેપમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થવા દીધા, અને પછી તેમને સ્વસ્થ માદા ઉંદરો સાથે ઉછેર્યા. આ ચેપગ્રસ્ત નર ઉંદરોના સંતાનોએ એવા ઉંદરોના સંતાનો કરતાં વધુ ચિંતાજનક વર્તન દર્શાવ્યું જેમના પિતા ક્યારેય ચેપગ્રસ્ત થયા ન હતા. માદા સંતાનોમાં તણાવ સાથે સંકળાયેલા જનીનો ખાસ કરીને પ્રભાવિત થયા. તેમને મગજના એક મુખ્ય ભાગ હિપ્પોકેમ્પસમાં જનીન પ્રવૃત્તિમાં નોંધપાત્ર ફેરફારો પણ જોવા મળ્યા જે લાગણીઓ અને મૂડને નિયંત્રિત કરે છે.

આ અસર કેમ અને કઈ રીતે થાય છે?
સંશોધકોએ શોધી કાઢ્યું કે COVID-19 વાયરસના ચેપ પછી, પુરુષોના શુક્રાણુમાં RNA, ખાસ કરીને નોન-કોડિંગ RNA, બદલાય છે. નોન-કોડિંગ RNA એ એવા પરમાણુઓ છે જે સીધા DNA માંથી પ્રોટીન બનાવતા નથી, પરંતુ જનીનોને ચાલુ અથવા બંધ કરવાનું કાર્ય કરે છે. આનો અર્થ એ છે કે તેઓ નક્કી કરે છે કે કયા જનીનો સક્રિય છે અને કયા નથી. આ જનીનો શરીરની વૃદ્ધિ અને વર્તનને નિયંત્રિત કરે છે. તેથી, જ્યારે આવા RNA શુક્રાણુમાં બદલાય છે, ત્યારે તે આગામી પેઢીના મગજ અને વર્તનને અસર કરી શકે છે. આને વૈજ્ઞાનિક ભાષામાં એપિજેનેટિક ફેરફારો તરીકે ઓળખવામાં આવે છે.

મનુષ્ય માટે તેનું શું મહત્વ છે?
આગામી પગલું તે છે કે મનુષ્યોમાં પણ આ પ્રકારની તપાસ કરવામાં આવે જેમ કે કોવિડ-19થી સાજા થયેલા પુરૂષોના શુક્રાણુઓની તપાસ કરવી અને તે જોવાનું કે તેના બાળકોમાં કોઈ રીતે માનસિક કે વ્યાવહારિક ફેરફાર છે કે નહીં, જો મનુષ્યોમાં પણ આ પ્રક્રિયા ચાલે છે તો તેની અસર લાખો પરિવાર પર થઈ શકે છે, કારણ કે દુનિયામાં કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ રિસર્ચે COVID-19 ને એક નવી રીતે જોયો છે, ન માત્ર એક શ્વાસ સબંધિત બીમારીના રૂપમાં, પરંતુ એક એવો વાયરસ જે માનવ પ્રજનન અને આગામી પેઢીઓના માનસિક સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news