Depression Signs: પુરુષો ડિપ્રેશનમાં હોય તો જોવા મળે આ 5 લક્ષણો
Depression Signs: પુરુષ પોતાની લાગણી વ્યક્ત કરવામાં અસર્મથ હોય છે. તેથી તેમના ડિપ્રેશન વિશે જાણવું પણ મુશ્કેલ થઈ જાય છે. જો કે પુરુષ ડિપ્રેશનમાં હોય તો તેના વર્તનમાં આ 5 લક્ષણ જોવા મળે છે. તેના પરથી જાણી શકાય છે પુરુષની માનસિક હાલત વિશે.
Trending Photos
Depression Signs: ડિપ્રેશન એક ગંભીર માનસિક બીમારી છે જે પુરુષોને પણ થાય છે. જોકે ડિપ્રેશનના લક્ષણોની વાત કરીએ તો તે મહિલાઓ અને પુરુષોમાં અલગ અલગ હોઈ શકે છે. મોટાભાગે પુરુષો પોતાની લાગણીને ખુલીને વ્યક્ત કરતા નથી તેથી તેઓ ડિપ્રેશન દરમિયાન વિચિત્ર રીતે વર્તન કરે છે. પુરુષોમાં ડિપ્રેશન હોય ત્યારે ગુસ્સો, ચીડીયાપણું, કામમાં અરુચી જેવા લક્ષણો જોવા મળે છે. જો કોઈ પણ પુરુષમાં આ પ્રકારના લક્ષણો જણાતા હોય તો તેણે સારવાર લેવી જોઈએ. પુરુષો વધારે એક્સપ્રેસિવ હોતા નથી તેથી ડિપ્રેશનના લક્ષણોને શરૂઆતમાં જ સમજી લેવા જરૂરી છે.
ચીડીયાપણું અને ગુસ્સો
પુરુષોમાં ડિપ્રેશન દરમિયાન મોટાભાગે ચીડીયાપણું અને ગુસ્સો જોવા મળે છે. પુરુષો નાની-નાની સ્થિતિ પર પણ ગુસ્સે થઈ જાય છે અને ચિંતા કરવા લાગે છે. આ લક્ષણ ડિપ્રેશનનું પણ હોઈ શકે છે.
ફિઝિકલ અને મેન્ટલ થાક
ડિપ્રેશનથી પરેશાન વ્યક્તિ ફિઝિકલ અને મેન્ટલ રીતે થાકનો સામનો કરે છે. જેના સામાન્ય લક્ષણો એવા છે કે પુરુષને જે કામ રોજ કરવાનું હોય છે તેમાં પણ તેને સમસ્યાઓ થવા લાગે અને શરીર હંમેશા થાકેલું રહે.
સોશિયલ ડિસ્ટન્સ
જે પુરુષને ડિપ્રેસ હોય તે વ્યક્તિ લોકોથી દૂર એકલા રહેવાનું શરૂ કરી દે છે. આવા પુરુષ મિત્રો અને પરિવારથી દૂર રહેવા લાગે છે. સામાજિક કાર્યક્રમ કે પ્રસંગમાં ભાગ લેવાથી પણ બચવા લાગે છે.
ઊંઘ સંબંધિત સમસ્યા
પુરુષોમાં ડિપ્રેશનની શરૂઆત લક્ષણ ઊંઘની સમસ્યા પણ હોય છે. ડિપ્રેશનના કારણે પુરુષોને વધારે ઊંઘ આવે છે અથવા તો ઊંઘ આવવામાં પણ સમસ્યા થઈ જાય છે. 99% પુરુષો રાત્રે સારી રીતે સુઈ શકતા નથી.
પોતાના ગમતા કામોમાં પણ મન ન લાગવું
સામાન્ય રીતે જે કામ પુરુષોને કરવું ગમતું હોય છે તેમાંથી પણ તેનો રસ ઉડી જાય છે. આ પણ ડિપ્રેશનનું લક્ષણ હોઈ શકે છે. પુરુષોને પોતાની હોબીમાં પણ રસ ન રહે કે કંઈ નવું કરવાની ઈચ્છા ન થાય તે પણ ડિપ્રેશન નું લક્ષણ છે
ડિપ્રેશનથી બચવા શું કરવું?
જો તમને પણ ડિપ્રેશનના લક્ષણો જણાતા હોય તો એ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે પોઝિટિવ વિચાર અપનાવો. પોતે કરેલા કામની સરાહના કરો અને રોજ એક્સરસાઇઝ માટે સમય કાઢો. નિયમિત રીતે એક્સરસાઇઝ કરી લેવાથી ઊંઘ અને મેન્ટલ હેલ્થ સુધરે છે સાથે જ પૌષ્ટિક આહાર લેવાનું શરૂ કરો
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે