Digital Detox: ફેશન નહીં, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે જરૂરી છે ડિજિટલ ડિટોક્સ
Digital Detox Benefits: આજના સમયમાં દરેક વ્યક્તિ દિવસનો મોટાભાગનો સમય મોબાઈલ, લેપટોપ કે ટીવી સામે પસાર કરે છે. જેના કારણે ડિજિટલ ડિટોક્સનો ટ્રેંડ પણ વધી રહ્યો છે. જો કે ડિજિટલ ડિટોક્સ માત્ર ટ્રેંડ તરીકે નથી પરંતુ માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે મહત્વનું પગલું છે. આજના સમયમાં ડિજિટલ ડિટોક્સ જરૂરી થઈ ગયું છે.
Trending Photos
)
Digital Detox Benefits: વર્તમાન સમયમાં લોકોના દિવસની શરૂઆત મોબાઇલ સ્ક્રીનથી થાય અને સુતા પહેલા પણ લોકો કલાકો સુધી મોબાઈલ પર સમય પસાર કરે છે. આ આદતને લોકો મોર્ડન લાઈફ સમજવા લાગ્યા છે. સરેરાશ એક વ્યક્તિ રોજ 6 થી 7 કલાક સ્ક્રીન પર પસાર કરે છે. આ આંકડો ધીરે ધીરે મેન્ટલ હેલ્થ માટે ચેલેન્જ બની રહ્યો છે. હાવર્ડ મેડિકલ સ્કૂલની એક રિપોર્ટ અનુસાર હદ કરતાં વધારે સ્ક્રીન ટાઈમ મગજની રિવોર્ડ સર્કિટને બદલી નાખે છે. મગજનો આ ભાગ ખુશી, સારા-ખરાબ અનુભવ અને કામ કરવા પર ફોકસ કરવાને કંટ્રોલ કરે છે.
ડોપામીન જેને ફીલ ગુડ હોર્મોન કહેવામાં આવે છે તે દરેક નોટિફિકેશન અને વિડીયો સ્ક્રોલ પર વધવા લાગે છે. પરંતુ સતત તેના પર ધ્યાન આપવાથી મગજને તેની આદત પડી જાય છે. પછી જ્યારે ફોન પાસે નથી હોતો કે 1 કલાક સુધી પણ ફોન દૂર રાખવો પડે તો વ્યક્તિ બેચેની, થાક, મૂડ સ્વિંગ અનુભવવા લાગે છે. ડબલ્યુએચઓની તાજેતરની રિપોર્ટ ડિજિટલ વેલબિઈંગ 2025 માં તેને ડોપામિન ઓવરલોડ કહેવામાં આવે છે. એટલે કે ખુશ થવા માટે વ્યક્તિના મગજને વારંવાર બહારથી સ્ટીમ્યુલસની જરૂર પડે છે.
હાલની જે સ્થિતિ છે તેના કારણે ડિજિટલ ડિટોક્સ ફેશન કે ટ્રેન્ડ નહીં પરંતુ વ્યક્તિની જરૂરિયાત બની ગયું છે. રિસર્ચ અનુસાર સતત ત્રણ દિવસ સુધી સ્ક્રીનથી બ્રેક લેવાથી ઊંઘની પેટર્ન 40% સુધી સુધરી શકે છે. ડિજિટલ ડિટોક્સ સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને 25% સુધી ઘટાડી શકે છે. ડિજિટલ ડિટોક્ષને ન્યુરોસાયન્ટીસ્ટ બ્રેન રીસેટની સ્થિતિ પણ કહે છે.
આજની સ્થિતિને જોતા ઘણા દેશોમાં હવે સ્ક્રીન ફ્રી સન્ડે જેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જાપાનની સ્કૂલોમાં સાઇલેન્ટ અવર શરૂ કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થી દિવસમાં એક કલાક કોઈપણ પ્રકારના ડિવાઇસ વિના સમય પસાર કરે છે. ભારતમાં પણ આઈટી કંપનીઓ ડિજિટલ રીસેટ વીક ના ટ્રાયલ કરે છે જેના કારણે કર્મચારીઓની ઉત્પાદકતા અને ઊંઘમાં સુધારો થાય.
ડિજિટલ ડિટોક્સની શરુઆત કેવી રીતે કરવી ?
ડિજિટલ ડિટોક્સનો મતલબ એવો નથી કે તમે ટેકનોલોજીથી દૂર ભાગો. પરંતુ આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ જે રીતે વધી રહ્યો છે તેને જોતાં ટેકનોલોજી સાથે સ્વસ્થ સંબંધ રાખવો જરૂરી છે. ડિજિટલ ડિટોક્સ ની શરૂઆત તમે સવારે 30 મિનિટ ફોનથી દૂર રહીને કરી શકો છો. જેમકે સવારે જાગ્યા પછી 30 મિનિટ સુધી ફોન જોવો નહીં. અને રાત્રે સુવાના એક કલાક પહેલાથી સ્ક્રીનનો ઉપયોગ બંધ કરી દો. સાથે જ દિવસમાં દર 2 કલાકે 10 મિનિટ ઓફલાઈન ટાઈમ રાખો. એ દસ મિનિટ દરમિયાન ફોનનો ઉપયોગ કરવો નહીં.
જો તમે એક દિવસમાં આટલા ફેરફાર કરશો તો પણ તમને માનસિક શાંતિનો અનુભવ થશે. આ સમય દરમિયાન તમે તમારા મહત્વના કામ પર ફોકસ કરી શકશો. પરિવારના લોકો સાથે સમય પસાર કરી શકશો અને તમને તમારા ગમતા કામ કરવા માટે પણ સમય મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














