ગુજરાતી ન્યૂઝHealthUnhealthy Breakfast: સવારે નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ, શરીરને ફાયદો નહીં નુકસાન કરે છે આ ફુડ

Unhealthy Breakfast: સવારે નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ, શરીરને ફાયદો નહીં નુકસાન કરે છે આ ફુડ

Unhealthy Breakfast: ટેસ્ટના ચક્કરમાં ઘણા લોકો એવી વસ્તુઓ નાસ્તામાં ખાય છે જેના કારણે તેમની સ્વાસ્થ્ય સમસ્યા વધતી હોય છે. અને ચિંતાજનક વાત એ છે કે લોકોને ખબર પણ નથી હોતી કે તેમની કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા ખોટી વસ્તુ નાસ્તામાં ખાવાના કારણે ઊભી થાય છે.
 

Unhealthy Breakfast: સવારે નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ, શરીરને ફાયદો નહીં નુકસાન કરે છે આ ફુડ

Unhealthy Breakfast: જો દિવસની શરૂઆત હેલ્ધી વસ્તુ ખાઈને ન કરવામાં આવે તો તેની ખરાબ અસર શરીર પર પડે છે. સવારના સમયે નાસ્તામાં અનહેલ્ધી વસ્તુઓ કે શરીરને નુકસાન કરે તેવી વસ્તુઓ ખાવાથી શરીરનું એનર્જી લેવલ ઘટી જાય છે અને ઓવરઓલ હેલ્થ પર પણ અસર પડે છે. સવારનો નાસ્તો સૌથી વધારે મહત્વ પૂર્ણ હોય છે. વધારે પડતું ખાઈ લેવાથી પેટ ભારી થઈ જાય છે અને પેટમાં ગેસ બને છે તો ઓછો નાસ્તો કરવાથી કે અનહેલ્ધી નાસ્તો કરવાથી પોષક તત્વ શરીરને મળતા નથી અને વારંવાર ભૂખ લાગે છે. 

Add Zee News as a Preferred Source

તેથી સવારનો નાસ્તો સંતુલિત હોય અને પોષક તત્વથી ભરપૂર હોય તે જરૂરી છે. સવારે નાસ્તામાં કઈ વસ્તુ ખાવી તે સમજી વિચારીને નક્કી કરવું જોઈએ. ઘણા લોકો ટેસ્ટના ચક્કરમાં એવી વસ્તુ સવારે ખાઈ છે જેની ખરાબ અસર શરીર પર પડે છે. આજે તમને જણાવીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જેને સવારે નાસ્તામાં ખાવાથી શરીરને નુકસાન થાય છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધે છે. 

દૂધ સાથે સીરીયલ્સ

દૂધ સાથે સીરીયલ્સ ખાવા ખરાબ નાસ્તામાં આવે છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં શુગર હોય છે અને પ્રોટીન ખૂબ જ ઓછું હોય છે. આ બંને વસ્તુને સવારે નાસ્તામાં ખાવાથી બ્લડ સુગર સ્પાઇક થાય છે. જેના કારણે એનર્જી ઘટી જાય છે. 

કોફી અથવા ચા સાથે બિસ્કીટ 

કોફી અથવા ચા સાથે બિસ્કીટ ખાવાથી શરીરને કોઈપણ પ્રકારનું પોષણ મળતું નથી ફક્ત કાર્બ્સ મળે છે. સવારે આવો નાસ્તો કરવાથી દિવસ દરમિયાન વારંવાર ભૂખ લાગે છે અને સુગર ક્રેવિંગ થયા કરે છે. તેથી જ સવારે નાસ્તામાં ચા અથવા કોફીની સાથે બિસ્કીટ ખાવાનું ટાળવું જોઈએ. 

સેન્ડવીચ અથવા બ્રેડ બટર 

સવારના સમયે બ્રેડ સાથે વેજીટેબલ સેન્ડવીચ કે પછી બટર ખાવાથી પણ બ્લડ સુગર સ્પાઇક થાય છે. તેનાથી સુગર ક્રેવિંગ વધે છે. સાથે જ તે ઇન્ફ્લેમેશનનું કારણ પણ બને છે. સેન્ડવીચમાં જે શાકભાજીનો ઉપયોગ થાય છે તે ખાલી પેટ ખાવાથી ઘણા લોકોને એસિડિટી પણ થઈ શકે છે. તેથી સવારે નાસ્તામાં સેન્ડવીચ કે બ્રેડ બટર ખાવાનું ટાળવું. 

ફળના જ્યુસ અને ટોસ્ટ 

ફળના જ્યુસ અને ટોસ્ટ ખાવા પણ બેડ ફૂડ કોમ્બિનેશન છે. આ કોમ્બિનેશન શરીર માટે સુગર બોમ્બનું કામ કરે છે. તેનાથી શરીરને પ્રોટીન કે ફાઇબર મળતું નથી અને ઇન્સ્યુલિન સ્પાઇક થાય છે. આ વસ્તુઓ ખાવાથી પેટ પણ ભરાતું નથી જેથી વારંવાર ભૂખ લાગે છે. 

ફ્લેવર્ડ ઇન્સ્ટન્ટ ઓટ્સ 

ફ્લેવર વાળા ઇન્સ્ટન્ટ ઓટ્સમાં પણ સુગરનું પ્રમાણ વધારે હોય છે તેમાં ફાઇબર અને પ્રોટીન ઓછા હોય છે. આ નાસ્તો કર્યા પછી બપોર સુધીમાં ભૂખ લાગવાની શરૂઆત થઈ જશે. 

નાસ્તામાં ફક્ત ફળ ખાવા 

સીઝનલ ફ્રુટ શરીર માટે ફાયદાકારક છે અને ખાવા જરૂરી પણ છે. પરંતુ સવારે નાસ્તામાં ફક્ત ફ્રુટ ખાવા સારો ઓપ્શન નથી. સવારે નાસ્તામાં ફ્રુટ ખાવાથી શરીરને કાર્બ્સ વધારે મળે છે અને ભૂખ લાગે છે સાથે જ મૂડ સ્વિમિંગ પણ વધી જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news