Bad Food Combinations: ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી સૌથી વધુ ખવાતા ફળ છે. આ બંને વસ્તુનું સેવન કરવાથી શરીરને લાભ થાય છે. પરંતુ આ બંને વસ્તુને જો સાથે ખાવામાં આવે તો તે શરીર માટે ઝેર જેવા ખતરનાક સાબિત થાય છે.

Bad Food Combinations: શક્કરટેટી અને તરબૂચ ઉનાળામાં ખાવાથી શરીરને તાજગી અને ઠંડક મળે છે.આ બંને ફળ પાણીથી ભરપૂર હોય છે તેથી ઉનાળા દરમિયાન તેને ખાવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને ડીહાઈડ્રેશનથી બચી શકાય છે. શક્કરટેટીમાં વિટામિન એ, વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે. તરબૂચમાં પણ લાઈકોપીન અને વિટામિન સી હોય છે જે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે અને શરીરને ઠંડક આપે છે.
આ બંને ફળ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક ગુણથી પણ ભરપૂર હોય છે. ગરમીના દિવસોમાં તેને ખાવાથી શરીરમાં એનર્જી વધે છે પરંતુ આ બધા ફાયદા ત્યારે થાય છે જ્યારે આપણને અલગ અલગ ખાવામાં આવે. તરબૂચ અને શક્કરટેટી એક સાથે ખાવાથી શરીરમાં સમસ્યા પણ થઈ શકે છે. આ બંને વસ્તુને એક સાથે ખાવાથી શરીરમાં વિષાક્ત પદાર્થ ઉત્પન્ન થવા લાગે છે જે શરીરને નુકસાન પણ કરી શકે છે.
પાચન સંબંધિત સમસ્યા
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર શક્કરટેટી અને તરબૂચ એકસાથે ખાવાથી પાચનતંત્ર પર પ્રેશર બને છે જેના કારણે ગેસ સોજો અને અપચો થઈ શકે છે. આ બંને ફળમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે જે પાચનને પ્રભાવિત કરે છે તેથી આ વસ્તુઓને અલગ અલગ ખાવી જ સારી રહે છે.
ફૂડ પોઈઝનિંગ
શક્કરટેટી અને તરબૂચને એક સાથે ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ વધે છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ બંને વસ્તુને એક સાથે ખાવાથી એલર્જી અને પાચન સંબંધિત સમસ્યાઓ વધી જાય છે.
સ્કિન પ્રોબ્લેમ
ઘણીવાર તરબૂચ અને શક્કરટેટીમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ પણ કરવામાં આવે છે જો આવું ફળ ખવાઈ જાય તો ત્વચા પર ખરાબ અસર પડે છે. આ બંને વસ્તુને સાથે ખાવાથી સ્કીન સંબંધિત સમસ્યાઓ અને એલર્જી થઈ શકે છે.
પિત્ત વધી શકે છે
શક્કરટેટી અને તરબૂચ એકસાથે ખાવાથી પિત્ત દોષ વધી શકે છે. જેના કારણે એસીડીટી, પેટમાં બળતરા અને પિત્ત સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. આ બંને ફળની તાસીર ઠંડી હોય છે તેથી તેનું સેવન એકસાથે કરવાથી પાચનતંત્ર પર અસર પણ થઈ શકે છે. પાચન સારું રહે તે માટે આ ફળને અલગ અલગ ખાવા જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)