)
Health Tips: સારી લાઈફસ્ટાઈલ માટે સારો આહાર અને યોગ્ય સમયે આહાર લેવો જરૂરી છે. ખાસ તો સવારે ખાલી પેટ તમે શું ખાવ છો તેના પર આખા દિવસમાં તમારી તબિયત કેવી રહેશે તેનો આધાર હોય છે. સવારે ખાલી પેટ કેટલીક વસ્તુઓ ખાવી કે પીવી હાનિકારક સાબિત થઈ શકે છે. આ વસ્તુઓ હેલ્ધી જ હોય છે પરંતુ તેનું સેવન કરવાનો સમય ખોટો હોય છે જેના કારણે તે ફાયદાને બદલે નુકસાન કરે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર ઘણા લોકો સવારે બ્લેક કોફી કે લીંબુ પાણી પીતા હોય છે. આ બંને વસ્તુ સારી છે પરંતુ સવારે પીવા માટે નહીં. એટલા માટે કે કેટલાક ફૂડ સિટ્રસ કેટેગરીમાં આવે છે જે આપણા પાચનને ટ્રિગર કરે છે. સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાથી પેટમાં દુખાવો, મરોડ આવવા જેવી સમસ્યા થઈ શકે છે. તેથી સવારે ખાલી પેટ મસાલેદાર વસ્તુઓ પણ ખાવી નહીં. તેનાથી આખો દિવસ ખરાબ જશે.
આ વસ્તુઓ સવારે ખાલી પેટ ન ખાવી
1. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવું હાનિકારક છે. લીંબુ પાણી અમ્લીય હોય છે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી પેટમાં બળતરા, દુખાવો થઈ શકે છે.
2. બ્લેક કોફીમાં કૈફીન સૌથી વધુ હોય છે. ખાલી પેટ બ્લેક કોફી પીવાથી પેટ ફુલવાની સમસ્યા થઈ શકે છે. તેનાથી પાચન એંજાઈમ્સ એસિડની જેમ કામ કરે છે.
3. જો સવારે તમે નાસ્તામાં પરોઠા કે અન્ય મસાલેદાર વસ્તુઓ ખાવ છો તો તેનાથી પણ પાચન પર ખરાબ અસર પડે છે. આવો નાસ્તો કરવાથી પેટમાં બળતરા થઈ શકે છે.
સવારે ખાલી પેટ કઈ વસ્તુઓ ખાવી ?
સવારે ખાલી પેટ હર્બલ ટી કે પછી પલાળેલા ડ્રાયફ્રુટ્સ ખાવા જોઈએ. આ સિવાય નાસ્તામાં કેળા, ઓટ્સ પણ લઈ શકો છો. જો તમને કોફી કે લીંબુ પાણી પીવું હોય તો નાસ્તા પછી પી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)