ગુજરાતી ન્યૂઝHealthBel Juice: ઉનાળામાં સવારે ખાલી બીલાનું શરબત પીવાથી થશે 5 જબરદસ્ત ફાયદા

Bel Juice: ઉનાળામાં સવારે ખાલી બીલાનું શરબત પીવાથી થશે 5 જબરદસ્ત ફાયદા

Bel Juice Benefits: ઉનાળાની ઋતુમાં બીલાનું શરબત ફાયદાકારક રહે છે. બીલીના ફળને બીલા કહેવામાં આવે છે. આ ફળમાંથી બનેલું શરબત ગરમીમાં શરીરને ઠંડક કરે છે. સાથે જ શરીરમાં પાણીની ઊણપ સર્જાતી નથી.

Bel Juice: ઉનાળામાં સવારે ખાલી બીલાનું શરબત પીવાથી થશે 5 જબરદસ્ત ફાયદા

Bel Juice Benefits: સવારના સમયે ખાલી પેટ બીલાનું શરબત પીવાથી ઘણા ફાયદા થાય છે. ખાસ તો ઉનાળામાં આ શરબત પીવાથી હેલ્થ સુધરે છે. બીલીના ઝાડના ફળને બોલચાલની ભાષામાં બીલા કહેવાય છે. આ ફળનો ઉપયોગ અથાણા બનાવવાથી લઈ શરબત બનાવવામાં કરવામાં આવે છે. આ ફળનો જ્યૂસ ઉનાળામાં પીવાથી લાભ થાય છે.

Add Zee News as a Preferred Source

બીલામાં વિટામિન સી, વિટામિન એ, બીટા કૈરોટીન, કેલ્શિયમ, ફાઈબર, આયરન અને અન્ય ઘણા પોષકતત્વો હોય છે. જે પાચનને સુધારે છે. સાથે જ તેનાથી ઈમ્યુન સિસ્ટમ બુસ્ટ થાય છે. 

સવારે ખાલી પેટ બીલાનું શરબત પીવાથી થતા લાભ

- બીલામાં નેચરલ ફાઈબર હોય છે જે ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. તેને સવારે ખાલી પેટ પીવાથી પેટની સમસ્યાઓમાં લાભ થાય છે. 

- ગરમીના વાતાવરણમાં આ શરબત પીવું ફાયદાકારક છે. તેનાથી શરીરને ઠંડક મળે છે અને શરીરમાં પાણીની ઊણપ સર્જાતી નથી. તેને પીવાથી લૂથી બચી શકાય છે.

- બીલાનું શરબત શરીરમાં રહેલી ગંદકીને સરળતાથી સાફ કરે છે. આ શરબત લીવર અને કિડનીની સફાઈમાં મદદ કરે છે.

- બીલામાં નેચરલ શુગર હોય છે. આ શરબત ડાયાબિટીસના દર્દી પણ પી શકે છે. પરંતુ તેની શરુઆત કરતા પહેલા એકવાર ડોક્ટર સાથે વાત કરી લેવી.

કેવી રીતે બનાવવું બીલાનું શરબત

બીલીના ફળનું શરબત બનાવવા માટે ફળને તોડી તેની અંદરનો ગર કાઢી અલગ રાખો. હવે તેમાં થોડું પાણી ઉમેરી બરાબર પેસ્ટ બનાવી લો. પેસ્ટને ગરણી વડે ગાળી લો અને પછી તેમાં મધ કે ગોળ અને જરૂર અનુસાર પાણી ઉમેરી શરબત તૈયાર કરો. આ શરબતને તમે ઠંડુ કરીને પણ દિવસ દરમિયાન પી શકો છો. સવારે ખાલી પેટ પીવું હોય તો તેને નોર્મલ પાણી સાથે તૈયાર કરી પીવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news