)
Clove Water Benefits: લવિંગ રસોડાનો એવો મસાલો છે જે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે. દેખાવમાં નાનકડું લાગતું લવિંગ મોટા ફાયદા કરે છે. લવિંગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે શરીરની બીમારીઓને પણ દૂર કરી શકે છે. પોષક તત્વની વાત કરીએ તો લવિંગમાં વિટામિન સી, વિટામિન ઈ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આજે તમને લવિંગના પાણીથી થતા ફાયદા વિશે જણાવીએ.
હેલ્થ એક્સપર્ટ અનુસાર જો કોઈ વ્યક્તિ 14 દિવસ સુધી લવિંગનું પાણી પીવે છે તો તેનાથી શરીરમાં ગજબના ફેરફાર જોવા મળી શકે છે. લવિંગનું પાણી પીવું હોય તો એક ગ્લાસ પાણીમાં રાત્રે 4 લવિંગ પલાળી દેવા. સવારે ખાલી પેટ આ પાણી પી જવું. તમે લવિંગના પાણીને ઉકાળીને પણ પી શકો છો. ફક્ત બે અઠવાડિયા સુધી જો તમે સવારે લવિંગનું પાણી પીવાનું રાખશો તો શરીરમાં નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા જોવા મળશે.
લીવર ડિટોક્સ
લવિંગમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીર અને લીવરમાં જામેલા ટોક્સિનને બહાર કાઢે છે. લવિંગ નું પાણી લીવરને ડિટોક્સ કરે છે અને સ્કિન સંબંધિત સમસ્યામાં પણ રાહત આપે છે.
સારી ઊંઘ
જો કોઈ વ્યક્તિને રાત્રે સારી ઊંઘ આવતી ન હોય તો તેને લવિંગનું પાણી રાત્રે સુતા પહેલા પીવું જોઈએ તેનાથી સ્લીપ હોર્મોનનું પ્રોડક્શન વધે છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે. સતત 14 દિવસ સુધી લવિંગનું પાણી પીવાથી શરીરમાં ફાયદા જોવા મળી શકે છે.
પાચન સુધરે
પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લવિંગનું પાણી સૌથી બેસ્ટ છે. લવિંગનું પાણી પીવાથી પેટ ફુલવાની સમસ્યા ગેસ અને અપચા જેવી સમસ્યાથી રાહત મળે છે તેનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ મજબૂત થાય છે.
ઇમ્યુનિટી
લવિંગનું પાણી નિયમિત રીતે પીવાથી બોડીની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. શરદી ઉધરસ જેવી સીઝનલ બીમારીઓથી છુટકારો મળે છે. શરીરને રોગ સામે લડવાની ક્ષમતા વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)