)
Tulsi Water: ભારતમાં વર્ષોથી તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસી એક પૂજનીય છોડ હોવાની સાથે ઔષધીય ગુણ ધરાવતો છોડ પણ છે. દરેક ઘરમાં તુલસી સરળતાથી મળી રહે છે. તુલસીના ઔષધીય ગુણોના કારણે તે કેટલીક બીમારીઓમાં દવા તરીકે પણ અસરકારક છે. તુલસીના પાનનું સેવન ખાસ રીતે રોજ કરવામાં આવે તો શરીરને ફાયદા થઈ શકે છે. તુલસીના પાને ને પાણીમાં થોડીવાર પલાળી અને પછી તે પાણી પીવાથી પણ શરીરના ફાયદા થાય છે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કે સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવાથી કેવા ફાયદા થાય છે?
તુલસીનું પાણી પીવાથી થતા ફાયદા
સ્ટ્રેસ દૂર થાય છે
તુલસીના પાનમાં એડાપ્ટોજેન્સની માત્રા સારી એવી હોય છે જે શરીરના સ્ટ્રેસ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. આ તત્વ તાંત્રિકા તંત્રને આરામ આપે છે અને બ્લડ ફ્લો વધારવામાં મદદ કરે છે. તેનાથી ઇન્દ્રિયોને શાંતિ મળે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે.
પાચન સુધરે છે
જ્યારે નિયમિત રીતે તુલસીના પાનનું પાણી પીવામાં આવે તો મળ ત્યાગથી લઈને પાચન સંબંધિત બધી જ સમસ્યા દૂર થવા લાગે છે. તુલસીનું પાણી પીવાથી ખોરાકનું પાચન સરળતાથી થાય છે, એસિડ રિફ્લક્સ સંતુલિત થાય છે અને પીએચ લેવલ સંતુલનમાં રહે છે.
શ્વાસની દુર્ગંધ
ઘણા લોકોને શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય છે આ તકલીફ પણ તુલસીનું પાણી પીવાથી દૂર થઈ શકે છે. તુલસીનું પાણી એન્ટિ બેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે તે શ્વાસની દુર્ગંધ અને દૂર કરી શકે છે સવારના સમયે તુલસીનું પાણી પીવાથી ફ્રેશનેસ જળવાઈ રહે છે.
ઇમ્યુનિટી બુસ્ટર
તુલસીનું પાણી એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. તે શરીરને અલગ અલગ સંક્રમણથી બચાવે છે. તુલસીનું પાણી પીવાથી બેક્ટેરિયા અને વાઇરસ સામે લડવામાં મદદ મળે છે. સાથે જ તે હેલ્ધી ઇમ્યુનિટી કોશિકાના નિર્માણને પણ વધારે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
તુલસીનું પાણી શરીરના ટોક્સિન્સને બહાર કાઢે છે. રોજ તુલસીનું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)