)
Early Signs of Pneumonia: ચોમાસામાં વાતાવરણમાં અચાનક ફેરફાર થાય છે. ક્યારેક વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય તો ક્યારેક બફારો અને ગરમી હોય છે. ચોમાસામાં અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાનો પ્રકોપ પણ વધી જાય છે. ચોમાસાના દિવસોમાં શ્વાસ સંબંધિત સમસ્યાનું જોખમ અનેક ઘણું વધે છે. આ ઋતુમાં નિમોનિયાનું રિસ્ક પણ વધી જાય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ન્યૂમોનિયાનો શિકાર ઝડપથી થઈ જાય છે. ન્યૂમોનિયા એવી બીમારી છે જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેથી તેના શરૂઆતથી લક્ષણોને ઓળખવા ખૂબ જ જરૂરી છે.
ન્યૂમોનિયા થવાનું કારણ
ન્યૂમોનિયા એવી બીમારી છે જે થઈ જાય તો ફેફસા સોજી જાય છે અને વ્યક્તિનો જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. ન્યૂમોનિયા બેક્ટેરિયા, વાયરસ, ફંગસ કે એલર્જીના કારણે પણ થઈ શકે છે.
નિમોનિયાના લક્ષણો
દરેક વ્યક્તિમાં ન્યૂમોનિયા ના લક્ષણ અલગ અલગ હોય છે. કેટલાક લોકોને શરૂઆતમાં તાવ આવે છે અને ઠંડી લાગે છે સાથે જ શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. ન્યૂમોનિયા થઈ જાય તો છાતીમાં દુખાવો પણ રહે છે. નિમોનિયામાં શ્વાસ લેતી વખતે છાતીમાં દુખાવો અનુભવાય છે. ઘણા લોકોને નિમોનિયામાં શરદી, ઉધરસ અને કફ થઈ જાય છે. નિમોનિયા ગંભીર સ્થિતિમાં હોય તો વ્યક્તિને કફમાં લોહી પણ નીકળે છે. નિમોનિયા થઈ જાય તો વ્યક્તિને થાક ઝડપથી લાગે છે અને આખો દિવસ નબળાઈનો અનુભવ થાય છે. વ્યક્તિને નિમોનિયા થઈ જાય તો નખ અને ત્વચા બ્લુ જેવા દેખાય છે.
નિમોનિયા થવાનું જોખમ કોને સૌથી વધારે?
નિમોનિયાના મામલા પાંચ વર્ષથી નાના બાળકોમાં વધારે જોવા મળે છે. નિમોનિયાના કારણે બાળકોનો જીવ પણ જઈ શકે છે. 60 વર્ષથી વધુના લોકોને પણ નિમોનિયા થવાનું રિસ્ક વધારે હોય છે.
નિમોનિયા થવાનું કારણ
ઠંડુ અને ભેજવાળું વાતાવરણ, નબળી રોગ પ્રતિકારક શક્તિ, પોષક તત્વની ખામી અથવા તો ફંગસ કે સંક્રમણના કારણે પણ ન્યુમોનિયા થઈ શકે છે. નિમોનિયાના બેક્ટેરિયા ઉધરસ કે છીંકના માધ્યમથી અન્ય લોકો સુધી પણ પહોંચી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)