તમે જેના ભજીયા બનાવીને ખાઓ છો એ બેસન નકલી તો નથી ને? જલ્દી આ રીતે ઓળખો, નહીં તો થવું પડશે હોસ્પિટલ ભેગા!

તમામ પ્રકારની બ્રાન્ડનો ચણાનો લોટ બજારમાં ઉપલબ્ધ છે. દરેક વ્યક્તિ શુદ્ધતાની બાંયધરી આપે છે, પરંતુ ગ્રાહકને ખબર નથી હોતી કે તે જે બેસન ખરીદી રહ્યા છે તે શુદ્ધ છે કે ભેળસેળયુક્ત. જો તમે પણ વાસ્તવિક અને બનાવટી ચણાના લોટની ઓળખ કરવા માંગતા હો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી છે.

તમે જેના ભજીયા બનાવીને ખાઓ છો એ બેસન નકલી તો નથી ને? જલ્દી આ રીતે ઓળખો, નહીં તો થવું પડશે હોસ્પિટલ ભેગા!

ઝી બ્યૂરો, અમદાવાદઃ મોટાભાગના લોકો ચણાના લોટની વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. તે ચણાની લોટની મીઠાઇ હોય કે નમકીન. ખોરાકનો સ્વાદ વધારવા ઉપરાંત, ચણાનો લોટ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે ચણાનો લોટ ખાઈ રહ્યા છો તે પણ ભેળસેળ યુક્ત હોય છે? જી હા, આજકાલ બજારમાં વેચાતી દરેક વસ્તુઓમાં ભેળસેળ હોય છે, જેમાં અસલી અથવા નકલી બેસન શામેલ છે. તમામ પ્રકારની બ્રાન્ડનો ચણાનો લોટ બજારમાં ઉપલબ્ધ છે. દરેક વ્યક્તિ શુદ્ધતાની બાંયધરી આપે છે, પરંતુ ગ્રાહકને ખબર નથી હોતી કે તે જે બેસન ખરીદી રહ્યા છે તે શુદ્ધ છે કે ભેળસેળયુક્ત. જો તમે પણ વાસ્તવિક અને બનાવટી ચણાના લોટની ઓળખ કરવા માંગતા હો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી છે.

 

આ રીતે થાય છે મિશ્રણ:
સૌ પ્રથમ આપણે જોઈએ કે કેવી રીતે ચણાના લોટમાં ભેળસેળ કરવામાં આવે છે. અસલી બેસન માટે ચણાની દાળનો ઉપયોગ થાય છે....પરંતુ નકલી બેસન બનાવવા માટે 25 ટકા ચણાની દાળ, 75 ટકા સોજી, ચોખાનો પાવડર, મકાઈનો લોટ અને કૃત્રિમ રંગનું મિશ્રણ કરે છે.....મીડિયા અહેવાલો અનુસાર, ઘઉંના લોટમાં કૃત્રિમ રંગો ભેળવીને ચણાનો લોટ તૈયાર કરવામાં આવે છે.

WhatsApp માં દેખાતું આ End-to-end encryption શું છે? જાણો WhatsApp તમારા મેસેજને કેવી રીતે રાખે છે સુરક્ષિત

હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી ઓળખો:
તમે હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી નકલી અને વાસ્તવિક  લોટ ઓળખી શકો છો. આ માટે એક વાટકીમાં બે ચમચી ચણાનો લોટ લો અને તેમાં બે ચમચી પાણી ભેળવીને પેસ્ટ બનાવો...હવે તેમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ નાખો અને તેને પાંચ મિનિટ માટે મૂકો...થોડા સમય પછી, જો ચણાના લોટમાં લાલ રંગ દેખાય છે, તો તે સમજી લેવું જોઈએ કે ચણાના લોટમાં ભેળસેળ કરવામાં આવી છે.

લીંબુની મદદથી ઓળખો:
ચણાનો લોટમાં ભેળસેળ છે કે નહીં  તે તપાસવા માટે તમે બે ચમચી લોટ લો...હવે તેમાં બે ચમચી લીંબુનો રસ નાખો..તેમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ પણ નાખો...થોડા સમય પછી જો ચણાનો લોટ લાલ કે ભૂરા રંગનો દેખાય છે તો તેનો અર્થ એ છે કે ચણાનો લોટ નકલી છે.

ચણાના લોટની ઓળખ કરવી મહત્વપૂર્ણ છે:
ભેળસેળ અને નકલી ચણાના લોટનું પરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારું આરોગ્ય બગાડવાનું પણ કામ કરી શકે છે. નકલી ચણાનો લોટ ખાવાથી સાંધાનો દુખાવો, અપંગતા અને પેટના રોગો સહિત ઘણી ગંભીર રોગો પણ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news